
પાકિસ્તાને ફરીથી કર્યો લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ, મંત્રીએ કહ્યુ નવી સરકાર સાથે થશે વાતચીત
પાકિસ્તાને ફરીથી એકવાર ભારતમાં યોજાનાર લોકસભા ચૂંટણી પર ટિપ્પણી કરી છે. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ છે કે ભારતમાં યોજાનાર ચૂંટણી બાદ જે પણ પાર્ટી સત્તામાં આવશે પાકની સરકાર તેની સાથે વાતચીત કરવા તૈયાર છે. ફવાદની માનીએ તો ઈસ્લામાબાદમાં પીએમ ઈમરાન ખાની સરકાર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય કરવાની દિશામાં કામ કરવા તૈયાર છે. ફવાદની માનીએ તો વસ્તુઓ જ્યાં અટકી ગઈ છે, પાક સરકાર ઈચ્છે છે કે તેમાં પ્રગતિ થવી જોઈએ.

વિદેશ મંત્રીએ કહ્યુ હતુ ભારત ફરીથી કરશે હુમલો
ફવાદ ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. ફવાદે કહ્યુ કે ડિપ્લોમેટીક ચેનલ્સ જેનો પુલવામા આતંકી હુમલા બાદ તણાવ ઓછો કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે હજુ સુધી ચાલુ છે. તેમની માનીએ તો પાકિસ્તાનનું નેતૃત્વ માને છે કે જ્યાં સુધી ભારતમાં ચૂંટણી ન થઈ જાય ત્યાં સુધી વસ્તુઓ આગળ નહિ વધી શકે. સૂચના મંત્રીએ આ નિવેદન એ સમયે આપ્યુ છે જ્યારે પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ થોડા દિવસો અગાઉ કહ્યુ હતુ કે ભારતમાં 16 થી 20 એપ્રિલ વચ્ચે પાકિસ્તાન પર હુમલો કરવાનો નવો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. ફવાદને પીએમ ઈમારનના નજીકના માનવામાં આવે છે અને સાથે જ તે પાક સેનાના પણ ફેવરિટ છે.

‘ઈન્ડિયન આર્મીને પીએમ મોદીએ આપી ખુલ્લી છૂટ'
ભારત તરફથી કુરેશીના નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યુ હતુ. ફવાદે કુરેશીના નિવેદન પર પણ ટિપ્પણી કરી. ચૌધરીએ કહ્યુ, ‘મને લાગે છે કે વિદેશ મંત્રી કુરેશીની ટિપ્પણી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી અપાયેલા નિવદેન તરફ ઈશારો હતી જેમાં તેમણે કહ્યુ હતુ કે સેનાએ તેમની સરકારને સંપૂર્ણ આઝાદી આપી દીધી છે.' ફવાદની માનીએ તો અહીંથી કુરેશીને લાગ્યુ કે જો ભારતની સેનાને પૂરી આઝઆદી મળી છે તો પછી તે આઝાદીનો ખોટો ઉપયોગ કરી શકે છે.

જે પણ સરકાર સત્તામાં આવશે તેની સાથે થશે વાતચીત
ફવાદે આગળ કહ્યુ કે પાકિસ્તાનને આશા છે કે એક વાર ભારતમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ જાય બાદમાં જે પણ સરકાર સત્તામાં આવશે, પાકનું નેતૃત્વ તેની સાથે બેસીને વાતચીત કરશે અને જોશે કે કેટલી પ્રગતિ થાય છે. ફવાદની માનીએ તો પુલવામા આતંકી હુમલા બાદ જે રીતનો માહોલ બન્યો છે અને તણાવ ચાલુ છે તેમાં વાતચીત લોકોના હિતમાં નથી. ફવાદની માનીએ તો પુલવામા હુમલા બાદ પાકિસ્તાન તરફથી ક્યારેય પણ યુદ્ધ માટે કોઈ પણ પ્રકારના યુદ્ધની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી નથી.

પાકિસ્તાનને ગણાવ્યો જવાબદાર દેશ
તેમણે દાવો કર્યો કતે પાકે જવાબદારીપૂર્ણ વ્યવહાર કર્યો જેથી તણાવમાં ઘટાડો કરી શકાય. પાકે હાલમાં જ 360 ભારતીય કેદીઓને મુક્ત કરવાનું એલાન કર્યુ છે. ચૌધરીએ આ પગલાને પાકિસ્તાનની ઈચ્છાનું ઉદાહરણ આપ્યુ. તેમણે કહ્યુ કે આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન, ભારત સાથે કેટલી હદે સંબંધો સામાન્ય કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નીતિને આગળ વધારતી રહેવામાં આવશે.