For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર કરાવી શકે છે પાકમાં વધુ એક સર્જીકલ સ્ટ્રાઈક

પાકિસ્તાન રેલવે મંત્રી શેખ રાશિદેનુ કહેવુ છે કે ભારતની સત્તાધારી ભાજપ ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈકનો અંજામ આપી શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને તેનો ઉલ્લેખ પાકિસ્તાનમાં પણ થઈ રહ્યો છે. પાકિસ્તાન રેલવે મંત્રી શેખ રાશિદે ચૂંટણીને સર્જીકલ સ્ટ્રાઈક સાથે જોડી દીધી છે. તેમનુ કહેવુ છે કે ભારતની સત્તાધારી ભાજપ ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈકનો અંજામ આપી શકે છે. રાશિદની માનીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. લોકસભા ચૂંટણીમાં તેને હારનો સામનો ન કરવો પડે તે માટે તે સર્જીકલ સ્ટ્રાઈકનો સહારો લઈ શકે છે. પાકિસ્તાનના વર્તમાનપત્ર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને આ બાબતે સમાચાર છાપ્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં હારથી પરેશાન છે મોદી

વિધાનસભા ચૂંટણીમાં હારથી પરેશાન છે મોદી

ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાશિદનું આ નિવેદન આવ્યુ. રાશિદે આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ, ‘ભારત એલઓસી પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. બની શકે કે તે સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપી દે.' શેખ રાશિદે આગળ કહ્યુ, ‘ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારને પોતાની મતબેંકને જવાબ આપવાનો છે અને તેમને સંતુષ્ટ કરવાની છે અને પાકિસ્તાન વિરોધી કેમ્પેનની અપેક્ષા જ આવા સમયે કરવામાં આવી શકે છે.' રાશિદે કહ્યુ કે એલઓસી પર સતત તણાવ વધી રહ્યો છે અને વર્ષ 2019માં પણ આ તણાવ સમાચારોમાં રહેશે. તેમની માનીએ તો ભારત સરકાર આગામી વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીની તૈયારીમાં લાગેલી છે. રાશિદ મુજબ છેલ્લા અમુક દિવસોમાં થયેલી હાર બાદ ભારત સરકારમાં બેચેની અને સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા તે આ બેચેની ઘટાડી કરી શકે છે.

ઈમરાને પણ કહી હતી એજન્ડાની વાત

ઈમરાને પણ કહી હતી એજન્ડાની વાત

માત્ર રાશિદ જ નહિ પરંતુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પણ આ વાત કહી ચૂક્યા છે કે મોદી સરકાર ચૂંટણીમાં જીત મેળવવા પાક વિરોધી એજન્ડાને જ આગળ વધારશે. ઈમરાને થોડા દિવસો પહેલા જ પોતાની સરકારના 100 દિવસો પૂરા થવાના પ્રસંગે કહ્યુ હતુ, ‘પાકિસ્તાન વર્ષ 2019માં ભારતમાં યોજાનાર લોકસભા ચૂંટણી પૂરી થવાની રાહ જોશે.' ઈમરાને કહ્યુ હતુ કે ચૂંટણી બાદ જ શાંતિ મંત્રણાના પ્રસ્તાવને ભારત તરફથી કોઈ સકારાત્મક સંકેત મળશે. ઈમરાને સપ્ટેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યુ હતુ કે ભારત અને પાકના વિદેશ મંત્રીઓને ઉંગા ઉપરાંત દ્વિપક્ષીય મુલાકાત કરવી જોઈએ. ભારતે પહેલા આ પ્રસ્તાવ માટે હામી ભરી દીધી હતી પરંતુ બાદમાં તેને ફગાવી દીધી હતી.

29 સપ્ટેમ્બર 2016ના રોજ થઈ હતી સર્જીકલ સ્ટ્રાઈક

29 સપ્ટેમ્બર 2016ના રોજ થઈ હતી સર્જીકલ સ્ટ્રાઈક

29 સપ્ટેમ્બર 2016ના રોજ ઈન્ડિયન આર્મીએ પીઓકેમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. 18 સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં 19 જવાન શહીદ થઈ ગયા હતા. સર્જીકલ સ્ટ્રાઈક આ જ હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવી હતી. સર્જીકલ સ્ટ્રાઈકમાં ઈન્ડિયન આર્મીના સ્પેશિયલ કમાન્ડોઝ, પાકિસ્તાનના હિસ્સાવાલા કાશ્મીરની અંદર સુધી દાખલ થયા હતા. આ કમાન્ડોએ આતંકવાદીઓના સાત કેમ્પ નષ્ટ કરી દીધા હતા. લગભગ 250 કિલોમીટરના ક્ષેત્રમાં સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મુંબઈઃ કમલા મિલ્સ કમ્પાઉન્ડની નિર્માણાધીન બિલ્ડિંગમાં લાગી આગઆ પણ વાંચોઃ મુંબઈઃ કમલા મિલ્સ કમ્પાઉન્ડની નિર્માણાધીન બિલ્ડિંગમાં લાગી આગ

English summary
Pakistan Minister Sheikh Rashid says India may carry out surgical strike in 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X