For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખવી જેલમાંથી બહાર ન આવે એટલા માટે બેલને પડકાર ફેંકશે પાકિસ્તાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 1 જાન્યુઆરી: પાકિસ્તાન સરકારનો પ્રયત્ન છે કે તે ગમે તે પરિસ્થિતીમાં મુંબઇ આતંકવાદી હુમલાના માસ્ટર માઇંડ જકીઉર રહમાન લખવીને જેલમાંથી બહાર આવવા ન દે, એટલા માટે સરકાર હવે લખવીને આપવામાં આવેલી સશર્ત જામીનને પકડાર ફેંકવાનો ફેંસલો કર્યો છે.

ડૉન વેબસાઇટના સમાચાર અનુસાર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા એક અરજી સંદર્ભમાં ઇસ્લામાબાદ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે, જેમાં કહેવામાં આવશે કે વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી જિરહને કોર્ટે સાંભળી નથી.

zaki-ur-rehman-lakhvi

લખવીની બેલની વિરૂદ્ધ પાકિસ્તાન સરકાર કરશે અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ઇસ્લામાબાદ સુપ્રીમ કોર્ટે જકીઉર રહમાન લખવીને સશર્ત જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો. તેને જામીન રકમ (સિક્યોરિટી બોંડ)ના રૂપમાં દસ લાખ રૂપિયા જમા કરવા માટે કહ્યું હતું. જો કે આ નિર્ણય બાદ ભારતનું ખૂબ આકરું થઇ ગયું હતું ત્યારબાદ પાકિસ્તાનની સરકારે વાયદો કર્યો હતો કે તે જકીઉર રહમાન લખવીને જેલમાંથી બહાર નહી આવવા દે અને મંગળવારે જકીઉર રહમાન લખવીને અપહરણના એક કેસમાં પોલીસ ધરપકડમાં લેવામાં આવ્યો.

લખવીને બીજા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે
તો બીજી તરફ એક દિવસ બાદ અપહરણના એક કેસમાં ઇસ્લામાબાદની એક કોર્ટે તેને બે દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. જકીઉર રહમાન લખવીએ પણ પોતાના આરોપ વિરૂદ્ધ કોર્ટમાં અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તે સાત લોકોમાં સામેલ છે, જેમના પર આરોપ છે કે તેમણે 26/11 મુંબઇ હુમલાને અંજામ આપવાનું કાવતરું રચ્યું તથા તેના માટે આતંકવાદીઓની મદદ કરી.

English summary
The Pakistan government has decided to challenge in the Supreme Court 26/11 Mumbai terror attacks mastermind Zakiur Rehman Lakhvi's conditional bail granted by the Islamabad High Court while he challenged his two-day judicial remand in another case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X