For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરીઓને ભડકાવવાની જરૂરત છે: પરવેઝ મુશર્રફ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 16 ઓક્ટોબર: ભારતની વિરુદ્ધ કારગિલ યુદ્ધ ગઢનાર પાકિસ્તાનના પૂર્વ સેન્ય શાસક પરવેઝ મુશર્રફે કાશ્મીર પર ખૂબ જ ભડકાઉ નિવેદન આપ્યું છે. મુશર્રફે એક પાકિસ્તાની ન્યૂથ ચેનલને આપેલા ઇંટરવ્યૂમાં જણાવ્યું છે કે કાશ્મીરના લોકોને થોડા ભડકાવવાની જરૂરત છે અને લાખો લોકો ત્યાં પાકિસ્તાન તરફથી પણ લડવા માટે તૈયાર છે. મુશર્રફે આ ઇંટર્વ્યૂમાં મોદી પર પણ નિશાનો સાધ્યો.

પાકિસ્તાનમાં હાલના દિવસોમાં કાયદાકીય મુશ્કેલીઓમાં ઘેરાયેલા મુશર્રફે જણાવ્યું કે ભારત પાકિસ્તાનની સાથે એવું વર્તન કરી રહ્યું છએ જેમ કે કોઇ નાનો-મોટો દેશ હોય. આ વસ્તુઓ અહીં ના થઇ શકે. હિન્દુસ્તાને એ ગેરસમજણમાં ના રહેવું જોઇએ. કોઇ અમને થપ્પડ મારે અમે બીજો ગાલ આગળ કરવામાં વિશ્વાસ નથી રાખતા. આપણે ઇંટનો જવાબ પત્થરથી આપવો જોઇએ.

musharraf
મુશર્રફે કાશ્મીર પર ભારતને ધમકી આપતા જણાવ્યું છે કે 'કાશ્મીરમાં આગળ અને પાછળ બંને તરફથી અમે ભારતીય ફોઝની વિરુદ્ધ યુદ્ધ કરી શકીએ છીએ. તેઓ કોઇ ગેરસમજણમાં ના રહે. અમારામાં એટલી ક્ષમતા છે કે અમે તેનો બેવડો જવાબ આપી શકીએ છીએ. સેના જ નહીં અમારી પાસે બીજા અન્ય સોર્સ પણ છે. કાશ્મીરમાં તેમની વિરુદ્ધ લોકો આગળ આવી રહ્યા છે. તેમને બસ વધારે ભડકાવવાની જરૂર છે અને અહીંથી લાખો લોકો કાશ્મીર જવા માટે પણ તૈયાર છે. તેઓ કાશ્મીરમાં પોતાના ભાઇઓની સાથે લડવા માટે તૈયાર છે.'

મુશર્રફે આ ઇંટર્વ્યૂમાં મોદી પર પણ પ્રહારો કર્યા. મુશર્રફે જણાવ્યું કે 'વડાપ્રધાન બનતા પહેલા મોદીની છબી એંટી મુસલમાન અને એંટી પાકિસ્તાન હતી. ગુજરાતમાં જે કંઇ પણ બન્યું તે આખી દુનિયાને ખબર છે. હવે તે અંગે દુનિયાને ખબર પડી રહી છે.'

nawaz sharif
આ ઇંટર્વ્યૂમાં મુશર્રફે મોદીના આમંત્રણ પર ભારત જનારા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પર પણ પ્રહાર કર્યો. મુશર્રફે જણાવ્યું કે આપણે તેમને મળવા માટે દોડી જઇએ છીએ. નવાઝે ભારતીય વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું, તેઓ તો ના આવ્યા. પરંતુ નવાઝ શરીફ મળવા માટે ચાલ્યા ગયા.

English summary
Pakistan needs to 'incite' those 'fighting' in Kashmir: Musharraf
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X