For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન પ્લેન ક્રૅશ: પાઇલટો કોરોના વાઇરસ વિશે વાત કરી રહ્યા હતા

પાકિસ્તાન પ્લેન ક્રૅશ: પાઇલટો કોરોના વાઇરસ વિશે વાત કરી રહ્યા હતા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કરાચી વિમાનદુર્ઘટનાની તસવીર

પાકિસ્તાનમાં ગયા મહિને થયેલી વિમાનદુર્ઘટના પાઇલટ તથા ઍરટ્રાફિક કંટ્રોલની 'માનવીય ભૂલ'ને કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પ્રાથમિક તપાસ વિશે દેશની સંસદને માહિતી આપતા ઉડ્ડયનપ્રધાન ગુલામ સરવર ખાને કહ્યું હતું કે તેઓ નિર્ધારિત પ્રોટોકોલને અનુસરવામાં નિષ્ફળ રહ્યા હતા.

તેમણે કહ્યું કે કોરોના વાઇરસની મહામારીને કારણે પાઇલટ્સ ધ્યાન ભટકી ગયા હતા અને તેઓ કોરોના વાઇરસ વિશે વાત કરી રહ્યા હતા.

તા. 22મી મેના રોજ પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીના રહેણાક વિસ્તાર પર પેસેન્જર પ્લેન તૂટી પડ્યું હતું, જેમાં માત્ર બે મુસાફરનો આબાદ બચાવ થયો હતો.

ખાનના કહેવા પ્રમાણે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સના વિમાન ઍરબસ એ320માં કોઈ સમસ્યા ન હતી.

ખાને ઉમેર્યું, "પાઇલટે ઍરટ્રાફિક કંટ્રોલરો (એ.ટી.સી.) તથા એ.ટી.સી.એ આપેલી સૂચનાઓને અવગણી હતી, જ્યારે એ.ટી.સી.એ એન્જિનને થયેલી ક્ષતિ અંગે પાઇલટને માહિતી આપી ન હતી."

કરાચીના ઝીણા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી લાહોર જવા રવાના થયું, ત્યારે શહેરના રહેણાક વિસ્તાર ઉપર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

ખાનના કહેવા પ્રમાણે, પહેલાં પાઇલટ લૅન્ડિંગ ગિયરને યોગ્ય રીતે ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તેઓ રનવે ઉપર લૅન્ડિંગ કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને ફરી ટેકઑફ કરાવ્યું હતું.

ખાનના કહેવા પ્રમાણે, વિમાન બીજી વખત લૅન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે ઍરટ્રાફિક કંટ્રોલર એન્જિનને થયેલા નુકસાન વિશે પાઇલટને જણાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

વિમાનમાં શું થું હતું?

https://www.youtube.com/watch?v=G2Q_jgEtkoo

દુર્ઘટના બાદ બીજી વખત લૅન્ડિંગના પ્રયાસ સમયે પાઇલટ તથા ઍરટ્રાફિક કંટ્રોલર વચ્ચે જે વાતચીત થઈ હતી, તે પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થઈ હતી. જેમાં પાઇલટને 'એન્જિન ગયા' એમ કહેતા સાંભળી શકાય છે.

ઍરટ્રાફિક કંટ્રોલર પૂછે છે કે શું તે 'બેલી લૅન્ડિંગ' કરશે, જેના જવાબમાં પાઇલટ કહે છે 'મેડે, મેડે, મેડે' - પ્લેન તથા એ.ટી.સી વચ્ચે થયેલો આ છેલ્લો સંવાદ હતો. જ્યારે કોઈ વિમાન કે જહાજ મુસીબતમાં હોય ત્યારે 'મેડે'ની ચેતવણી ઉચ્ચારે છે.

બચી ગયેલા બે મુસાફરમાંથી એક મોહમ્મદ ઝુબૈરના કહેવા પ્રમાણે, પહેલી વખતના લૅન્ડિંગ પ્રયાસ તથા બીજી વખતના પ્રયાસની વચ્ચે 10થી 15 મિનિટનો ગાળો હતો. તેમણે કહ્યું, "તેઓ વિમાનને સારી રીતે ઉડાવી રહ્યા હતા, વિમાન ક્રૅશ થશે એવી કોઇનેય આશંકા ન હતી."

વર્ષ 2014માં પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સે આ વિમાન ખરીદ્યું હતું. ગત વર્ષે નવેમ્બર મહિનામાં તેની ઉડ્ડયનક્ષમતા તપાસવામાં આવી હતી.

પાકિસ્તાન દ્વારા કોરોના વાઇરસને પગલે કૉમર્શિયલ ઉડ્ડાણોને મોકૂફ કરી દેવામાં આવી હતી, તેને ફરી શરૂ કરવામાં આવી, તેના ગણતરીના દિવસોમાં આ દુર્ઘટના ઘટી હતી.


પાકિસ્તાન અને હવાદુર્ઘટના

દુર્ઘટનાસ્થળની તસવીર

હવાઈ અકસ્માતના આંકડા એકઠા કરનારી સંસ્થા 'ઍરક્રાફ્ટ ક્રૅશ રૅકર્ડ ઑફિસ' અનુસાર, પાકિસ્તાનમાં અત્યાર સુધી 80થી વધુ વિમાનદુર્ઘટના ઘટી છે. જેમાં એક હજાર કરતાં વધુ લોકો માર્યા ગયા છે.

પાકિસ્તાનમાં સૌથી મોટો હવાઈ અકસ્માત 28 જુલાઈ, 2010ના રોજ થયો હતો.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પાસે થયેલા આ અકસ્માતમાં 152 લોકો માર્યા ગયા હતા.

20 એપ્રિલ, 2012ના રોજ ઇસ્લામાબાદમાં જ વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં 127 લોકો માર્યા ગયા હતા.


કોરોના વાઇરસ

https://www.youtube.com/watch?v=iUJRUnlLQMw&t=

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Pakistan Plane Crash: The pilots were talking about the Corona virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X