For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

500 આતંકવાદીઓને ફાંસી આપવાની પાકની તૈયારી ચિંતાજનક: એમનેસ્ટી

|
Google Oneindia Gujarati News

લંડન, 24 ડિસેમ્બર: માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઇંટરનેશનલે 500 આતંકવાદીઓને ફાંસી આપવાની પાકિસ્તાનની યોજનાને 'ખૂબ જ ચિંતાજનક' ગણાવતા જણાવ્યું છે કે પેશાવર સ્થિત એક શાળામાં કત્લેઆમ બાદ સરકારના આ નિર્ણયથી દેશમાં હિંસા વધી શકે છે.

સંગઠનના એશિયા પ્રશાંત ક્ષેત્રના ઉપનિર્દેશક ડેવિડ ગ્રિફિથ્સે જણાવ્યું, 'ફાંસીની યોજના જે આંકડા બતાવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે અને તે સરકાર તરફથી વ્યાપક પ્રતિગમન છે, જે ગયા અઠવાડીયા સુધી ફાંસી પર પ્રતિબંધ હતો. '

ગ્રિફિથ્સે જણાવ્યું કે પાકિસ્તાને ગયા અઠવાડીયે પેશાવરમાં ભીષણ ત્રાસદી જોઇ, પરંતુ મૃત્યુદંડ પર આવવું અને પેન્ડિંગ સમસ્યાઓને ઉકેલવાને બદલે મોટી સંખ્યામાં ફાંસી આપવાની જાહેરાત કરવી હિંસાનું જોખમ અને માનવાધિકારનું ઉલ્લંઘનની દ્રષ્ટિએ ચિંતાજનક છે.

terrorist
પાકિસ્તાને જણાવ્યું કે તે દયા અરજી રદ કરવા અને ફાંસીની સજા પર 2008ના પ્રતિબંધને હટાવ્યા બાદ 500 દોષી આતંકવાદીઓમાંથી ઓછામાં ઓછા 55ને ફાંસી પર ચઢાવવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાને 2012 બાદ ગયા શુક્રવારે પહેલી વાર ફાંસીની સજાનેં અંજામ આપ્યું અને લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો. આ લોકો તાલિબાનના બે અલગ અલગ હુમલામાં દોષી હતા.

રવિવારે ચાર આતંકવાદીઓને ફાંસી આપવામાં આવી જે પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફ પર હુમલાના દોષી હતા, તેની સાથે ફાંસી પર ચડાવવામાં આવેલા લોકોની સંખ્યા છ થઇ ગઇ છે.

પાકિસ્તાનના ગૂહ મંત્રાલયે જણાવ્યું હતું કે અદાલત દ્વારા મોતની સજા મેળવનાર 500થી વધારે વ્યકિ્તઓ પેશાવર હુમલા પછી સરકાર દ્વારા મોતની સજા પરથી હટાવાયેલા પ્રતિબંધ પછી ફાંસી આપવા માટેની કતારમાં છે.

English summary
Pakistan plans execute 500 more prisoners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X