For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન પીએમના મંત્રીએ કર્યુ આતંકી હાફિઝ સઈદનું સમર્થન, સામે આવ્યો વીડિયો

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભલે દાવા કરતા રહેતા હોય કે તેમના સરજમીન પર આતંકવાદ માટે કોઈ જગ્યા નથી પરંતુ તેમના મંત્રી પીએમની જ વાતને ખોટી સાબિત કરવામાં લાગી ગયા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ભલે દાવા કરતા રહેતા હોય કે તેમના સરજમીન પર આતંકવાદ માટે કોઈ જગ્યા નથી પરંતુ તેમના મંત્રી પીએમની જ વાતને ખોટી સાબિત કરવામાં લાગી ગયા છે. ઈમરાનની કેબિનેટમાં આંતરિક મંત્રાલયની જવાબદારી સંભાળી રહેલા શહરયાર ખા ન આફ્રિદીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આફ્રીદિ, લશ્કર-એ-તોઈબાના ફાઉન્ડર હાફિજ સઈદ માટે ખુલ્લેઆમ પોતાનું સમર્થન આપી રહ્યા છે. માત્ર હાફિઝ જ નહિ પરંતુ આફ્રીદિ તેમની સંસ્થા મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ) ના પણ ગુણગાન કરી રહ્યા છે. એમએમએલને અમેરિકાએ આ વર્ષે એપ્રિલમાં આતંકી સંગઠન ઘોષિત કર્યુ હતુ. શહરયાર જો કે ઈમરાનની સરકારમાં રાજ્યમંત્રીનું કેબિનેટ રાખે છે પરંતુ તેમનો આ વીડિયો પીએમ માટે માથાનો દુખાવો બની શકે છે.

આ પણ વાંચોઃ VIDEO: લગ્ન બાદ સાઈના-કશ્યપનો રોમેન્ટિક ડાંસ, બધાની સામે કરી સાઈનાને કિસઆ પણ વાંચોઃ VIDEO: લગ્ન બાદ સાઈના-કશ્યપનો રોમેન્ટિક ડાંસ, બધાની સામે કરી સાઈનાને કિસ

hafiz said

ઈમરાનની કેબિનેટમાં રાજ્યમંત્રીનો દરજ્જો

આ વીડિયો બે મિનિટનો છે અને તેને મોબાઈલ ફોનથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો એ સમયનો છે જ્યારે અફરીદી, એમએમએલના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ વીડિયોમાં એમએમએલના પ્રતિનિધિઓને અફરીદી સાથે પાર્ટીની સમસ્યાઓ વિશે જણાવતા સાંભળી શકાય છે. પ્રતિનિધિ અફરીદીને જણાવી રહ્યા છે કે પાકિસ્તાન ઈલેક્શન કમિશન સામે પોતાની પાર્ટીને રજિસ્ટર કરાવવામાં તેમને મુશ્કેલી આવી રહી છે. વીડિયોમાં અફરીદીને પાર્ટીના સભ્યો ઉર્દૂ ભાષામાં કહી રહ્યા છે, 'એમએમએલના રજિસ્ટ્રેશન બાબત ઈસ્લામાબાદ હાઈકોર્ટે એક હુકમ ચૂંટણી કમિશનને આપ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યુ છે કે એમએમએલને રજિસ્ટર કરવામાં આવે.' અમેરિકાએ એમએમએલને આતંકી સંગઠનોની યાદીમાં રાખ્યુ છે અને તેને હજુ સુધી રજિસ્ટર કરવામાં આવ્યુ નથી. આ સાથે એમએમએલના પ્રતિનિધિઓએ અફરીદીને જણાવ્યુ, અમેરિકાનું કહેવુ છે કે સહ હાફિઝ સઈદનું સંગઠન છે અને અમે આને બાકીના આતંકી સંગઠનોની લિસ્ટમાં નાખી રહ્યા છે.

ગ્રે લિસ્ટમાં છે પાકિસ્તાન

ત્યારબાદ અફરીદી તેમને કહે છે, 'હું તમને અનુરોધ કરુ છુ કે તમે લોકો આવો અને અસેમ્બલાં બેસો પછી જોઈએ છે કે આપણને બાકીનાઓથી સમર્થન મળે છે કે નહિ.' અફરીદીએ પણ ઉર્દૂ ભાષામાં જ જવાબ આપ્યો. આ વીડિયો એવો સમયે આવ્યો છે જ્યારે ભારત અને બીજા પશ્ચિમી દેશ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની રિવ્યુ મીટિંગમાં પાકિસ્તાન માટે એક મજબૂત રજૂઆત કરવાની તૈયારીમાં છે. આ કેસ હેઠળ એ સંદેશ આપવાની કોશિશ કરવામાં આવશે કે લશ્કર જેવા આતંકી સંગઠનોને મળી રહેલી આર્થિક મદદ પર લગામ લગાવવા માટે પાકે હજુ સુધી કોઈ પણ પગલાં લીધા નથી. એફએટીએફ પેરિસ સ્થિત એક સંસ્થા છે જે આતંકી સંગઠનોને મળી રહેલી આર્થિક મદદ પર નજર રાખે છે. આ સંસ્થાએ આ વર્ષે જૂનમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યુ હતુ. આ નિર્ણયનું સ્વાગત પાકિસ્તાનના નજીકના ચીને પણ કર્યુ હતુ અને નિર્ણયમાં તેમનું સમર્થન પણ સંસ્થાને મળ્યુ હતુ.

English summary
Pakistan PM Imran Khan's minister Shehryar Khan Afridi caught on video expressing support for Lashkar-e-Taiba founder Hafiz Saeed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X