For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે શરીફ મળશે ઓબામાને: ઉઠાવશે કાશ્મીર અને ડ્રોન મુદ્દા

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 23 ઓક્ટોબર : પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ આજે વૉશિંગ્ટન સ્થિત વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાની સાથે મુલાકાત યોજવાના છે. આ મુલાકાતમાં તેઓ પાકિસ્તાનમાં અમેરિકાના ડ્રોન હુમલા રોકવા અને કાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થતા કે દરમિયાનગીરી મુદ્દે વાત કરશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકાએ આ મુલાકાત પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે કાશ્મીર મુદ્દે જેવા ભારત પાકિસ્તાનના અંગત મુદ્દાઓમાં તે દરમિયાનગીરી નહીં કરે અને પોતાની નીતિમાં કોઇ ફેરફાર નહીં કરે. પાકિસ્તાનનું માનવું છે કે ભારત પર અમેરિકાનો પ્રભાવ વધી રહ્યો છે અને અમેરિકા પાસે મુદ્દાઓના ઉકેલ માટેની સંસ્કૃતિને વધારવાની ક્ષમતા છે.

pakistan-pm-sharif-to-meet-obama-today-raise-drone-and-kashmir-issues

કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે ભારતે પણ પહેલેથી સ્પષ્ટ કરી દીધું છે કે આ મુદ્દે તે ત્રીજા પક્ષની દરમિયાનગીરી ઉચ્છતો નથી. કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે.

નોંધનીય છે કે ઓબામા અને શરીફ વચ્ચે 90 મીનિટની મુલાકાત યોજાશે. આ મુલાકાતમાં ડ્રોન હુમલા અને કાશ્મીર મુદ્દા ઉપરાંત પાકિસ્તાનમાં ઉર્જા, વેપાર, આર્થિક વિકાસ વગેરે જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને તેમાં અમેરિકાનો સહયોગ પણ માંગવામાં આવશે.

વર્તમાન સ્થિતિમાં એક તરફ નવાઝ શરીફ ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરે છે પરંચુ બીજી તરફ પાકિસ્તાનના કટ્ટરવાદીઓ દ્વારા ભારતમાં હુમલા અને ઘૂસણખોરી કરવામાં આવી રહી છે.

English summary
Pakistan PM Sharif to meet Obama today; raise drone and Kashmir issues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X