For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન ચૂંટણી 2018: બલુચિસ્તાનના ક્વેટામાં આતંકી હુમલો, 31 ના મોત

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યુ છે અને તે જ વખતે બલુચિસ્તાનના ક્વેટા પ્રાંતમાં એક આતંકી હુમલો થયો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યુ છે અને તે જ વખતે બલુચિસ્તાનના ક્વેટા પ્રાંતમાં એક આતંકી હુમલો થયો છે. જેમાં 31 લોકોના મોત નીપજ્યા છે. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પોલિંગ બુથની નજીક હુમલો થયો છે જેમાં ઓછામાં ઓછા 30 લોકોના ઘાયલ થયાના સમાચાર છે. પાકિસ્તાનમાં આજે ચૂંટણી છે અને લોકો પોતાના નવા પ્રધાનમંત્રી ચૂંટવા મતદાન માટે આવી રહ્યા છે.

pak election

પાકિસ્તાન મીડિયા અનુસાર સવારે 11 વાગે એક પોલિંગ બુથ નજીક આત્મઘાતી હુમલો થયો છે. ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. બલુચ પ્રાંતના ડીઆઈજી અબ્દુલ રજ્જાકે કહ્યુ કે ઘાયલ લોકોને સાંદેમાન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બલુચિસ્તાનમાં આ પહેલા મંગળવારે ઈલેક્શનમાં મુશ્કેલી ઉભી કરનાર લોકોની પોલિસે ધરપકડ કરી હતી.

પાકિસ્તાનમાં 11મી સામાન્ય ચૂંટણીમાં પોલિસ અને સેનાએ સિક્યોરિટી પોતાના હાથમાં લીધી છે. હાલમાં આ હુમલાની કોઈ પણ આતંકી સંગઠને જવાબદારીલ લીધી નથી.

English summary
Pakistan Polls 2018: many killed in a blast near Balochistan's Quetta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X