For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરતારપુર કૉરિડોર કોઈ ગુગલી નહિ પરંતુ સ્ટ્રેટ ડ્રાઈવ છેઃ પાક પીએમ ઈમરાન ખાન

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું કહેવુ છે કે કરતારપુર કૉરિડોરની ઓપનિંગ કોઈ ગુગલી નથી પરંતુ તેમનો આ નિર્ણય એક સ્ટ્રેટ ડ્રાઈવ હતી.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું કહેવુ છે કે કરતારપુર કૉરિડોરની ઓપનિંગ કોઈ ગુગલી નથી પરંતુ તેમનો આ નિર્ણય એક સ્ટ્રેટ ડ્રાઈવ હતી. ઈમરાને આ નિવેદન સાથે પોતાના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીની ટિપ્પણીથી અલગ વાત કહી છે. છેલ્લા થોડા દિવસોમાં પાકિસ્તાન તરફથી કરતારપુર કૉરિડોરની ઓપનિંગમાં ભારતમાંથી કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને હરદીપ સિંહ પૂરી સાથે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાને 28 નવેમ્બરે કરતારપુર કૉરિડોર ખોલ્યો હતો.

આ પણ વાંચોઃ રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિરઃ રાજનાથ સિંહઆ પણ વાંચોઃ રામલલ્લાનો વનવાસ ખતમ, જલ્દી બનશે રામ મંદિરઃ રાજનાથ સિંહ

ઈમરાને કહ્યુ ભારત સાથે સંબંધો અંગે ગંભીર

ઈમરાને કહ્યુ ભારત સાથે સંબંધો અંગે ગંભીર

ગયા સપ્તાહે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ હતુ કે પીએમ ઈમરાન ખાને ભારતની સરકાર સામે ગુગલી નાખી હતી. કુરેશીએ કહ્યુ હતુ કે ખાને કરતારપુર કૉરિડોર પર ભારતીય સરકારની હાજરી સુનિશ્ચિત કરવા માટે ગુગલી નાખી અને ભારત તેમાં ફસાઈ ગયુ. કુરેશીના આ નિવેદન પર ઘણો વિવાદ થયો. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે નિવેદન પર કહ્યુ કે કુરેશીના નિવેદને તેમની પોલ ખોલી દીધી છે અને હવે આ સ્પષ્ટ છે કે પાકિસ્તાનને શીખોની સંવેદનાઓની કોઈ કદર નથી. ઈમરાનને આ વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. સુષ્મા અને કુરેશી વચ્ચે ચાલી રહેલ શબ્દોની જંગ પર જ્યારે ઈમરાનની પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેમનું કહેવુ હતુ કે પાકિસ્તાન ભારત સાથે શાંતિ અને સારા સંબંધો અંગે ગંભીર છે.

ઈમરાન બોલ્યા કોઈ ગુગલી નથી કરતારપુર કૉરિડોર

ઈમરાન બોલ્યા કોઈ ગુગલી નથી કરતારપુર કૉરિડોર

ઈમરાને જિયો ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યુ, ‘કરતારપુર કૉરિડોરની ઓપનિંગ કોઈ ગુગલી નથી કે પછી ડબલ ગેમ નહોતી પરંતુ એક સીધો સપાટ નિર્ણય હતો.' 26 નવેમ્બરે ભારતમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તરફથી કરતારપુર કૉરિડોરનો પાયો પંજાબના ગુરદાસપુરમાં રાખવામાં આવ્યો. શનિવારે સુષ્મા તરફથી એક બાદ એક ઘણા ટ્વિટ કરવામાં આવ્યા. આ ટ્વિટ્સમાં સુષ્માએ લખ્યુ હતુ, ‘પાકિસ્તાનના માનનીય વિદેશ મંત્રીજી- તમારી ગુગલી કમેન્ટ ખૂબ જ નાટકીય રીતે કરવામાં આવેલી ટીપ્પણી છે જેણે તમારી પોલ ખોલી દીધી છે. સુષ્માએ વધુ એક ટ્વિટ કર્યુ અને લખ્યુ, ‘હું તમને કહુ કે અમે તમારી ગુગલીમાં નહોતા ફસાયા. અમારા બે શીખ મંત્રી કરતારપુર સાહિબ ગયા હતા જેથી તે પવિત્ર ગુરુદ્વારામાં પ્રાર્થના કરી શકે.'

છ મહિનાની અંદર પૂરુ થશે કૉરિડોરનું કામ

છ મહિનાની અંદર પૂરુ થશે કૉરિડોરનું કામ

ગુગલી ક્રિકેટના ખેલમાં મોટી મહારતથી ફેંકાતી લેગ-સ્પિનર ડિલીવર છે જેને લેગ સ્પિન ટેકનિકનો ઉપયોગ કરીને ફેંકવામાં આવે છે. આજ સુધી કોઈ પણ બેટ્સમેન આ બોલિંગ ટ્રિકનો તોડ શોધી શક્યુ નથી. કરતારપુર કૉરિડોર ભારતીય શીખોને કરતારપુર સાહિબ સાથે જોડશે. આ એ જ જગ્યા છે જ્યાં શીખ ધર્મના સંસ્થાપર ગુરુ નાનક દેવજીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે નિધન પહેલા 18 વર્ષ અહીં જ વીતાવ્યા હતા. કૉરિડોર પાકિસ્તાનના કરતારપુરને ગુરદાસપુરના ડેરા બાબા નાનક ધર્મ સ્થળ સાથે જોડશે. માનવામાં આવી રહ્યુ છે કે છ મહિનાની અંદર કરતારપુર કૉરિડોરનું કામ પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ એવી યુનિવર્સિટી છે જ્યાં પ્રવેશતા શરૂ થાય છે જૂઠની પીએમડીઃ પીએમ મોદીઆ પણ વાંચોઃ કોંગ્રેસ એવી યુનિવર્સિટી છે જ્યાં પ્રવેશતા શરૂ થાય છે જૂઠની પીએમડીઃ પીએમ મોદી

English summary
Pakistan Prime Minister Imran Khan has said that Kartarpur Corridor opening was not a Googly but a straight drive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X