For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘વાતચીત દ્વારા ભારત ઉકેલે કાશ્મીરનો મુદ્દો' : પાકના નવા પીએમ ઈમરાન ખાન

પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાન સત્તામાં આવતા જ કાશ્મીરનો રાગ આલાપવાનું શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઈમરાન ખાન સત્તામાં આવતા જ કાશ્મીરનો રાગ આલાપવાનું શરૂ કરી દીધુ છે. પીએમ ઈમરાને ભારતને અપીલ કરી છે કે બંને દેશોએ વાતચીત દ્વારા કાશ્મીર અને બાકીના વિવાદિત મુદ્દાઓ ઉકેલવા જોઈએ. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાને કહ્યુ કે બંને પડોશી મુલ્કો વચ્ચે વાતચીત અને વેપાર અહીંના લોકોને ગરીબીમાંથી બહાર લાવી શકે છે અને આનાથી બંને દેશના લોકોને ઘણો ફાયદો થશે.

ટ્વિટર પર કાશ્મીરની અપીલ

ઈમરાને માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર દ્વારા ભારતને કાશ્મીર પર અપીલ કરી છે. ઈમરાને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યુ છે, ‘ભારત અને પાકિસ્તાન બંને દેશોને આગળ વધવા માટે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા પડશે. ગરીબી દૂર કરવા અને ઉપમહાદ્વીપના લોકોનું સ્તર ઉચુ લાવવા માટે સર્વશ્રેષ્ઠ રીત છે કે આપણે આપણા મતભેદોને વાતચીત દ્વ્રારા ઉકેલીએ અને વેપારને આગળ વધારીએ.' આ પહેલી વાર નથી જ્યારે ઈમરાને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હોય. 25 જુલાઈએ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પણ ઈમરાને પોતાની વિનિંગ સ્પીચમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવજોત સિંહ સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યાઆ પણ વાંચોઃ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવજોત સિંહ સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા

વિદેશ મંત્રીએ આપ્યુ ખોટુ નિવેદન

વિદેશ મંત્રીએ આપ્યુ ખોટુ નિવેદન

ઈમરાન ખાન તરફથી ભારત સાથે વાતચીતની અપીલ પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીના એ દાવા બાદ કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યુ હતુ કે ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ખાનને અભિનંદન આપવા સાથે વાતચીત પુનઃસ્થાપિત કરવા માટે પણ કહ્યુ છે. જો કે ભારતે એ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો કે પીએમ મોદીએ માત્ર ઈમરાન ખાનને પીએમ બનવાના અભિનંદન એક ચિઠ્ઠી દ્વારા આપ્યા છે.

સિદ્ધુના મુરીદ ઈમરાન

સિદ્ધુના મુરીદ ઈમરાન

ઈમરાને વાતચીત પુનઃસ્થાપિત કરવાનો આગ્રહ રાખ્યો અને કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ રુકાવટ વિના વાતચીતની સખત જરૂર છે. તેમની માનીએ તો બંને દેશ એ સ્થિતિમાં નથી તે કોઈ પણ જોખમ લઈ શકે. ઈમરાન ખાને કોંગ્રેસ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુને શાંતિદૂત ગણાવ્યા છે. મંગળવારે ઈમરાને ટ્વિટર પર લખ્યુ, ‘પાકિસ્તાનમાં મારા શપથગ્રહણમાં શામેલ થવા માટે હું સિદ્ધુનો આભાર વ્યક્ત કરુ છુ. તે અહી શાંતિના દૂત બનીને આવ્યા હતા અને તેમને અહીં પાકિસ્તાનના લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો.' ઈમરાને કહ્યુ કે જે લોકો આ શપથગ્રહણમાં આવવા પર સિદ્ધુને નિશાન બનાવી રહ્યા છે તે શાંતિની કોશિશોને નુકશાન પહોંચાડી રહ્યા છે..

આ પણ વાંચોઃ બજરંગદળનું એલાનઃ 'નવજોત સિદ્ધુનું માથુ કાપીને લાવનારને આપશે 5 લાખ'આ પણ વાંચોઃ બજરંગદળનું એલાનઃ 'નવજોત સિદ્ધુનું માથુ કાપીને લાવનારને આપશે 5 લાખ'

English summary
Pakistan Prime Minister Imran Khan says lets talk and resolve issues like Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X