• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્વિસ બેન્કોમાં ભારત કરતા પાકિસ્તાનનું નાણું વધારે

|

જ્યૂરિખ/નવી દિલ્હી, 21 જૂન: પાકિસ્તાન સ્વિસ બેન્કોમાં રાખવામાં આવેલા રૂપિયાના મામલામાં ભારતથી આગળ નીકળી ગયું છે. પાકિસ્તાની નાગરિકો અને યુનિટોએ સ્વિસ બેન્કોમાં 144.1 કરોડ સ્વિસ ફ્રેંક(ભારતીય રૂપિયાના હિસાબથી લગભગ 9,200 કરોડ) રાખવામાં આવ્યા છે.

સ્વિસ નેશનલ બેન્ક એટલે કે એસએનબીના આંકડાઓ અનુસાર પાકિસ્તાની નાગરિકો અને યુનિટોનું સ્વિસ બેન્કોમાં જમા ધનરાશિ ભારતીયોની જમા ધનરાશિની તુલનામાં 1.5 ટકા વધારે છે. ભારતીયોના સ્વિસ બેન્કોમાં 142.1 કરોડ સ્વિસ ફ્રૈંક (લગભગ 9,100 કરોડ રૂપિયા) જમા છે.

સ્વિટ્ઝર્લેન્ડની કેન્દ્રીય બેન્ક આવા આંકડા 2002થી એકત્રિત કરી રહી છે. ત્યારથી પાકિસ્તાનના મામલામાં આ આંકડા સૌથી ઓછા છે. વર્ષ 2005માં સ્વિસ બેન્કોમાં પાકિસ્તાની નાગરિકો અને યુનિટ દ્વારા જમા ધનરાશિ 3 અરબ સ્વિસ ફ્રૈંકથી વધારે હતું જે 2010માં 1.95 અરબ સ્વિસ ફ્રૈંક રહી ગયું. પાકિસ્તાનના નાગરિકો તથા યુનિટો દ્વારા સ્વિસ બેન્કોમાં જમા ધનરાશિ 31 ડિસેમ્બર 2012ના રોજ પાકિસ્તાની રુપિયાના હિસાબથી 15000 કરોડ હતી.

સ્વિટ્ઝર્લેન્ડના કેન્દ્રીય બેન્કની વાર્ષિક રિપોર્ટ અનુસાર આ વર્ષે 2011ની તુલનામાં લગભગ 32 ટકા ઓછા છે. વર્ષ 2011ના અંતમાં પાકિસ્તાનીઓના 211.9 કરોડ સ્વિસ ફ્રૈંક(લગભગ 23000 પાકિસ્તાની રૂપિયા) સ્વિસ બેન્કના ખાતામાં જમાં છે.

English summary
When it comes to money in Swiss banks, Pakistan has a slight edge over India with total funds amounting to 1,441 million Swiss francs (about Rs 9,200 crore) held there by Pakistani individuals and entities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X