રોષે ભરાયેલા પાકિસ્તાને આ મહત્વની સેવા કરી બંધ, ભારતે આપ્યો વળતો જવાબ
ભારતે જમ્મુ-કાશ્મીરમાં આર્ટૂીકલ 370 ખતમ કરી દેતા પાકિસ્તાન બોખલાયું છે. સરહદ પર તે અવાર નવાર સીફાયરનુ ઉલ્લંઘન કરતું રહે છે. ભારતિય સેના પણ દરવખતે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપતી હોય છે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370ને ખતમ કરતા તેના વિરોધમાં પાકિસ્તાને જોરશોરથી તેનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મામલાને લઇ જવાની કોશીષ કરી હતી પરંતું તે નિષ્ફળ રહ્યું હતું. જેથી બોખલાયેલા પાકિસ્તાને તાજેતરમાં ભારત સાથેની પોસ્ટલ સેવા બંધ કરી દીધી છે. ઉલ્લેખનિય છેકે પાકિસ્તાને આ પગલું પગલુ પ્રથમ વખત ઉઠાવ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ ત્રણ યુદ્ધો દરમિયાન પણ આ સેવા બંધ કરાઇ ન હતી. પાકિસ્તાને છેલ્લા દોઢ મહિનાથી ભારતથી આવતી ટપાલોને સ્વિકારવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાને 27 ઓગસ્ટે ભારતનું છેલ્લું પોસ્ટલ કંસાઇનમેંટ રીસીવ કર્યું હતું.
ભારતે પણ લીધા આ પગલા
પાકિસ્તાનના આ વલણના કારણે ભારતે પણ વળતો જવાબ આપી પાકિસ્તાનથી આવતા પોસ્ટલ કંસાઇનમેન્ટ સ્વિકારવા પર રોક લગાવી દીધી છે. ભારતના ડાયરેક્ટર ઓપ પોસ્ટલ સર્વિસેઝ RV ચૌધરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ઉઠાવેલા આ પગલાથી મજબુર થઇને અમે પોસ્ટલ સેવા પર રોક લગાવી છે. પાકિસ્તાન આ પાબંધી ક્યારે હટાવશે તેની કોઇ જાણકારી અમારી પાસે નથી. ઉલ્લેખનિય છેકે ભારતના 28 ફોરેન પોસ્ટ ઓફિસમાંની દિલ્હી અને મૂંબઇની બ્રાંચ માંથી જ પાકિસ્તાનમાં ટપાલ મોકલી શકાય છે.
પોસ્ટલ સેવા બંધ થતા આ કામોમાં પડશે મુશ્કેલી
દિલ્હીના FPO સુપ્રિટેડેંટ સતિશ કુમારે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં મોટાભાગના પોસ્ટલ મેલ આ ઓફીસમાંથી જતા હોય છે. જેમાં મોટાભાગના પંજાબ અને જમ્મું કાશ્મીરના કન્સાઇમેંટ હોય છે. મોટાભાગે તેમાં કોઇ દસ્તાવેજ અથવા બુક્સ વગેરે હોય છે. ઉલ્લેખનિય છેકે પોસ્ટલ સેવા બંધ કરાતા બન્ને દેશોના લાકોના વિઝા જેવા દસ્તાવેજો પહોંચવામાં તકલીફ પડી શકે છે.
ભારતીય સેનાએ POK માં આતંકીઓના 4 લોન્ચ પેડ તબાહ કર્યા