• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાક. તાલીબાનની ધમકીઃ મલાલાને મરવું પડશે

By Super
|
Google Oneindia Gujarati News
ઇસ્લામાબાદ, 11 ઑક્ટોબરઃ 14 વર્ષની પાકિસ્તાની તરૂણી મલાલા યુસુફજાઇ પર હુમલાને લઇને તાલીબાનનું વધુ એક નિવેદન બહાર આવ્યું છે. તાલીબાન પ્રવક્તા એહસાનઉલ્લા એહસાને મંગળવારે કહ્યું કે, જો મલાલા બચી પણ જશે તો પણ તેને જિંદગીને બક્ષવામાં નહીં આવે.

આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાં તાલિબાન દ્વારા 14 વર્ષની પાકિસ્તાની તરૂણી મલાલા પર કરવામાં આવેલા હુમલાને નિંદનીય અને દુઃખદ ગણાવ્યો હતો. આ પહેલા હિલેરી ક્લિન્ટને મલાલાની પ્રસંશા કરતા કહ્યું કે તે પાકિસ્તાનમાં પોતાના વિસ્તારમાં હિંમત સાથે યુવતીઓના અધિકાર માટે અવાજ ઉઠાવતી આી છે. મને લાગે છે કે આપણે મલાલા જેવી સાહસી યવા મહિલાઓની મદદ કરવા માટે પ્રયત્નો કરવા જોઇએ.

પાકિસ્તાનમાં મલાલા યુસુફજાઇ પર ગોળી ચલાવનારા અંગે જાણકારી આપનારાને એક કરોડ પાકિસ્તાની રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે.

નોંધનીય છે કે, તાલીબાની દ્વારા મલાલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. મલાલાને વાગેલી ગોળી ડોક્ટરો દ્વારા સફળતાંપૂર્વક બહાર કાઢી નાંખવામાં આવી છે.

English summary
Tehrik e Taliban Pakistan TTP said they would target the child activist again if she survived.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X