• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાનને 'બ્લેક લિસ્ટ'માં નાખવામાં આવશે કે નહિ, FATFની બેઠકમાં ફેસલો થશે

|

ઈસ્લામાબાદઃ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના બે દિવસીય સત્રમાં ભાગ લેવા માટે આર્થિક મામલાના મંત્રી હમ્માદ અઝહરની આગેવાનીમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સોમવારે પેરિસ પહોંચી ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે એફએટીએફની બેઠકમાં એપ્રિલ 2019 સુધી પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં પરની એક રિપોર્ટ પર ચર્ચા થશે અને તેના પર નિર્ણય લેવામાં આવશે કે ઇસ્લામાબદને અંતર-સરકારી સંગઠનની ગ્રે લિસ્ટથી બહાર રાખવામાં આવે કે નહિ.

એફએટીએફ બેઠકમાં આતંકવાદી ફંડિંગને રોકવા માટે પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાંની પણ સમીક્ષા કરવામાં આવશે. નાણા અને રાજસ્વ મામલામાં વડાપ્રધાનના સલાહકાર અબ્દુલ હાફીઝ શેખ મુજબ ઈસ્લામાબાદે 20 સ્ટેપ્સ લીધાં હતાં અને તે પૂરાં પણ કર્યાં છે.

જો કે સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાને પહેલા જ એફએટીએફની મોટાભાગની ભલામણો લાગૂ કરી દીધી હતી, જેમ કે આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લગાવવો. આ ઉપરાંત તેમણે આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવા માટે પણ પગલાં ઉઠાવ્યાં અને વેપાર કરવાથી રોક લગાવ્યો હતો.

પાછલા અઠવાડિયે મની લૉન્ડ્રિંગ પર એશિયા પેસિફિક ગ્રુપ ઑન(APG)એ પોતાનો બહુ-પ્રતીક્ષિત 228 પાનાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો, જેનું શીર્ષક 'મ્યૂચ્યુઅલ ઈવેલ્યૂએશન રિપોર્ટ 2019' હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને મોટા પાયે 40 માપદંડોમાંથી 36નું આંશિક રૂપે અનુપાલન કર્યું હતું, અને આંશિક રૂપે 40 માપદંડોમાંથી 26નું અનુપાલન કર્યું હતું.

ટેક્નિકલ અનુપાલન રેટિંગના આધારે એપીજી રિપોર્ટથી માલૂમ પડે છે કે પાકિસ્તાને માત્ર એક પેરામીટરનું સંપૂર્ણ રીતે અનુપાલન કર્યું, સમગ્ર રીતે નવનું અનુપાલન કર્યું અને આંશિક રૂતે 40 માપદંડોમાંથી 26નું અનુપાલન કર્યું હતું. એફએટીએફની સમીક્ષાએ જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે સૂચીમાં રાખ્યું હતું અને ગ્રે સૂચીથી બહાર આવવા માટે અનુપાલન માટે સપ્ટેમ્બર 2019 સુધી 27 કાર્ય યોજનાઓ આપી હતી.

પેરિસમાં એફએટીએફની બેઠકની આ આગામી સમીક્ષા હવે ત્રણ સંભાવનાઓ સાથે પાકિસ્તાનની કિસ્મતનો ફેસલો કરશે. સમીક્ષા બાદ તેને ગ્રે લિસ્ટથી કાઢીને ગ્રીન લિસ્ટમાં મૂકવામાં આવી શકે છે, 9થી 12 મહિનાની વિસ્તારિત અવધિ સાથે ગ્રે સૂચીમાં જ રાખવામાં આવી શકે છે અને સૌથી ખરાબ સ્થિતિમાં ત્રીજું પરિદ્રશ્ય આ હોય શકે કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં ખસેડવામાં આવી શકે છે, અને જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યું તો દેશની અર્થવ્યવસ્થા માટે વધુ ગંભીર પરિણામ આવી શકે છે.

પાકિસ્તાન આર્મીનો તેલથી લઈને જૂતા સુધી વેપાર ફેલાયેલો છે

English summary
pakistan will remain in grey list or will be blacklisted? it will be decided in FATF meet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more