• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાની મહિલાઓને ફસાવવા માટે કયા હથકંડા અપનાવી રહ્યા છે ચીની યુવકો

|

પાકિસ્તાનમાં, છેલ્લા કેટલાકદિવસોથી ચીની યુવકોને કારણે, લગ્નમાં દગાનો ભોગ બનેલી મહિલાઓની ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ભૂતકાળમાં, ફક્ત બે જ નહીં, પરંતુ એવી 150 જેટલી મહિલાઓ સામે આવી છે જેમને ચીની યુવકોએ લગ્નના નામ પર દગો કર્યો હતો. આ મહિલાઓને ચીનમાં લઈ જવામાં આવી હતી અને પછી અહીં તેમને વેશ્યાવૃત્તિ જેવા વ્યવસાય તરફ પણ ધકેલી દેવામાં આવી. આમાંની એક મહિલા રાબીયા કંવલએ તેની કહાની કહી છે. તેણે કહ્યું છે કે તેને એક અમીર ચીની મુસ્લિમ યુવાએ ન માત્ર એક સુખદ ભાવિનું વચન આપ્યું, પણ તેમને કહ્યું કે તેઓને પાકિસ્તાનમાં જે સમસ્યાઓ થાય છે, તે તેનો પડછાયાઓ પણ તેણી પર પડવા દેશે નહીં. પરંતુ રાબીયા કંવલને પહેલા જ મુશ્કેલીઓ સમજમાં આવી ગઇ.


જણાવ્યું અમીર ખેડૂત પણ નીકળ્યો ગરીબ

22 વર્ષીય કંવલએ અમેરિકન ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલી એક ઇન્ટરવ્યૂમાં પોતાની આપ વીતી જણાવી છે. તેમણે કહ્યું, "હું પંજાબના ગુંજરાવાળામાં રહેતી હતી, અને મારા બાળપણથી મેં ગરીબી જોયેલી હતી. જ્યારે લગ્નની દરખાસ્ત આવી ત્યારે, હું બિલકુલ ખુશ ન હતી. મને કંઈક ખરાબ થવાનું અનુભવાતું હતું.' રાબીયાએ કહ્યું કે યુવકે કહ્યું હતું કે તે એક અમીર ખેડૂતનો પુત્ર છે. જ્યારે તે એક મહિનાના ટૂરિસ્ટ વિઝા પર પાકિસ્તાન આવ્યો ત્યારે તેને કંવલના માતાપિતાને સાથે મુલાકાત કરી. તેની પાસે એક ચીની-ઉર્દૂ અનુવાદ એપ્લિકેશન હતી, તેની મદદથી તે રાબીયાના માતા-પિતા અને તેની સાથે વાત કરી શકતો હતો. ધીરે ધીરે આ વ્યક્તિએ રાબીયાના માતાપિતા પર સારો પ્રભાવ પાડી લીધો હતો. કંવલના લગ્ન તે વ્યક્તિ સાથે થઇ ગયા અને તે ચીન જતી રહી. ફેબ્રુઆરીમાં ચીનમાં પહોંચ્યા પછી, તેને જે જોવા મળ્યું હતું તેનાથી તે ખુબ જ નિરાશ થઇ ગઈ હતી.જેની સાથે તેના લગ્ન થયા હતા તે અમીર નહિ પરંતુ ગરીબ ખેડૂત હતો, અને સૌથી મોટી વાત એ હતી કે તે મુસ્લિમ ન હતો. પાકિસ્તાની દૂતાવાસની મદદથી, કંવલ પોતાના દેશમાં પછી આવી ગઈ અને અહીં તેણે તલાકની પ્રક્રિયા શરૂ કરી દીધી.

દલાલોને મળતું મોટું કમિશન

કંવલએ કહ્યું, "તેને તેના માતાપિતાને કહ્યું કે તેમના પડોશમાં રહેતી છોકરીઓ ચીનમાં ખુશ છે અને હું પણ ખુશ રહીશ." આ પછી તે ઇસ્લામાબાદમાં બ્રોકરની ઑફિસમાં પતિને મળી હતી. ઓફિસમાં ચીની યુવા અને પાકિસ્તાની મહિલાઓ હતી. કંવલના જણાવ્યા મુજબ, તેના પતિએ તેમને કહ્યું હતું કે તે મુસ્લિમ છે અને તેણે કુરાનની કેટલીક આયાતો પણ સંભળાવી. જ્યારે તે બંને ઇસ્લામાબાદમાં પ્રસિદ્ધ ફૈઝલ મસ્જિદમાં ગયા, ત્યારે કંવલએ ત્યાં તેને ક્યારેય પ્રાર્થના કરતા નથી જોયો. પાકિસ્તાનના તપાસકર્તાઓનું કહેવું છે કે ચીની પુરુષોએ લગ્ન કરવા માટે દલાલોને કમિશન આપ્યું. આ પુરુષો સ્થાનિક મહિલા સાથે લગ્ન કરવા પાકિસ્તાન આવ્યા પછી ત્યાં સુધી ભાડે રહે છે જ્યાં સુધી તેમના લગ્ન ન થઇ જાય.આ પુરુષો લગ્ન ના તમામ ખર્ચા ચૂકવે છે, અને કેટલાક કિસ્સાઓમાં, છોકરીઓના પરિવારને હજારો ડોલરની રકમ પણ આપવામાં આવી છે. તો કેટલાક પુરુષો ચીની અલ્પસંખ્યક મહિલાઓ સાથે લગ્ન કરવા આવતા હતા.

English summary
Pakistan woman has described the horror of human trafficking patterns by a rich Chinese man
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X