આતંકવાદથી ત્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારતની એન્ટ્રીની સલાહ પર પાકિસ્તાન ચિંતાતુર
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત કેટલાય દેશને અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ જંગમાં વધુ પ્રભાવકારી ભૂમિકા નિભાવવાની સલાહ આપ્યા બાદ પાકિસ્તાન માટે ચિંતા વધી ગઈ છે. પાકિસ્તાનના સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાન અફગાનિસ્તાનમાં પોતાના હિતોની રક્ષા કરવામાં સક્ષમ છે અને ભારતને અમારા હિતને નુકસાન પહોંચાડવા દેવામાં નહિ આવે.

અફઘાનિસ્તાનમાં ભારતની એન્ટ્રીની સલાહ
અમેરિકાના અફઘાનિસ્તાનના મામલાામં ભારતને મોટી ભૂમિકા નિભાવવાની વાત કહેવાઈ તેના પર પાકિસ્તાનના સુરક્ષા નિષ્ણાત કમર ચીમાએ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે પાકિસ્તાન પોતાના ખુદના હિતોની રક્ષા કરવામાં સક્ષમ છે અને આનાથી ક્ષેત્રીય અસંતુલન વધશે. તેમણે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટ વિરુદ્ધ સંઘર્ષ માટે ક્ષેત્રીય સંતુલન બહુ જરૂરી છે અને આના માટે સાર્કનું પુનર્ગઠન અને મજબૂત થવું બહુ જરૂરી છે. કોઈપણ દેશનો આનો ઉપયોગ અંગત હિતો માટે નહિ કરવા દેવામાં આવે.

અન્ય દેશનો સહયોગ માંગ્યો
પ્રેસિડેન્ટ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં દશકો ચાલેલ યુદ્ધથી હવે અમેરિકા નિકળવા માંગે છે. અમેરિકી સેના સપ્ટેમ્બર 2001થી જ અફઘાનિસ્તાનમાં છે અને હવે 18 વર્ષ વીતી ગયા બાદ અમેરિકા અન્ય દેશોને યોગદાન આપવાની અપીલ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે માત્ર અમેરિકા જ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડી રહ્યું છે અને 19 વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ તેમને ત્યાં રોકાવવાનો કોઈ ઈરાદો નથી. તેમણે આગળ કહ્યું કે તમે કોઈ આગામી 19 વર્ષ સુધી ત્યાં રોકાવવા માંગતા હોવ તેવું મને નથી લાગતું.

અફઘાનિસ્તાનમાંથી નિકળવા માંગે છે અમેરિકા
ટ્રમ્પે આના એક દિવસ પહેલા જ સંકેત આપ્યા હતા કે તે અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની સંપૂર્ણપણે વાપસી કરાવશે પરંતુ ત્યાં કોઈની હાજરી ઈચ્છે છે જેથી તાલિબાન ફરીથી અફઘનિસ્તાન પર પોતાનું નિયંત્રણ ન કરી શકે.
ત્રણ અઠવાડિયાથી સળગી રહ્યું છે એમેઝોનનું જંગલ, કેટલાય પ્રાણીઓનાં મોત