પીએમ મોદીને ધમકી આપનાર પાક સિંગરના અંતરગ ફોટા, ન્યૂડ વીડિયો વાયરલ
પાકિસ્તાનની પૉપ સિંગર રબી પીરઝાદા હંમેશા પોતાની વિચિત્ર હરકતોના કારણે સમાચારોમાં છવાયેલી રહી છે. હાલમાં જ તે એ સમયે સમાચારોમાં આવી હતી જ્યારે તેણે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાપોથી કરડાવવાની ધમકી આપી હતી. હવે એક વાર ફરીથી રબી પીરઝાદા સમાચારોમાં છે. વાસ્તવમાં રબી પીરઝાદાના અમુક અંતરંગ ફોટા અને નગ્ન વીડિયો ઑનલાઈન લીક થઈ ગયા છે. રબી પીરઝાદાના ફોટા અને વીડિયો લીક થયા બાદ લોકો ટ્વિટર પર ઘણા પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.

થોડા જ કલાકોમાં વાયરલ થયા ફોટા અને વીડિયો
શુક્રવારે થોડા જ કલાકોમાં રબી પીરઝાદાની અંતરંગ ફોટા અને નગ્ન વીડિયો ઑનલાઈન લીક થયા બાદ વાયરલ થઈ ગયા. ત્યારબાદ અમુક લોકોએ રબી પીરઝાદાનો સાથ આપતા યુઝર્સને આ ફોટા અને વીડિયો ફોરવર્ડ ના કરવાની અપીલ કરી. વળી, ઘણા ટ્વિટર યુઝર્સે કહ્યુ કે આ ફોટા અને વીડિયો એટલા માટે લીક થયા છે કારણકે હાલમાં જ પાકિસ્તાની સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ફૂર સાથે રબી પીરઝાદાનો વિવાદ થઈ ગયો હતો. રબી પીરઝાદાનો વીડિયો લીક થવા પર ટ્વિટર પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
રબી પીરઝાદાના પૂર્વ બૉયફ્રેન્ડ પર શંકા

રબી પીરઝાદાના પૂર્વ બૉયફ્રેન્ડ પર શંકા
ટ્વિટર પર એક યુઝરે લખ્યુ, ‘આ ફોટા અને વીડિયો એટલા માટે લીક કરવામાં આવ્યા છે કારણકે આઈટમ સોન્ગ મામલે બચાવ કરવા પર રબી પીરઝાદાએ મેજર જનરલ આસિફ ગફૂરની ટીકા કરી હતી એટલા માટે બધાને તેમના પર શંકા છે.' વાસ્તવમાં રબી પીરઝાદાએ હાલમાં જ એક ફિલ્મ કાફ કંગનામાં નીલમ મુનીરના ડાંસનો બચાવ કરવા પર આસિફ ગફૂરની ટીકા કરી હતી. આ ગીતને ભારતની છબી ખરાબ કરવાની કોશિશ માટે ઑનલાઈન ટ્રોલ કરવામાં આવ્યુ હતુ. વળી, આ સમગ્ર વિવાદમાં રબી પીરઝાદાના પૂર્વ બૉયફ્રેન્ડને પણ શંકાની નજરથી જોવામાં આવી રહ્યો છે. ઘણા બધા યુઝર્સે લખ્યુ કે આ ફોટા અને વીડિયોને લીક કરવા પાછળ રબી પીરઝાદાના પૂર્વ બૉયફ્રેન્ડનો હાથ છે.
આ પણ વાંચોઃ હેપ્પી બર્થડે શાહરુખ ખાનઃ જેમની મોહબ્બત દીવાના બનાવે તે કિંગખાન 54 વર્ષના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી ચૂકી છે ધમકી
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સિંગર રબી પીરઝાદા પૉપ સિંગિંગ ઉપરાંત ઘણા ટીવી શો પણ હોસ્ટ કરી ચૂકી છે. કાશ્મીર પર પોતાના વિવાદિત નિવેદનો માટે પણ તે ચર્ચામાં રહી ચૂકી છે. બલૂચિસ્તાનના ક્વેટામાં જન્મેલી રબી પીરઝાદાનુ નામ વર્ષ 2017માં એ વખતે સમાચારોમાં આવ્યુ હતુ જ્યારે તેમણે બોલિવુડ ઈન્ડસ્ટ્રી અને સલમાન ખાનનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા અને રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કરવા પર રબી પીરઝાદાએ એક વીડિયો જારી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાપથી કરડાવવાની ધમકી આપી.

સુસાઈડ બોમ્બર બની રબી પીરઝાદા
રબી પીરઝાદા થોડા દિવસો પહેલા જ એ વખતે પણ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો. આ ફોટોમાં તે વિસ્ફોટકોયુક્ત એક જેકેટ પહેર્યુ હતુ અને એકદમ કોઈ સુસાઈડ બોમ્બરની જેમ દેખાઈ રહી હતી.આ ફોટાને પોસ્ટ કરવા સાથે જ રબી પીરઝાદાએ ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધમાં ધમકીભરી વાતો લખી. ફોટામાં પીરઝાદાએ પીએમ મોદીની તુલના જર્મનીના તાનાશાહ હિટલર સાથે કરી દીધી. રબી પીરઝાદાના આ ફોટા બાદ યુઝર્સે તેમને નિશાના પર લીધા.