India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પનામા પેપર્સ: PM નવાઝથી એશ-અમિતાભ સુધી, કોઇ ન બચી શક્યું

By Shachi
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ના વડાપ્રધાન નવાઝ શરીફ ને ગુરૂવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પનામા પેપર્સ મામલે મોટી રાહત આપી હતી. હવે પીએમ નવાઝ શરીફની ખુરશી તો નહીં જાય, પરંતુ તેમની બીજી વાર ચકાસણી કરવામાં આવશે. આ મામલો આમ તો વર્ષ 2016નો છે, જ્યારે પનામાની એક લીગલ ફર્મ મોસૈક ફોંસેકાના 10 લાખથી પણ વધુ સિક્રેટ ડૉક્યૂમેન્ટ્સ લીક થઇ ગયા હતા. આ પેપર્સમાં દુનિયાના એવા લોકોના નામ સામે આવ્યા જેઓ ટેક્સ ચોરી માં હોંશિયાર છે. દુનિયાની ઘણી મોટી અને લોકપ્રિય હસતીઓના નામ સામે આવતાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો. આ અંગે જોડાયેલા કેટલાક તથ્યો અને આ પેપર્સમાં પીએમ નવાઝ સિવાય કોનું-કોનું નામ છે એ અંગે માહિતી મેળવો અહીં.

શું છે મોસૈક ફોંસેકા અને પનામા પેપર્સ

શું છે મોસૈક ફોંસેકા અને પનામા પેપર્સ

પનામાની મોસૈકા કંપની દુનિયામાં સૌથી ગુપ્ત રીતે કામ કરવા માટે પ્રખ્યાત છે. આ એક એવી કંપની છે, જેની મદદ દુનિયાના કેટલાક લોકો માત્ર એટલા માટે કરે છે કે જેથી તેમણે ટેક્સ ન આપવો પડે અથવા તો ઓછો ટેક્સ આપવો પડે. આ કંપનીના 10 લાખ સિક્રેટ ડૉક્યૂમેન્ટ્સમાંથી એ લોકોની જાણકારી સામે આવી છે, જે આ રીતે ટેક્સ ચોરી કરતા હોય છે. આ લિક થયેલા ડૉક્યૂમેન્ટ્સના ઇન્વેસ્ટિગેશનને 'પનામા પ્રોજેક્ટ' નામ આપવામાં આવ્યું અને આ ડૉક્યૂમેન્ટ્સને 'પનામા પેપર્સ' નામ આપવામાં આવ્યું. આ ડૉક્યૂમેન્ટ્સની તપાસ ઇન્ટરનેશનલ કોનસોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ્સ એટલે કે આઇસીઆઇજે તરફથી કરવામાં આવી હતી.

બે લાખ કંપીનઓ સાથે જોડાયેલી છે મૌસેક ફોંસેકા

બે લાખ કંપીનઓ સાથે જોડાયેલી છે મૌસેક ફોંસેકા

પનામા પેપર્સની તપાસમાં સામે આવ્યું કે, આ કંપની દુનિયાભરની ઓછામાં ઓછી 2 લાખ કંપનીઓ સાથે જોડાયેલી છે. આ કંપનીઓ તેની એજન્ટ તરીકે કામ કરે છે અને પૈસા ભેગા કરે છે. અનેક જાતની તપાસ અને ચકાસણી પછી પણ એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ 2 લાખ કંપનીઓના માલિક કોણ છે. જો કે, એક વાત ચોક્કસ સ્પષ્ટ થઇ, આ 2 લાખમાંથી સૌથી વધુ કંપનીઓ ચીન અને હોંગકોંગમાં સ્થિત છે. અહેવાલો અનુસાર, સ્વિટઝર્લેન્ડ અને હોંગકોંગ એવા દેશ હતા, જ્યાં પૈસા જમા કરવા સૌથી વધુ સુરક્ષિત હતા. ત્યાર બાદ પનામાનું નામ આવતું.

કઇ રીતે થાય છે ચોરી?

કઇ રીતે થાય છે ચોરી?

વિદેશી કંપનીઓ આવા દેશો, જેમ કે પનામા, ત્યાં સ્થાયી છે, પરંતુ તે પોતાના દેશના ટેક્સ નિયમોને જ અનુસરે છે. આવી કંપનીઓએ વિદેશમાં પોતાના દેશ કરતાં ઓછો ટેક્સ આપવાનો રહે છે.

અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય

અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય

અમિતાભ બચ્ચનને ચાર વિદેશી શિપિંગ કંપનીઓ, જેમાંથી એક બ્રિટિશ વર્જિન આઇલેન્ડ અને ત્રણ બહમાસની છે, તેના નિયામક બનાવવામાં આવ્યા હતા. આ કંપનીઓની સ્થાપના વર્ષ 1993માં થઇ હતી. ડૉક્યૂમેન્ટ્સ અનુસાર આ કંપનીઓની ઑર્થોરાઇઝ્ડ મૂડી 5000 અમેરિકન ડૉલરથી લઇને 50,000 અમેરિકન ડૉલર હતી, પરંતુ લેણ-દેણ અનેક મિલિયન ડૉલર્સનું કરવામાં આવ્યું.

ઐશ્વર્યા રાય બચ્ચન, તેમના સ્વર્ગીય પિતા કૃષ્ણ રાય, તેમની માતા વૃંદા રાય તથા ભાઇ આદિત્ય રાયને વર્ષ 2005માં બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં એમિક પાર્ટનર્સ લિમિટેડ નામક કંપનીના ડાયરેક્ટર્સ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2008માં આ કંપની બંધ થઇ એ પહેલાં એશનું સ્ટેટસ કંપનીમાં શેર હોલ્ડર તરીકેનું હતું.

કે.પી.સિંહ અને સમીર ગહલૌત

કે.પી.સિંહ અને સમીર ગહલૌત

ડીએલએફના માલિક કે.પી.સિંહે પણ વર્જિન આઇલેન્ડમાં વર્ષ 2012માં એક સંપત્તિ ખરીદી હતી, જેમાં તેમના પત્ની ઇંદ્રા કે.પી. સિંહ કો-શેરહોલ્ડર હતા. ત્યાર બાદ વર્ષ 2012માં તેમના પુત્ર રાજીવ સિંહ અને પુત્રી પિયા સિંહે વધુ બે કંપનીઓની શરૂઆત કરી હતી. આ પરિવારના ત્રણ વિદેશી વેન્ચર્સની સંપત્તિ કુલ 10 મિલિયન ડૉલર છે.

તો બીજી બાજુ ઇન્ડિયા બુલ્સના માલિક સમીર ગહલૌતની લંડનની સંપત્તિ અંગેની જાણકારી મળી છે, જે તેમના પરિવારના નામે છે. આ ડૉક્યૂમેન્ટ્સ અનુસાર સમીર પાસે દિલ્હી, કરનાલ, ન્યૂ જર્સી, બહમાસ અને યૂકેમાં પણ પ્રોપર્ટી છે. આ તમામ પ્રોપર્ટી એસ.જી.ગ્રુપ્સ ઓફ ટ્રસ્ટના નામે છે, જેની શરૂઆત વર્ષ 2012માં કરવામાં આવી હતી.

ગદ્દાફીથી માંડીને અસદ સુધી સૌનું નામ

ગદ્દાફીથી માંડીને અસદ સુધી સૌનું નામ

આ ડૉક્યૂમેન્ટ્સમાં પ્રાપ્ત માહિતી અનુસાર 72 દેશોના વર્તમાન કે પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષોના તાર પણ આ કંપની સાથે જોડાયેલાં છે. આમાં ઘણા ભૂતપૂર્વ તાનાશાહીઓના નામનો પણ સમાવેશ થાય છે, જેમની પર પોતાનો જ દેશ લૂંટવાનો આરોપ પણ છે. આ ડૉક્યૂમેન્ટ્સમાં ઇજિપ્તના ભૂતપૂર્વ તાનાશાહ હોસ્ની મુબારક, લીબિયાના પૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફી અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના નામો પણ બહાર આવ્યા છે. આ સૌના પરિવાર અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલી કંપનીઓની ગુપ્ત જાણકારી પણ સામે આવી છે.

રાષ્ટ્રપતિ પુતિન

રાષ્ટ્રપતિ પુતિન

આ ડૉક્યૂમેન્ટ્સ થકી અબજો ડૉલરની હેરાફેરીના એક રેકેટ અંગે પણ જાણકારી મળી, જેનો સંબંધ રશિયન બેંક સાથે છે. રાષ્ટ્રપતિ પુતિન બ્લાદીમિરના નજીકના સહયોગીઓ આ બેંક સાથે જોડાયેલા છે. આ બેંકનું નામ છે, બેંક ઓફ રશિયા. યૂક્રેન સંકટ બાદ અમેરિકા તથા યુરોપિયન યૂનિયને આ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ડૉક્યૂમેન્ટ્સ થકી પહેલી વાર એ જાણકારી બહાર આવી કે, આ બેંક કઇ રીતે કામ કરતી હતી. આ બેંક વિદેશમાં સ્થિત કંપનીઓ થકી પૈસા લગાવે છે. આવી કંપનીઓમાંની બે કંપનીઓ અધિકૃત રીતે જેના નામે છે, તે રાષ્ટ્રપતિ પુતિનના સૌથી નજીકના મિત્ર મનાય છે. તેમનું નામ છે સર્ગેઇ રોલ્ડૂગિન, જેઓ સગીર વયના હતા ત્યારથી પુતિનના મિત્ર છે તથા પુતિનની પુત્રી મારિયાના ગોડ ફાધર પણ છે.

નવાઝ શરીફની વધી મુશ્કેલીઓ

નવાઝ શરીફની વધી મુશ્કેલીઓ

પનામા પેપર્સમાં આઇસલેન્ડના વડાપ્રધાન સિગ્મંડર ડાવિયોના પરિવારનું નામ પણ સામે આવ્યું હતું, ત્યાર બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. આ ઘટના બાદ નવાઝ શરીફની મુસીબતો વધી ગઇ. વિપક્ષી નેતાઓ, જેમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલ ઇમરાન ખાનનું નામ સૌથી આગળ છે, તેમણે આરોપ લગાવ્યો કે ફંડ સાથે જોડાયેલા કોઇ પણ કાગળિયા ઉપલબ્ધ નથી. સાથે જ તેમણે નવાઝ સામે પડકાર ફેંકતા કહ્યું હતું કે, તેઓ એ વાત સાબિત કરે કે તેમણે આ પૈસા મની લોન્ડ્રિંગ દ્વારા નથી કમાયા.

English summary
Panama papers scandal involves Pakistan PM Nawaz Sharif, Amitabh Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X