For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાજી હવા ખાવા પેસેન્જરે પ્લેનનો ઇમર્જન્સી ગેટ ખોલ્યો

ચીનમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં ફ્લાઈટ ટેક ઓફ થવાના થોડા સમય પહેલા જ એક ચીની યાત્રીએ ઇમર્જન્સી ગેટ ખોલી નાખ્યો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ચીનમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં ફ્લાઈટ ટેક ઓફ થવાના થોડા સમય પહેલા જ એક ચીની યાત્રીએ ઇમર્જન્સી ગેટ ખોલી નાખ્યો. તેને આવું કરવા માટેનું કારણ પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે ખુબ જ ગરમી લાગી રહી હતી એટલે તાજી હવા લેવામાં માટે તેનું આવું કર્યું. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ ઘ્વારા આ ઘટના અંગે જાણકારી આપવામાં આવી. ચીની મીડિયાની ખબરોમાં આ વ્યક્તિની ખાલી સરનેમ ચેન જણાવવામાં આવી રહી છે.

plane

હાઈનાન આઇલેન્ડ થી પાછા આવી રહેલા ચેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે પ્લેનમાં ખુબ જ ગરમી લાગી રહી હતી. તેને લાગ્યું કે તેઓ બારી ખોલી રહ્યા છે પરંતુ તે ઇમર્જન્સી ગેટ હતો. તેને થોડું જોર લગાવ્યું કે આખી પેનલ નીચે પડી ગયી. તેને કહ્યું કે તેને કોઈ જ અંદાઝો ના હતો કે તે ઇમર્જન્સી ગેટ છે.

ચેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે ફ્લાઈટમાં ખુબ જ ગરમી લાગી રહી હતી. તેને કહ્યું કે તેને જેવી વિન્ડો હેન્ડલ પોતાની તરફ ધકેલી ત્યારે આખો દરવાજો નીચે પડી ગયો અને હું ગભરાઈ ગયો. હાલમાં ચેનની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના પર એરલાઈન્સને થયેલી નુકશાની માટે 7.30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવશે.

આમ જોવા જઇયે તો ચીનમાં આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ વર્ષ 2014 દરમિયાન એક ચીની યાત્રીએ પ્લેન ટેક ઓફ થવાના થોડા સમય પહેલા જ ફ્રેશ એર લેવામાં ચક્કરમાં ઇમર્જન્સી ગેટ ખોલી નાખ્યો હતો. જયારે વર્ષ 2017 દરમિયાન શાંઘાઈ એરપોર્ટ પર એક અંધવિશ્વાસી વ્યક્તિ ઘ્વારા ગુડ લક માટે ઘણા સમય સુધી પ્લેનના એન્જીન પર સિક્કો ફેંકતો રહ્યો જેના કારણે ફ્લાઈટ મોડી થયી હતી.

English summary
Passenger Opens Plane's Emergency Door Before Takeoff - To Get Fresh Air
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X