For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં મળી પાટીદાર સમાજની બેઠક નક્કી કરાયો ગેમ પ્લાન

|
Google Oneindia Gujarati News

ગુરુવારે, અમેરીકાના રોયલ એલ્બર્ટ હોલ ખાતે ગુજરાતના પાટીદાર સમાજના લોકોની એક બેઠક મળી હતી. નોંધનીય છે કે આગામી અઠવાડિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની અધિકૃત યાત્રા પર જવાના છે. સાથે તે યુએનની મહાસભામાં પણ હાજરી આપશે. અને અમેરિકામાં રહેતા ભારતીયોને પણ સંબોધશે. ત્યારે મોદીની આ યાત્રામાં અનામત મામલે કેવી રીતે વિરોધ કરવો તેની ચર્ચા આ બેઠકમાં થઇ હતી.

વળી ગુજરાતમાં હાર્દિક પટેલે 25મી ઓગસ્ટે રેલી નીકાળી હતી તેવી જ રીતે એક રેલી અમેરિકાના પાટીદાર સમાજના લોકો 25મી સપ્ટેમ્બરેના રોજ નીકાળવાના છે. જેમાં 10 હજાર પાટીદારો જોડાશે. ત્યારે આ બેઠકમાં કેવા કેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને શું પ્લાન નક્કી કરવામાં આવ્યો હતો તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

25 સપ્ટેમ્બર રેલી

25 સપ્ટેમ્બર રેલી

અમેરીકાના પાટીદાર સમાજના લોકો ન્યૂયોર્ક ખાતે 25મી સપ્ટેમ્બરના રોજ રેલી નીકાળશે. જેમાં મોટી સંખ્યામાં પટેલ સમુદાયના લોકો હાજર રહેશે. અને કાળા વાવટા નીકાળીને અનામત મામલે વિરોધ કરશે.

યુએન મહાસભાની બહાર પણ રેલી

યુએન મહાસભાની બહાર પણ રેલી

એટલું જ નહીં પટેલો યુએન મહાસભાની બહાર પણ એક શાંતિ રેલી યોજશે. જેમાં અમદાવાદમાં થયેલી રેલી વખતે થયેલા પોલિસ દમનનો વિરોધ કરી અનામતની માંગ સરકાર આગળ કરવામાં આવશે.

સરદાર પટેલનું માન

સરદાર પટેલનું માન

એટલું જ નહીં આ બેઠકમાં સરદાર પટેલને રાષ્ટ્રપિતા બનાવવા અને રૂપિયાની નોટો પર તેમને સ્થાન અપાય તેવી માંગણીઓ પણ ઉઠી હતી.

અનામતનો મુદ્દો

અનામતનો મુદ્દો

વળી પાટીદાર અનામત આંદોલનના નેતા લાલજી પટેલ પણ જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા પટેલોનો અમને ફુલ સપોર્ટ છે.

આર્થિક અસહાય

આર્થિક અસહાય

વળી લાલજીભાઇ પટેલ કહ્યું કે અમેરિકામાં રહેતા પટેલો ભારત સરકારના કોઇ કાર્યક્રમોથી દૂરી બનાવી રાખશે. અને આર્થિક પણ વિવિધ રીતે પોતાનો અસહયોગ દેખાડશે.

અનામતનો મુદ્દો

અનામતનો મુદ્દો

ત્યારે અમેરિકામાં નીકળતી રેલીનો પણ મુદ્દો તે જ રહેશે કે કાં તો પાટીદારોને અનામત આપો કે પછી અનામત બંધ કરો. સાથે જ અમદાવાદમાં પટેલ સમાજ પર કરવામાં આવેલા પોલિસ દમનનો પણ વિરોધ કરવામાં આવશે.

English summary
Patidars will held protest against pm modi us visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X