• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટાઈટ કપડાં પહેરવા અને જાહેર સ્થળો પર કિસ કરનારાઓને દંડ

|
Google Oneindia Gujarati News

વિશ્વના કોઈપણ દેશમાં ટાઈટ કપડા પહેરવા પર ભાગ્યે જ દંડ ભરવો પડે. પરંતુ સાઉદી અરેબિયાએ પણ આ અંગેના નિયમો બનાવ્યા છે. શનિવારે સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે તે જાહેર શિસ્તતાનો અનાદર કરનારા લોકો પર દંડ લાદશે. આમાં ટાઇડ કપડાં પહેરવા અને જાહેર સ્થળોએ કિસ કરવાનું પણ શામેલ છે. સાઉદીએ આ નિર્ણય પર્યટન અંગેના તેના નિર્ણયના એક દિવસ પછી જ લીધો છે.

જાહેર સ્થાને શિષ્ટાચાર બની રહે

જાહેર સ્થાને શિષ્ટાચાર બની રહે

અહીંની સરકારે કહ્યું છે કે તેણે આવા 19 ગુનાઓની ઓળખ કરી છે, પરંતુ કયા ગુના માટે કેટલો દંડ થશે, તે હજુ સ્પષ્ટ નથી. સરકારે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, "નવા નિયમ હેઠળ સ્ત્રી અને પુરુષ બંનેએ સામાન્ય કપડા પહેરવાના રહેશે (જ્યાં શરીર ઓછામાં ઓછું દેખાય).

જેથી જાહેર સ્થાને શિષ્ટાચાર બની રહે. મહિલાઓ સામાન્ય કપડાંમાં કંઈપણ પહેરવા માટે સ્વતંત્ર હોય છે. આ નિયમો દેશના મુલાકાતીઓ અને પર્યટકોને જાહેર વર્તણૂકને લગતા કાયદા વિશે જાગૃત કરવા છે તેની ખાતરી કરવા માટે છે જેથી તેઓ તેનું પાલન કરે. "

વિઝન 2030 કાર્યક્રમનો ભાગ

વિઝન 2030 કાર્યક્રમનો ભાગ

શુક્રવારે જ સાઉદીએ કહ્યું હતું કે તે 49 દેશો માટે એક વિઝા વ્યવસ્થા રજૂ કરશે. આ દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા યુરોપિયન દેશો શામેલ છે. સાથે જ મહિલા પ્રવાસીઓ માટે કડક ડ્રેસ કોડ પણ બદલવામાં આવશે. આ નિર્ણય પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 કાર્યક્રમનો એક ભાગ છે. જેનો હેતુ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે. જે અત્યાર સુધી તેલ પર જ નિર્ભર રહી છે.

અહીંના વિઝા મોટે ભાગે યાત્રાળુઓ, વેપારીઓ અને સ્થળાંતર કરનારા કામદારો સુધી મર્યાદિત હોય છે. સાઉદી અરેબિયા પર્યટન ઉદ્યોગમાં વિદેશી રોકાણની પણ અપેક્ષા રાખે છે. તે તેલ પરની તેમની નિર્ભરતા ઘટાડવા અને તેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આવું કરી રહ્યા છે.

વધુ પસંદ નહિ કરવાની સંભાવના

વધુ પસંદ નહિ કરવાની સંભાવના

પરંતુ આ રૂઢિવાદી દેશમાં જ્યાં દારૂ પર પણ પ્રતિબંધ છે, વૈશ્વિક પ્રવાસીઓ દ્વારા તેને વધુ પસંદ નહીં કરવાની સંભાવના છે. જો કે, મુસ્લિમ યાત્રાળુઓ અહીં મક્કા અને મદીના જેવા પવિત્ર યાત્રાધામોની મુલાકાત લેવા માટે આવી શકે છે. નવા નિયમો હેઠળ, મહિલાઓ અને પુરુષો ન તો ટાઇડ કપડાં પહેરી શકે છે, ન તો એવા કપડા પહેરી શકે છે કે જેના પર વાંધાજનક ચિત્રો અથવા ભાષા લખેલી હોય. નવા નિયમો સાઉદીના પર્યટન વિભાગની વેબસાઇટ પર અંગ્રેજીમાં વાંચી શકો છો.

તેમાં જણાવાયું છે કે સ્ત્રીઓને જાહેર સ્થળોએ ખભા અને ઘૂંટણ સુધી ઢંકાયેલા કપડા પહેરવા અનિવાર્ય છે. તેમ છતાં, પર્યટન પ્રધાન અહેમદ અલ ખતીબનું કહેવું છે કે બુરખાનો નિયમ વિદેશી મહિલાઓને લાગુ નહીં પડે, પરંતુ આ નિયમ ફક્ત સાઉદી અરેબિયાની મહિલાઓ સુધી મર્યાદિત રહેશે.

બે તૃતીયાંશ મહિલાઓની ઉમર 30 વર્ષની નજીક

બે તૃતીયાંશ મહિલાઓની ઉમર 30 વર્ષની નજીક

દુનિયાની આગળ તેમના દેશની છબિમાં સુધારો લાવવા માટે, આ પહેલા પણ સાઉદી રાજકુમાર મોહમ્મદ બિન સલમાને સિનેમા અને મહિલાઓના ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. સાઉદીના લોકો સમાજના નિયમો ઢીલા કરવા પર સમર્થન આપી રહ્યા છે. આ દેશમાં બે તૃતીયાંશ મહિલાઓ 30 વર્ષની નજીક છે. પરંતુ આ નવા નિયમોને પ્રથમ એપ્રિલ મહિનામાં કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવશે.

નિયમો પર નજર રાખવાની જવાબદારી ધાર્મિક પોલીસને આપવામાં આવે તેવી સંભાવના છે. ભૂતકાળમાં, સાઉદી ધાર્મિક પોલીસનો નોંધપાત્ર વિરોધ થયો છે, જે મોલની બહાર પ્રાર્થના કરી રહેલા લોકો અથવા વિજાતીય લોકો સાથે મુલાકાત કરવા પર પરેશાન કરે છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે અહીં રૂઢિવાદી લોકોની તાકાતને ઘણી હદ સુધી ઓછી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: યુએસના આ શહેરોમાં મહિલાઓ ટોપલેસ ફરી શકે છે, કાનૂની પરમિશન મળી

English summary
Penalties for wearing tight clothes and kissing in public places
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X