• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત સાથે દુશ્મનીની સજા ભોગવી રહી છે નેપાળી પ્રજા, મીઠું વેચાઇ રહ્યું છે 100 રૂપિયા કિલો

|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂઃ ચીનના ખોળે બેસી ગયેલ નેપાળ કોમ્યૂનિસ્ટ પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી ભારતના વિરોધમાં આવી ગયા છે. દશનો નક્શો બદલી ભારતની સીમામાં આવતી ત્રણ જગ્યાને પોતાના દેશની સીમામાં દેખાડી દીધી. પરંતુ ઓપી કોલીના આ પગલાંથી તેમના ખુદના દેશમાં જ હાલાત બેકાબૂ થઇ રહ્યા છે. મોંઘવારી સામાન્ય નાગરિકોની કમર તોડી રહી છે અને મીઠાં જેવી જરૂરી ચીજોના ભાવ 100 રૂપિાય સુધી પહોંચી ગયા છે. દેશણા ંકેપી ઓલી વિરુદ્ધ મોટા સ્તરે પ્રદર્શન શરૂ થઇ ગયા છે અને અંદાજો લગાવવામા આવી રહ્યો છે કે સરકાર ગમે ત્યારે પડી શકે.

નેપાળી પ્રજા સરકાર પર ગુસ્સે થઇ

નેપાળી પ્રજા સરકાર પર ગુસ્સે થઇ

નપાળમાં કેપી ઓલીની સરકારે કોવિડ-19 અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર જનતાના ભારે ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમા મીઠું, ડુંગળી અને ટમેટાની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી ગઇ છે. પાછલા દિવસોમાં નપાળ પ્રહરી તરફથી બિહાર સાથે લાગેલ બોર્ડર પર ફાયરિંગ કરવામા આવ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. જે બાદ ભારતે નેપાળની સીમા પર સખ્તાઇ ઘણી વધારી દીધી હતી. નપાળ પ્રહરી ભારત સાથે લાગેલ સીમાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. ભારત તરફથી કાર્યવાહીની અવેજીમાં કરાયેલ સખ્તાઇ બાદથી નેપાળમાં જીવનજરૂરી સામાનની કિંમતો સાતમા આસમાને પહોંચી રહી છે.

મીઠાથી લઇ ખાંડ સુધીની વસ્તુઓ મોંઘી

મીઠાથી લઇ ખાંડ સુધીની વસ્તુઓ મોંઘી

નેપાળમાં પાછલા કેટલાક દિવસોથી મીઠાંની કિંમતો 100 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી ગઇ છે. ભારતીય મુદ્રામાં જો અનુમાન લગાવવામાં આવે તો હાલ મીઠું 60 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર વહેચાઇ રહ્યું છે. મીઠાની કિંમતમાં વધારાએ જનતાને સરકારની વિરુદ્ધ કરી દીધી છે. મીઠું ઉપરાંત સરસવ તેલ, ખાંડ, જીરું, કાળું મરચુ, દાળ, કેરોસિન તેલ, મરચા પાવડર, ચણા દાળ વગેરેની કિંમતમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સરસવનું તેલ પ્રતિ લીટર 200 નેપાળી કરન્સીની બદલે હવે 800 નેપાળી કરન્સીના ભાવે વેચાઇ રહ્યું છ જ્યારે ખાંડ પ્રતિ કિલો 70 નપાળી કરન્સીને બદલે 400 નપાળી કરન્સી અને ભૂકી પ્રતિ કિલો 1000 નેપાળી કરન્સીના હિસાબે વેચાઇ રહી છે.

બોર્ડર પર સખ્તી વધારી

બોર્ડર પર સખ્તી વધારી

12 જૂને બિહારના સીતામઢી સ્થિત નેપાળ બોર્ડર તરફથી ફાયરિંગ થયું હતું. જે બાદથી જ નેપાળ બોર્ડરની સુરક્ષામાં લાગેલ સશસ્ત્ર સીમા બળ તરફથી પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. નેપાળ અને ભારતની બોર્ડર ખુલ્લી છે અને આને હંમેશાથી દક્ષિણ એશિયામાં એક અનોખો ઘટનાક્રમ ગણાવવામાં આવે છે. ભારત અને નેપાળ વચ્ચે બોર્ડર ખુલ્લી હોવી અને સખ્તાઇ ન હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો જરૂરી સામાનના ખરીદ- વેચાણ માટે સીમા પાર કરતા રહે છે. સીમા ચોકીઓ પર મામૂલી તપાસ બાદ તેમને એક-બીજાના ક્ષેત્રોમાં દાખળ થવાની મંજૂરી રહે છે. આ દરમિયાન તેઓ જરૂરી સામાનોની ખરીદી કરી પાછા ફરી જતા હતા. પરંતુ કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલા વચ્ચે ભારતે પાછલા દિવોસમાં લૉકડાઉન ઘોષિત કર્યું હતું.ન નેપાળમાં પણ કેટલાય પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા.

જનતાએ કહ્યું- ભારત સાથે સંબંધ સામાન્ય હોય

જનતાએ કહ્યું- ભારત સાથે સંબંધ સામાન્ય હોય

હવે આસાનીથી સીમા પાર કરવી લોકો માટે મુશ્કેલ થઇ ગયું છે, જે કારણે તેઓ જરૂરી સામાનની ખરીદી નથી કરી શકતા. રિપોર્ટ્સ મુજબ નેપાળના સરહા જિલ્લાથી લોકો મોટી સંખ્યામાં મધુબનીના લદનિયાં બજાર પહોંચતા રહે છે. અહીં તેમને જરૂરતનો સામાન નેપાળની અપેક્ષાએ ઓછી કિંમતે મળી જતો હતો. પરંતુ હવે સીમા પર પેટ્રોલિંગ વધારી દવાયા બાદ તેઓ વધુ કિંમત આપી પોતાના દેશણાં જ ખરીદી કરવા માટે મજબૂર બન્યા છે. ભારતીય ક્ષેત્રથી સામાન પહોંચી ના શકવાના કારણે નેપાળના આ સીમાવર્તી વિસ્તારોમાં જીવનજરૂરી સામાનોની કિંમતો આકાશને આંબી રહી છે અને લોકો વધુ ભાવ આપી આ સામાન ખરીદવા માટે મજબૂર બન્યા છે. એવામાં જનતા પોતાની જ સરકારને કોસી રહી છે અને વારંવાર ભારત સાથે સંબંધો સામાન્ય બનાવી આંતરિક સંબંધો વધુ મજબૂત બનાવવા પર જોર આપી રહી છે.

સતત 19મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટસતત 19મા દિવસે વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજનો રેટ

English summary
people of nepal being punihed for enmity with india, salt, onion price cross 100 rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X