For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાનને લોકોએ પૂછ્યું- ક્યાં છે નવું પાકિસ્તાન, તો આ જવાબ મળ્યો

ઈમરાનને લોકોએ પૂછ્યું- ક્યાં છે નવું પાકિસ્તાન, તો આ જવાબ મળ્યો

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ ભયાનક આર્થિક સંકટનો સામનો કરી રહેલ પાકિસ્તાન હવે પીએણ ઈમરાન ખાનને વિવિધ સવાલો કરી રહ્યું છે. લોકોના સવાલોથી પરેશાન ઈમરાન ખાને કહ્યું કે લોકોમાં ધીરજ નથી. તેઓ જલદી જ પરિણામ ઈચ્છે છે. જણાવી દઈએ કે લોકો ઈમરાન ખાન દ્વારા ચૂંટણી સમયે કરેલ તેમના વચનને યાદ અપાવી રહ્યા છે. જે હવે તેમના માટે પરેશાની ઉભી કરી રહ્યું છે. ઈમરાને ચૂંટણીમાં નવા પાકિસ્તાનની વાત કહી હતી.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાના ખરાબ હાલ

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાના ખરાબ હાલ

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાના ખરાબ હાલ થયા છે. દેશમાં મોંઘવારી રેકોર્ડ તોડી ચૂકી છે. એવામાં નવા પાકિસ્તાનને બનાવવાના વચનની સાથે સત્તામાં આવેલ ઈમરાનને સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે આખરે એ નવું પાકિસ્તાન ક્યાં છે, તે ક્યાંય દેખાઈ નથી રહ્યું? ઈસ્લામાબાદમાં ગરીબો માટે એક લંગર યોજનાની શરૂઆત કરતાં ઈમરાન ખાને આ સવાલોનો જવાબ આપતા કહ્યું કે લોકોમાં ધીરજ નથી. સત્તામાં આવ્યાના તેમને તેર મહિના જ થયા પરંતુ લોકો પૂછી રહ્યા છે કે નવું પાકિસ્તાન ક્યાં છે.

દેશમાં કોઈપણ ભૂખું ન ઊંઘે તેવી સરકારની કોશિશ

દેશમાં કોઈપણ ભૂખું ન ઊંઘે તેવી સરકારની કોશિશ

દેશભરમાં ગરીબોને ભોજન ઉપલબ્ધ કરાવનાર 'અહેસાસ લંગર' કાર્યક્રમના શૂભારંભના અવસર પર ઈમરાન ખાને કહ્યું કે, અહેસાસ લંગર દેશના ખુણા-ખુણામાં ગરીબો માટે ભોજન ઉપલબ્ધ કરાવશે. તેમની સરકારના પ્રયત્નો છે કે દેશમાં કોઈપણ ભૂખું ન સુવે. જો દેશમાં કોઈ ભૂખું ઊંઘે તો દેશમાં તેનાથી સુખ અને સમૃદ્ધિ આવતી નથી. આ મુલ્ક ગરીબોને ઓછા કરવાનો સૌથી મોટો કાર્યક્રમ છે.

લોકોમાં ધીરજ નથી

લોકોમાં ધીરજ નથી

લોકોના તીખા સવાલોના જવાબ આપતા ઈમરાન ખાને કહ્યું કે સરકાર ઉદ્યમિઓની મદદ કરે છે અને તેમના ટેક્સથી ગરીબો માટે કામ કરવાની દિશામાં લાગેલી છે. છતાં લોકોમાં ધીરજ નથી અને પૂછવા લાગે છે કે તેર મહિના થઈ ગયા, નવું પાકિસ્તન ક્યાં છે? તેમનો લક્ષ્ય મદીના જેવી શાસન વ્યવસ્થા બનાવવાનો છે. પરંતુ મદીનાની વ્યવસ્થા પણ કોઈ રાતોરાત નહોતી બની. પાકિસ્તાન પણ ધીરે-ધીરે બદલશે પરંતુ ત્યારે જ જ્યારે માનસિકતા બદલશે.

મોદી સરકારને મોટી સફળતા, સ્વિસ બેંક ખાતાંધારકોની યાદી મળીમોદી સરકારને મોટી સફળતા, સ્વિસ બેંક ખાતાંધારકોની યાદી મળી

English summary
people of pakistan asked to imran khan- where is new pakistan?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X