For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo : 21 જૂનથી શરૂ થાય છે સાઉથ કોરિયા ટોમેટો ફેસ્ટિવલ

|
Google Oneindia Gujarati News

તોચોન, 20 જૂન : સાઉથ કોરિયામાં આવતી કાલ એટલે કે 21 જૂન, 2013થી લોકો ત્રણ દિવસ માટે માત્ર મોજમસ્તી ખાતર સેંકડો ટન ટમેટાં કચડી નાખશે. કારણ કે સાઉથ કોરિયાના તોચોન નામના શહેરમાં 21 જૂનથી 23 જૂન સુધી ફેમસ ટમૅટો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ સાઉથ કોરિયાના નિવાસીઓની જીવનશૈલીનો એક હિસ્સો છે.

આ શહેરમાં 80 ખેડૂત પરિવારો 1970થી ટમેટાંની ખેતી કરે છે. કાલથી શરૂ થનારા ફેસ્ટિવલમાં બાળકો પણ ટમેટાંને લગતી વિવિધ ગેમ્સ રમશે. ફેસ્ટિવલમાં માત્ર એકમેકને ટમેટાં મારવામાં જ નહીં આવે, એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવશે. ખાસ કરીને બાળકોને ટમેટાંની ખેતી કેવી રીતે થાય છે એ દર્શાવવામાં આવશે. આ ફેસ્ટિવલ નિમિત્તે ટમેટાં માર્કેટ પ્રાઇસ કરતાં 30 ટકા ઓછા ભાવે વેચાય છે. આવો... ગયા વર્ષે યોજાઇ ગયેલા ફેસ્ટિવલની ઝલક જોઇએ...

મોજ મસ્તીનો ફેસ્ટિવલ

મોજ મસ્તીનો ફેસ્ટિવલ

સાઉથ કોરિયામાં આવતી કાલ એટલે કે 21 જૂન, 2013થી લોકો ત્રણ દિવસ માટે માત્ર ટામેટાથી મોજમસ્તી કરશે.

જ્ઞાન સાથે ગમ્મત

જ્ઞાન સાથે ગમ્મત

સાઉથ કોરિયાના તોચોન નામના શહેરમાં 21 જૂનથી 23 જૂન સુધી ફેમસ ટમૅટો ફેસ્ટિવલનું આયોજન

ટામેટાની ખેતી માટે પ્રખ્યાત

ટામેટાની ખેતી માટે પ્રખ્યાત

શહેરમાં 80 ખેડૂત પરિવારો 1970થી ટમેટાંની ખેતી કરે છે.

બાળકો માટે ટોમેટો ગેમ્સ

બાળકો માટે ટોમેટો ગેમ્સ

ફેસ્ટિવલમાં બાળકો પણ ટમેટાંને લગતી વિવિધ ગેમ્સ રમશે.

ટામેટાથી મસ્તી

ટામેટાથી મસ્તી

ટામેટાથી કરવામાં આવશે ધમાલ મસ્તી

ટોમેટાની ખેતી

ટોમેટાની ખેતી

આ ફેસ્ટિવલમાં ટામેટાની ખેતી વિશે આપવામાં આવશે માહિતી

સોના માટે કંઇક

સોના માટે કંઇક

આ ફેસ્ટિવલમાં દરેક વયની વ્યક્તિઓને કંઇક જાણવા અને શીખવા મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે મસ્તી તો ખરી જ

ટોમેટો પ્રદર્શન

ટોમેટો પ્રદર્શન

અહીં વિવિધ પ્રકારના ટામેટાની જાતોનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે

વાનગીઓની લહેજત

વાનગીઓની લહેજત

અહીં ટામેટામાંથી જ તૈયાર થતી વિવિધ વાનગીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહીં નવી વાનગીઓ શીખવવામાં પણ આવે છે.

લોકોમાં આતુરતા

લોકોમાં આતુરતા

દર વર્ષે લોકો આ મજેદાર ફેસ્ટિવલની આતુરતાથી રાહ જોવે છે

English summary
Photo : South Korea Tometo festival start from 21 June.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X