For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ હોલાન્દેએ કર્યા 17 કરારો

|
Google Oneindia Gujarati News

પેરિસ, 11 એપ્રિલ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાંસની ત્રણ દિવસીય યાત્રા પર છે. ગુરુવારે વડાપ્રધાન મોદી જ્યારે પેરિસ પહોંચ્યા તો તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રે તેમની અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા હોલાન્દેની સાથે મુલાકાત થઇ જેમાં બંને દેશોએ એક-બીજા સાથે મિત્રતાના સંબંધો નિભાવવાની વાત કરતા એકબીજાનો આભાર માન્યો.

ભારત-ફ્રાંસે એક-બીજાને કહ્યું ધન્યવાદ
આ મુલાકાત દરમિયાન બંને દેશોએ જણાવ્યું કે તેમની વચ્ચે ભારત અને ફ્રાંસની વચ્ચે 17 સમજૂતીઓ કરવામાં આવી છે.

જેમાં રેલવે, અવકાશ, પરમાણુ ઉર્જા ક્ષેત્રનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા હોલાન્દેની વચ્ચેની વાતચીત બાદ આ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યું, 'ભારત-ફ્રાંસે 17 સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા. અને વાર્તા બાદ ત્રણ જાહેરાત કરી.' બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત ફ્રાંસે 36 રાફેલ વિમાન ખરીદશે.

આવો જોઇએ હોલાન્દે અને નરેન્દ્ર મોદીની મુલાકાતની તસવીરો...

ભારત-ફ્રાંસની વચ્ચે 17 સમજૂતી

ભારત-ફ્રાંસની વચ્ચે 17 સમજૂતી

ભારત અને ફ્રાંસની વચ્ચે 17 સમજૂતી કરવામાં આવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાસ્વા હોલાન્દેની વચ્ચે વાર્તા બાદ આ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

36 રાફેલ વિમાન

36 રાફેલ વિમાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાનોની ખરીદી કરશે.

ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એક ઉજ્જવળ સ્થાન: ફ્રાંસ

ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાનું એક ઉજ્જવળ સ્થાન: ફ્રાંસ

ફ્રાંસના વિદેશ મંત્રી લોરેંટ ફેબિયસે શુક્રવારે જણાવ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની ઓળખ ઉજ્જવળ સ્થાન તરીકે કરવામાં આવી છે.

યજમાની એમઈડીઈએફ

યજમાની એમઈડીઈએફ

ફ્રાંસ કંપનીઓ માટે મેક ઇન ઇન્ડિયાના લક્ષ્ય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની યજમાની એમઈડીઈએફ (મૂવમેન્ટ ઓફ ધ એન્ટરપ્રાઇઝેઝ ઓફ ફ્રાંસના 7.5 લાખ સભ્યો કરશે.)

મોદીએ ફેબિયસની સાથે બે બેઠકો કરી

મોદીએ ફેબિયસની સાથે બે બેઠકો કરી

મોદીએ ફેબિયસની સાથે ફ્રાંસના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઇઓ)ની સાથે બે બેઠકો કરી. પહેલી બેઠક પાયાના માળખા પર અને બીજી બેઠક રક્ષા પ્રોદ્યોગિકી પર કેન્દ્રીત હતી.

English summary
In a major fillip for India-France ties, India said that it will buy 36 Rafale fighter jets in fly-away condition and inked 17 agreements as Prime Minister Narendra Modi held talks with French President Francois Hollande.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X