સોમવાર સવારે ભારત અને અને અમેરિકામાં રાતે દેખાયેલા અદ્ધભૂત ચંદ્રગ્રહણ અનેક લોકોને વિસ્મયમાં પાડી દીધા. સુપર મૂન ગણાતા આ ચંદ્રગ્રહણમાં ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઇ જાય છે એટલું જ નહીં તેને હલકો લાલ પણ પડે છે. ખગોળશાસ્ત્રની દ્રષ્ટ્રિએ આ ગ્રહણ ખૂબ જ ખાસ છે. અને બીજી વાર આવું ચંદ્ર ગ્રહણ હવે વર્ષ 2033માં જોવા મળશે.
ત્યારે નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી સુપર મૂનની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જેમાં અમેરિકા વિવિધ જાણીતી ઇમારતોની આ લાલ રંગનો ચંદ્ર અને આ સમગ્ર ચંદ્રગહણ વખતે ચંદ્રની અલગ અલગ અવસ્થાઓને સુંદર રીતે બતાવવામાં આવી છે.
ચંદ્રગ્રહણ
અમેરિકામાં ચંદ્રગ્રહણની શરૂઆતની આ તસવીર. નોંધનીય છે કે આ ચંદ્ર ગ્રહણ વખતે ચંદ્ર પૃથ્વીની સૌથી વધુ નજીક હતો.
ગ્રહણની શરૂઆત
ત્યારે આ ફોટોમાં તમે ગ્રહણની શરૂઆત જોઇ શકો છો કે કેવી રીતે ધીરે ધીરે ચંદ્ર ઢંકાઇ રહ્યો છે.
ચંદ્ર ગ્રહણ
નાસા દ્વારા ચંદ્રગ્રહણની આ તસવીરને જાહેર કરવામાં આવી છે. જેમાં ચંદ્રનો ધીરે ધીરે ક્ષય થઇ રહ્યો છે.
બ્લડ મૂન
ખગોળશાસ્ત્રની ભાષામાં તેને બ્લડ મૂન કહેવાય. આવું ખૂબ જ ઓછી વાર થાય છે. જ્યારે ચંદ્ર ગ્રહણ વખતે ચંદ્ર લાલ થઇ જાય છે.
બ્લડ મૂન
ત્યારે આ વિશાળકાળ બ્લિંડીગની પાછળ દેખાતા લાલ રંગના ચંદ્રગ્રહણની આ તસવીર છે ખાસ. તેવું લાગી રહ્યું છે કે રાતના આકાશમાં સૂર્ય ઊગ્યો છે.
સુપર મૂન
ત્યારે સુપર મૂનની આ એક નજીકની તસવીર. નોંધનીય છે કે હવે આવી ધટના ફરીથી વર્ષ 2033માં થશે.
ચંદ્રગ્રહણ
તેવું પણ માનવામાં આવતું હતું કે આ ચંદ્ર ગ્રહણ પૃથ્વી પર પ્રલય લાવશે. જો કે નાસાએ આ તમામ વાતોને પોકળ બતાવી હતી.
ચંદ્ર ગ્રહણ
ત્યારે આ સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ ભારત સમેત અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં દેખાયું હતું. અને લોકોએ તેને નરી આંખે જોયું હતું.