For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: ભૂકંપથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તબાહી, 200ના મોત

|
Google Oneindia Gujarati News

સોમવારે બપોરે આવેલા ભૂકંપના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભારે તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ભૂકંપના કારણે અત્યારસુધી પાકિસ્તાનમાં 200 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઇ છે, જ્યારે અફઘાનિસ્તાનમાં 22 લોકોના મોત થયા છે. તો પાકિસ્તાનમાં હજારો લોકોના ઘાયલ થયાના સમાચાર મળી રહ્યાં છે. મોતના આંકડામાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાણો: ભારત અને ભારતીય મહાદ્વીપમાં આવેલા વિનાશકારી ભૂકંપ અંગે

ભારતમાં ભૂકંપના કારણે જમ્મુ કાશ્મીરમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે મોટાપાયે સંપતિને નુકસાન થયુ હોવાના અહેવાલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને અફઘાનિસ્તાનના પ્રધાનમંત્રી અશરફ ગનીને ફોન કરીને ભારત તરફથી મદદ કરવાની વાત પણ કરી છે. પરંતુ ખબર મળી રહી છેકે પાકિસ્તાનના પીએમે ભારતની મદદ લેવાની ના પાડી દીધી છે.

તમારા હોશ ઉડાવી દેશે ભૂંકપના આ 10 તથ્યો

જણાવી દઇએ કે સોમવારે બપોરે 2 કલાક અને 45 મિનીટે ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. અને ભૂકંપના ઝટકાને લોકોએ લગભગ ત્રણ મિનીટ સુધી અનુભવ્યો હતો. ભૂકંપના કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ચારેય તરફ બર્બાદીનો માહોલ છે. ભૂકંપથી થયેલી તબાહીના દ્રશ્યો જોવા માટે તસવીરો પર ક્લીક કરો.

ભયંકર તબાહી

ભયંકર તબાહી

ભૂકંપની સૌથી વધુ અસર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં થઇ છે.

પાકિસ્તાનમાં 200 લોકોના મોત

પાકિસ્તાનમાં 200 લોકોના મોત

પાકિસ્તાનમાં લગભગ 200 લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

અફઘાનિસ્તાનમાં 22 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં 22 લોકોના મોત

અફઘાનિસ્તાનમાં 22 લોકોના મોતની ખબર મળી રહી છે. તો સેંકડોની સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા

ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા

તો દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા લોકોએ અનુભવ્યા હતા.

ભૂકંપના ઝટકા

ભૂકંપના ઝટકા

જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ડર અને ભયનો માહોલ હતો.

30થી 40 સેકન્ડ સુધી

30થી 40 સેકન્ડ સુધી

આખાય ઉત્તરભારતમાં 30થી 40 સેકન્ડ સુધી ભૂકંપના ઝટકાનો અનુભવ લોકોએ કર્યો હતો.

7.7ની તીવ્રતા

7.7ની તીવ્રતા

અમેરિકાના ભૂગર્ભ સર્વે વિભાગના જણાવ્યા અનુસાર રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7. હતી.

મદદનો હાથ

મદદનો હાથ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તરફ મદદનો હાથ આગળ ધર્યો હતો.

આફ્ટર શોક

આફ્ટર શોક

અફઘાનિસ્તાનમાં ભૂકંપના મોટા ઝટકાની તુરંત બાદ બીજો ઝટકો આવ્યો હતો જેની તીવ્રતા 4.8 હતી.

ભૂકંપનો પ્રકોપ

ભૂકંપનો પ્રકોપ

પાકિસ્તાનના ઇસ્લાબાદ, રાવલપિંડી, લાહોર, સરગોધા, કોહટ, અને મુલ્તાન જેવા મોટા શહેરોમાં ભૂકંપનો પ્રકોપ વધુ જોવા મળ્યો હતો.

English summary
The strongest earthquake in 10 years rocked Pakistan on Monday leaving at least 200 people dead and over a thousand injured and causing widespread damage, stretching from the areas near Afghanistan to Kashmir and Punjab regions bordering India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X