• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UK-India Week 2018: ભાજપ 2014 પહેલાના કોંગ્રેસ મોડેલને બદલી રહી છેઃ પિયુષ ગોયલ

|
Google Oneindia Gujarati News

લંડનમાં આયોજિત કરવામાં આવી રહેલ પાંચમાં વાર્ષિક યુકે-ઈન્ડિયા લીડરશીપ કોન્કલેવમાં રેલવે અને કોલસા મંત્રી પિયુષ ગોયલે વીડિયો કોન્ફરન્સ દ્વારા કેકેઆરના સીઈઓ સંજય નાયર સાથે વાતચીત કરી. કોન્ક્લેવમાં વાત કરતા ગોયલે કહ્યુ કે અમે ભારતમાં વિદેશી મુદ્રા ભંડાર વિકસિત કરવા સક્ષમ છીએ. ભારત આજે વૈશ્વિક રોકાણકારો માટે વધુમાં વધુ આકર્ષક બની રહ્યુ છે. આ વાતચીતમાં એફડીઆઈમાં ખાનગી મૂડીની તકો, દીર્ઘકાલિન આધારભૂત સંરચનાની આવશ્યકતાઓ માટે સ્થાનિક મૂડીગત પુલ બનાવવો, રોકાણમાં લાંબા ગાળાની બચતને સ્થાનાંતરિત કરવા જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ.

રોકાણકારોને આકર્ષિત કરવાનું બીજુ કારણ ભારતની ઈમાનદાર ઈકોનોમી છે. તમારે ઉચ્ચ સ્થાનોમાં ભ્રષ્ટાચાર વિશે ચિંતા કરવાની જરૂર નથી. સ્થિર, પૂર્વાનુમાનિત, સરળીકૃત નીતિ ઢાંચો ભારતને બદલવામાં મદદ કરશે.

સ્વચ્છ ભારતનું નિર્માણ એજન્ડાનો હિસ્સો છે. આજે આપણી સામે એક એવો દેશ છે જે દુનિયા સાથે ઈમાનતદાર અર્થવ્યવસ્થા રૂપે જોડાઈ રહ્યો છે. અમારો નીતિગત ઢાંચો એ સુનિશ્ચિત કરે છે કે અમારા દેશમાં આવનારા પૈસા સ્વચ્છ ધન છે. આ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ભારતને ભવિષ્યમાં તૈયાર કરવાનું છે.

સંજય નાગરે પિયુષ ગોયલને ખાનગી અને સરકારી રોકાણ વિશે પૂછ્યુ તો ગોયલે જણાવ્યુ કે અમે આખા દેશની માનસિકતા બદલી રહ્યા છે. ભૂતકાળમાં દીર્ઘકાલિન દર્દને જોયા વિના અમે અલ્પાવિધ રોકાણ વિશે વિચારતા હતા. ભાજપ 2014 પહેલાના મોડેલને બદલી રહી છે. સંજય નાગરે પિયુષ ગોયલને ભારતીય બેંકિંગ સેક્ટરમાં સમસ્યાઓ વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ કે અમે બેંકિંગને કારપેટની નીચે ફેંકી દબાણ નથી કરતા. એ મહત્વપૂર્ણ છે તે ભારતીય બેંકિંગ ક્ષેત્રને જે સહાયતાની આવશ્યકતા હોય તે પ્રાપ્ત થાય. અમે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે કે ભારતીય બેંકિંગ પ્રણાલી મજબૂત અને વ્યવહાર્ય હોય. સરકાર જે પણ નિર્ણય લે છે તે બેંકિંગ વ્યવસ્થાના હિતોમાં હોય છે. વળી તેમણે બેંકોના ખાનગીકરણને નકારી દીધુ.

mittal

આ સેશનમાં વાતચીત કરતા ભારતી એન્ટરપ્રાઈઝના વાઈસ ચેરમેન રાકેશ ભારતી મિત્તલે કહ્યુ કે, ભારતીય એફડીઆઈ દુનિયામાં સૌથી વધુ ઉદારીકૃત નીતિઓમાંની એક છે. ભારત સરકાર રોકાણકારોને આમંત્રિત કરી રહી છે જ્યારે ઘણી સરકારો સુરક્ષાવાદની વાત કરી રહી છે. ભારતમાં રાજ્ય સરકારો જરૂરતથી પરે જઈને રોકાણકારો માટે કામ કરી રહી છે.

મિત્તલે કહ્યુ કે એવા ઘણા સકારાત્મક પાસા છે જે વિદેશી રોકાણકારોને ભારતમાં આવવા અને રોકાણ કરવા માટે આકર્ષિત કરશે. વળી, ખાનગી ક્ષેત્રને ભારતની પ્રાથમિક કૃષિમાં રોકાણ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રી મોદીજી કે જે ખેડૂતોની આવક બમણી કરવા માંગે છે, તેમને ખાનગી ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂર છે.

વળી, કોન્ક્લેવમાં કેકેઆરના સીઈઓ સંજય નાયરે કહ્યુ કે ભારત સરકારે સબસિડી ના આપવાનું સારુ કામ કર્યુ છે. તેમને બેંકના ખાનગીકરણ પર કામ કરવાની જરૂર છે. નાયરે કહ્યુ કે જ્યારે લોકોના મગજમાં મુદ્રાસ્ફિતિની અપેક્ષા હોય છે ત્યારે લોકો રિયલ એસ્ટેટ અને આભૂષણો પર ખર્ચ કરે છે. જ્યારે મુદ્રાસ્ફિતિ વધુ હોય છે ત્યારે તે રૂપિયાની સ્થિતિ પર અસર કરે છે. એવામાં નિકાસ એક મોટી ભૂમિકા નિભાવે છે. દરેક ક્ષેત્ર અવિકસિત છે. આપણી પાસે જવા માટે લાંબો રસ્તો છે.

સેશનમાં શામેલ અક અન્ય પેનલિસ્ટ શ્રુતિ સિંહ (ઉપ સચિવ, ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગ, ભારત સરકાર) એ કહ્યુ કે 2025 માં ભારતીયોની સરેરાશ વય 29 વર્ષ હશે. આ નવુ ભારત છે. ભારતની અર્થવ્યવસ્થા 7.4 ટકા વધશે. આપણે ત્રીજી મોટી વ્યાપાર અર્થવ્યવસ્થા હોઈશુ. પ્રધાનમત્રી મોદી ઈચ્છે છે કે યુવા ભારતીય નોકરી બનાવનાર હોય ન કે માંગનારા. મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારત રક્ષા, એરોસ્પેસ, દવા ક્ષેત્રોમાં વિસ્તાર કરી રહ્યુ છે. મેક ઈન ઈન્ડિયાના ત્રીજા સ્તંભમાં ઈન્ફ્રા ચેન્જ શામેલ છે. સ્માર્ટ શહેરોમાં ઈન્ફ્રા વિકાસ અને હરિત ઉર્જા પર જોર આપવામાં આવ્યુ છે. દિલ્હી-મુંબઈ કોરિડોરમાં 100 અબજ ડૉલરના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

English summary
Piyush Goyal on FDI into India Private capital opportunities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X