• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતીય સરહદ પર નજર રાખનાર કમાંડરને પ્રમોશન, શી જિનપિંગે ખાસ પદ ભેટ આપ્યું

|
Google Oneindia Gujarati News

ભારતીય સરહદ પર નજર રાખનાર કમાંડરને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગે ખાસ ઈનામ આપ્યું છે. ભારતીય સીમા પર નજર રાખવાને લઈ ભારતીય સીમા પર થઈ રહેલ ગતિવિધિઓના એક-એક સમાચાર આપનાર પીપુલ્સ લિબ્રેશન આર્મી એટલે કે પીએલએના કમાંડર શુ ક્યૂલિંગને જનરલ પદથી નવાજવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂર્વી લદ્દાખમાં એલએસી પર ગતિરોધ ચાલુ રાખવાની વચ્ચે શી જિનપિંગે પોતાના ખાસ કમાંડરને જનરલ બનાવી દીધા છે.

કમાંડરને બનાવ્યા જનરલ

કમાંડરને બનાવ્યા જનરલ

ચીનના સરકારી સમાચાર પત્ર શિન્હુઆના અહેવાલ મુજબ જિનપિંગે વધુ ત્રણ અધિકારીઓને જનરલ બનાવ્યા છે. શિન્હુઆના રિપોર્ટ મુજબ 58 વર્ષના શુ ક્યૂલિંગ ચીનના કેન્દ્રીય સૈન્ય આયોગ એટલે કે સીએમસીના અધ્યક્ષ પણ છે, પરંતુ હવે તેમને જનરલ બનાવી દેવાયા છે, જે ચીનની સેનામાં અધિકારીઓ માટે સર્વોચ્ચ રેંક છે. જણાવી દઈએ કે શુ ક્યૂલિંગ પહેલાં લેફ્ટિનેન્ટ જનરલ હતા, જેમણે પાછલા વર્ષે જૂનમાં વેસ્ટર્ન થિયેટર કમાંડના કમાંડર બનાવવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે તે સમયે ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ ચરમ પર હતો. જણાવવામાં આવે છે કે શુ ક્યૂલિંગ હંમેશાથી જ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગના પસંદિત અધિકારીઓમાંથી એક રહ્યા છે.

અન્ય કેટલાક અધિકારીઓને પણ પ્રમોશન

અન્ય કેટલાક અધિકારીઓને પણ પ્રમોશન

શુ ક્યૂલિંગને કમાંડરથી જનરલ બનાવવા ઉપરાંત વધુ ત્રણ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. શિન્હુઆના રિપોર્ટ મુજબ ચીનની સેનામાં જે ત્રણ અધિકારીઓને જનરલ બનાવવામાં આવ્યા છે, તેમાં સદર્ન થિયેટર કમાંડના વાંગ શ્યૂબિન, પીએલએના કમાંડર લિયુ ઝેનલી અને પીએલએના સ્ટ્રૈટજિક સપોર્ટ (મિસાઈલ)ના કમાંડર જૂ ક્વાનશેંગ સામેલ છે. શિન્હુઆના રિપોર્ટ મુજબ સોમવારે સીએમસીના એક કાર્યક્રમમાં આ ચારેય અધિકારીઓને પ્રમોશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

ભારત-ચીન વચ્ચેનો તણાવ યથાવત

ભારત-ચીન વચ્ચેનો તણાવ યથાવત

જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચેનો તણાવ યથાવત છે, જો કે ચીનની સેના કેટલાય વિસ્તારોથી પાછળ જરૂર હટી ગઈ છે પરંતુ હજી પણ હૉટ સ્પ્રિંગ, ગોગરા અને દેપ્સાંગમાં ચીની સેના હાજર છે અને પાછળ હટવાનો ઈનકાર કરી રહી છે. ભારત સતત ચીન પર પોતાની સેનાઓને આ વિસ્તારોમાંથી પાછળ હટાવવા માટે દબાણ બનાવી રહ્યું છે. સેના સાથે જોડાયેલા સૂત્રો મુજબ એલએસી પર હજી પણ બંને દેશના 50થી 60 હજાર જવાનો હાજર છે. અત્યાર સુધી બંને દેશ વચ્ચે 11 વખત વાતચીત થઈ ચૂકી છે પરંતુ છતાં પણ ચીની સેના પાછળ હટવાનું નામ નથી લઈ રહી.

English summary
PLA Commander Xu Qiling promoted to general
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X