For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા-યુક્રેન સંકટમાં કોઈ જીતશે નહિ, વાતચીત જ એકમાત્ર સમાધાનઃ જર્મનીમાં પીએમ મોદી

પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પર મહત્વનુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

બર્લિનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના પોતાના પહેલા પડાવ પર જર્મની પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે જર્મનીના ચાંસેલર ઓલાફ ચોર્લ્સ સાથે મુલાકાત કરી. બંનેએ સંયુક્ત નિવેદન જાહેર કર્યુ. આ દરમિયાન પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પર મહત્વનુ નિવેદન આપ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે હાલની ઘટનાઓ જણાવે છે કે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા મુશ્કેલ સમયમાં છે. આ ઘટનાઓએ જણાવ્યુ કે કેવી રીતે બધા દેશ એકબીજા સાથે જોડાયેલ છે. અમે પહેલા પણ કહ્યુ છે કે યુક્રેન સંકટનુ સમાધાન વાતચીત છે. અમારુ માનવુ છે કે આ યુદ્ધમાં કોઈ પણ વિજતા નહિ થાય.

modi

PM મોદીએ કહ્યુ કે મને ખુશી છે કે આ વર્ષની મારી પહેલી વિદેશ યાત્રા જર્મનીમાં થઈ રહી છે. આ વર્ષની શરુઆતમાં કોઈ વિદેશી નેતા સાથે મારી ફોન પર પહેલી વાતચીત ચાંસેલર શોલ્ઝ સાથે જ થઈ હતી. કોઈ પણ દેશ સાથે આ પહેલી આઈસીજી બેઠક છે, એ દર્શાવે છે કે ભારત અને જર્મની બંને દેશ આ મહત્વપૂર્ણ ભાગીદારીને કેટલુ મહત્વ આપી રહ્યા છે. લોકતાંત્રિક દેશો તરીકે ભારત અને જર્મની ઘણા કૉમન મૂલ્યો શેર કરે છે, તેમના આધારે અમારા દ્વિપક્ષીય સંબંધોમાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે. અમારી ગઈ આઈજીસી 2019માં થઈ હતી ત્યારબાદ વિશ્વમાં મોટા ફેરફારો થયા છે.

પીએમ મોદીએ કહ્યુ કે યુક્રેન સંકટના પ્રારંભથી જ અમે તરત જ યુદ્ધ વિરામનુ આહ્વાન કર્યુ હતુ અને જોર આપ્યુ હતુ કે આ વિવાદને ઉકેલવાનો એકમાત્ર ઉપાય વાતચીત છે. અમારુ માનવુ છે કે આ યુદ્ધમાં કોઈ પણ પક્ષ વિજયી નહિ થાય, બધાને નુકશાન થશે. માટે અમે શાંતિના પક્ષમાં છે. યુક્રેન સંઘર્ષની ઉથલ-પાથલના કારણે ક્રૂડ ઓઈલની કિંમતો આકાશને આંબી રહી છે. વિશ્વમાં ખાદ્યાન્ન અને ખાતરની કમી થઈ રહી છે. માટે વિશ્વના દરેક પરિવાર પર અસર પડી છે. આ સંઘર્ષની માનવીય અસર થઈ છે, ભારત ખૂબ જ ચિંતિત છે, અમે પોતાના તરફથી યુક્રેનને માનવીય મદદ મોકલી છે. અમે અન્ય દેશોને પણ ખનીજતેલની આપૂર્તિ અને અન્ય માધ્યમથી મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આજે કરવામાં આવેલા નિર્ણયોથી અમારા ક્ષેત્ર અને વિશ્વના ભવિષ્ય પર સકારાત્મક પ્રભાવ પડશે.

પીએમ મોદીએ કહ્યુ કે આજે અમે ભારત-જર્મની વચ્ચે હરિત અને સતત વિકાસની ભાગીદારી વચ્ચે સમજૂતી કરવા જઈ રહ્યા છે. જર્મનીએ ભારતનો આમાં સહયોગનો નિર્ણય લીધો છે અને 2030 સુધી 10 બિલિયન યુરોના રોકાણની વાત કરી છે. પીએમે કહ્યુ કે હું ખુશ છુ કે 2022માં પહેલી વિદેશ યાત્રા જર્મની છે, ફોન પર પહેલા વિદેશી નેતા સાથે મારી ફોન પર વાત મારા દોસ્ત ચાંસેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે થઈ હતી. જર્મનીના ચાંસેલરે કહ્યુ કે આ અમારી વચ્ચે સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે, મે જી-7 સમિટમાં તમને આમંત્રણ આપ્યુ હતુ. ભારત એશિયામાં આર્થિક દ્રષ્ટિએ સુરક્ષા અને પર્યાવરણની દ્રષ્ટિએ જર્મનીનુ સુપર પાર્ટનર છે.

English summary
PM Mod says no one will be winner in Ukraine crisis talks are only solution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X