• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિયાદમાં બોલ્યા પીએમ મોદી- ભારતમાં રોકાણની અપાર સંભાવના, કોઈને નુકસાન નહિ થાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સાઉદી અરબમાં થનાર ત્રીજા ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમમાં ભાગ લેવા માટે પીએમ મોદી સોમવારે રિયાદ પહોંચ્યા. ઈનિશિએટિવ ફોરમને સંબોધિત કરતા પીએણ મોદીએ કહ્યું કે, હું તમારા લોકો વચ્ચે ભારતના લોકોની શુભેચ્છા લઈને આવ્યો છું. સાઉદી અરબ સાથે અમારો સંબંધ હજારો વર્ષ જૂનો છે. આ ફોરમનો ઉદ્દેશ્ય માત્ર અહીંના અર્થતંત્રની ચર્ચા કરવી જ નહિ બલકે વિશ્વમાં ઉભરતા ટ્રેન્ડ્સને સમજવાનો અને વિશ્વ કલ્યાણના રસ્તા શોધવાનો પણ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતે આગલા પાંચ વર્ષમાં પોતાની ઈકોનોમી બેવડી કરી 5 ટ્રિલિયન ડૉલરનો લક્ષ્ય રાખ્યો છે. આજે ભારતમાં અમે વિકાસને ગતિ આપવા માંગીએ છીએ તો આપણે ઉભરતા ટ્રેન્ડ્સ સમજવા પડશે.

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતમાં રિસર્ચ પર ઘણું બળ આપવામાં આવી રહ્યું છે. ભારત દુનિયાનો ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ બની ગયું છે. અમારા કેટલાય સ્ટાર્ટઅપ્સ વૈશ્વિક સ્તર પર રોકાણ કરવા લાગ્યા છે. અમે બિઝનેસ ફ્રેન્ડલી સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમનો ઉદ્દેશ્ય વિશ્વમાં ઉભરતા ટ્રેન્ડ્સને સમજવાનો પણ છે, ત્રણ વર્ષના સમયમાં આ ફોરમે લાંબો સફર ખેડ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, વન નેશન, વન પાવરગ્રિડ, વન નેશન, વન ગેસ ગ્રિડ, વન નેશન વન ઑપ્ટિકલ ફાઈબર નેટવર્ક જેવા પ્રયાસોથી ભારતના આધારભૂત માળખાને વધારી રહ્યા છીએ. અમે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અનેક પ્રયાસોથી ઈન્ટીગ્રેટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ ક્લાઈમેટ ચેંજ પર બોલતા કહ્યું કે ક્લાઈમેટ ચેંજ અને ક્લીન ઉર્જાના પ્રભાવોને નજરઅંદાજ ન કરી શકાય. ઉર્જાની ખપત અને ઉર્જાની બચત બંને મહત્વપૂર્ણ રહેશે. ભારતની તેજ ગતિથિ વધતી ઈકોનોમી માટે ઉર્જામાં રોકાણ બહુ જરૂરી છે. ભારતની તેજ ગતિથી વધતી અર્થવ્યવસ્થા માટે ઉર્જામાં રોકાણ આવશ્યક છે. હું અહીં હાજર લોકોને આ અવસરનો લાભ ઉઠાવવાનો આગ્રહ કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં પાછલા પાંચ વર્ષમાં અમે કેટલાય મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. ગત 5 વર્ષમાં 286 બિલિયન ડૉલરનું એફડીઆઈ થયું છે. અમે મુશ્કેલ નિર્ણયો લીધા છે અને તેને લાગૂ કર્યા છે. સુધારાના કારણે જ દરેક ગ્લોબલ રેન્કિંગમાં ભારત નિરંતર સારું કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણના પોતાની સ્પીડ અને સ્કેલને પણ અમે અભૂતપૂર્વ રૂપે વધાર્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં આજે લગભગ દરેક નાગરિક પાસે યૂનીક આઈડી, મોબાઈલ ફોન અને બેંક અકાઉન્ટ છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં પ્રગતિની ગતિ હજુ તેજ થશે. અમે દેશના વિકાસથી જોડાયેલ દરેક ફેસલા લઈ રહ્યા છીએ. અમારો 5 ટ્રિલિયન ઈકોનોમીનો લક્ષ્ય તૈયાર છે. અમે દેશના વિકાસ સાથે જોડાયેલ દરેક ફેસલા લઈ રહ્યા છીએ. અમારી નીતિમાં પણ ભ્રમ નથી કે અમારા પ્રયાસોમાં પણ સંદેહ નથી. અમે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસમાં જ નહિ બલકે ઈઝ ઑફ લિવિંગમાં પણ સુધારનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભારતની સ્વતંત્રતાને 2022માં 75 વર્ષ પૂરાં થશે. અમે આ સમય સુધી ન્યૂ ઈન્ડિયા બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. તે નવા ભારતમાં નવું સાર્થક હશે.

વધુમાં મોદીએ કહ્યું કે, ભારત જ્યારે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા હતું અને સૈન્ય રૂપે પણ સક્ષમ હતું, ત્યારે ભારતે કોઈના પર પણ દબાણ નહોતું નાખ્યું. જ્યારે અમે તાકાતવર હતા, ત્યારે કોઈના પર બળપ્રયોગ નહોતો કર્યો, ભારતે પોતાની ક્ષમતા અને ઉપલબ્ધિઓ વહેંચી છે. અમે આખી દુનિયાને એક પરિવાર માન્યો છે. વસુધદૈવ કુટુંબકમ. અમારો વિકાસ વિશ્વમાં વિશ્વાસ પેદા કરશે. અમે વસુદૈવ કુટુમ્બકમમાં ભરોસો રાખીએ છીએ અને આખી દુનિયાને અમારો પરિવાર માનીએ છીએ.

બે દિવસના પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સઉદી અરબબે દિવસના પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સઉદી અરબ

English summary
PM Modi address at Future Investment Initiative (FII) in Riyadh, Saudi Arabia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X