For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંને દેશોની વ્યાપારિક અસ્થિરતા ઠીક કરવા આવ્યો છુઃ યુગાન્ડાની સંસદમાં પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આફ્રિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર નીકળ્યા છે અને રવાન્ડા બાદ આજે પીએમ યુગાન્ડામાં છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આફ્રિકાના ત્રણ દિવસીય પ્રવાસ પર નીકળ્યા છે અને રવાન્ડા બાદ આજે પીએમ યુગાન્ડામાં છે. પીએમ મોદીએ યુગાન્ડાના એન્ટેબ્બે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્વાગત કરવા માટે રાષ્ટ્રપતિ યોવેરીમુસેવેની પહોંચ્યા હતા. 1997 બાદ આ પહેલો મોકો છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વિપક્ષીય વાતચીત માટે યુગાન્ડા પહોંચ્યા છે. પીએમ મોદીએ યુગાન્ડાની સંસદને સંબોધિત કરતા કહ્યુ કે બંને દેશો વચ્ચે વ્યાપારિક અસ્થિરતા છે અને તેને જ ઠીક કરવા માટે હું આવ્યો છુ.

pm modi

યુગાન્ડાની સંસદમાં મોદીના ભાષણના કેટલાક અંશ

• હું આ વિશાળ સંસદને સંબોધિત કરવાના નિમંત્રણ માટે ખૂબ જ સમ્માનિત અનુભવી રહ્યો છુ. આવુ સમ્માન પહેલા કોઈ ભારતીય પ્રધાનમંત્રીને મળ્યુ છે. આ ભારતના 12 કરોડ ભારતીયોનું સમ્માન છે.
• બંને દેશોનો એક લાંબો સ્વતંત્રતા ઈતિહાસ રહ્યો છે. મોદીએ કહ્યુ કે ભારતીય સ્વતંત્રતાના ઈતિહાસની લિંક આફ્રિકાથી છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ 21 વર્ષ આફ્રિકામાં વિતાવ્યા છે. અસહકાર આંદોલનની શરૂઆત અહીંથી જ થઈ હતી.
• ઈતિહાસ ભારત અને આફ્રિકાના પ્રાચીન જ્ઞાન અને શાંતિપૂર્ણ પ્રતિરોધની સ્થાયી તાકાતની સફળતાનો સાક્ષી છે. આફ્રિકામાં કેટલાક ગાઢ પરિવર્તનો ગાંધીવાદી રીતોથી આવ્યા હતા.
• યુગાન્ડા આફ્રિકાનું મોતી છે. તે સંશાધનો અને સમૃદ્ધ વારસાની મહાન સંપત્તિ છે.
• ભારતમાં કોઈના પણ માટે રોકાણ કરવુ સરળ છે કારણકે તે એક પોલિસી ડ્રિવન દેશ છે. આફ્રિકાના વિકાસ અને વિશ્વ શાંતિ માટે યુગાન્ડા મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.
• આપણા પ્રાચીન દરિયાઈ લિંક, વસાહતીવાદનો અંધકારયુગ, સ્વતંત્રતા માટેનો સંઘર્ષ, એક વિભાજિત દુનિયામાં સ્વતંત્ર દેશોના અનિશ્ચિત માર્ગ, નવા અવસરોની શરૂઆત અને આપણી યુવા વસ્તીની આકાંક્ષાઓની એકતા, આ બધુ આપણા બંને દેશો વચ્ચે સમાન છે.

English summary
PM Modi Addresses Uganda Parliament, first India to do so
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X