For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આવનારા 2-3 વર્ષમાં સાઉદી અરબ મોટું રોકાણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચી ચુક્યા છે. અહીં તેમને યોગા ફોર પીસ કાર્યક્રમમાં ભાગ લીધો.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના પહોંચી ચુક્યા છે. અહીં તેમને યોગા ફોર પીસ કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે તેઓ અર્જેન્ટિનાની ટીમને વિશ્વ્ હોકી કંપની પહેલી મેચ જીતવા માટે અભિનંદન આપે છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ આપણે માનસિક શાંતિની સાથે સાથે શારીરિક શાંતિ પણ આપે છે. તે આપણા શરીર અને દિમાગને શક્તિ આપે છે. પીએમ મોદીએ કહ્યું કે જયારે દિમાગ શાંત રહેશે ત્યારે પરિવાર, સમાજ, દેશ અને દુનિયા પણ શાંત રહેશે. યોગ ભારત ઘ્વારા દુનિયાને ભેટ છે.

pm modi

પ્રધાનમંત્રી મોદીએ સમિટમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કહ્યું કે જી20 સમિટમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા, સતત વિકાસ, પર્યાવરણમાં બદલાવ, ભાગેલા અપરાધી જેવા મુદ્દા પર વાત કરવામાં આવશે. આ મુદ્દા આખી દુનિયાના હિતના મુદ્દા છે. પીએમ મોદીની સાઉદી અરબ પ્રિન્સ સાથે મુલાકાત વિશે જાણકારી આપતા વિદેશ સચિવ વિજયગોખલે ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મુલાકાત દેશમાં આવનારા 2-3 વર્ષમાં રોકાણ વધારવા બાબતે હતી.

વિદેશ સચિવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાઉદી અરબ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રચરમાં રોકાણ કરશે. તેની સાથે સાથે ટેક્નોલોજી, કૃષિ અને ઉર્જા સેક્ટરમાં પણ સાઉદી અરબ ભારતમાં રોકાણ કરશે.

આ પણ વાંચો: G20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી અર્જેન્ટીના જવા રવાના

English summary
PM Modi in Argentina for G20 Summit meets Saudi Arab prince Mohammed bin Salman Al Saud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X