For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BRICS અને SCO શિખર સંમેલનમાં હાજરી આપવા મોદી રશિયા પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

કઝાકિસ્તાનમાં પોતાના વિદેશ પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ નજરબાયેવ સાથે જોઇન્ટ સ્ટેટમેન્ટ આપ્યું. સાથે જ ભારતે કઝાકિસ્તાન સાથે 5 મહત્વપૂર્ણ કરારો કર્યા. જેમાં સંરક્ષણ, રેલ્વે, યુરેનિયમ સ્પલાય, રમત ગમત અને સજા સંભળાવ્યા બાદ કેદીના સંસ્થળાતર જેવા મુદ્દા પર બન્ને દેશોએ હસ્તાક્ષર કર્યા.

સાથે જ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ એન નજરબાયેવને ભારતમાં જન્મ પામેલા ધર્માના સંબંધિત પુસ્તકોની ભેટ પણ આપી. જેમાં પરસિયન ભાષામાં લખેલ રામાયણ, શ્રી ગુરુગ્રંથ સાહેબ, કલ્પસુત્ર સમેત કેટલાક અન્ય પુસ્તકોને પણ જોડવામાં આવ્યા.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યાર સુધીના કઝાકિસ્તાન પ્રવાસની પળે પળની માહિતી મેળવો આ ફોટોસ્લાઇડરમાં અને સાથે જ આ પ્રવાસની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

મોદી પહોંચ્યા રશિયા

મોદી પહોંચ્યા રશિયા

BRICS અને SCO શિખર સંમેલનમાં હાજરી આપવા મોદી રશિયામાં આવેલ ઉફામાં પહોંચ્યા. નોંધનીય છે કે આ સંમેલન દરમિયાન તે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ મળી શકે છે.

રાજકીય ભોજ

રાજકીય ભોજ

બન્ને દેશો દ્વારા જોઇન્ટ સ્ટેટમેન્ટ અને કરારો કર્યા બાદ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ભોજ રાખ્યું.

તેજ કદમ: જોઇન્ટ સ્ટેટમેન્ટ

તેજ કદમ: જોઇન્ટ સ્ટેટમેન્ટ

તેજ કદમ નામનું એક જોઇન્ટ સ્ટેટમેન્ટ ભારત અને કાઝિકસ્તાનના વડાઓએ બહાર પાડ્યું. જેમાં સંરક્ષણ અને વેપાર મામલે બન્ને દેશોએ પોતાનો સહયોગ વધારવાની વાત કરી.

યુરેનિયમ કરાર

યુરેનિયમ કરાર

ઓસ્ટ્રેલિયા બાદ કઝાકિસ્તાન બીજા નંબરે ભારતને સૌથી મોટી માત્રામાં યુરેનિયમ આપશે. આ મામલે બન્ને દેશો વચ્ચે આજે કરાર થયા.

કરાર

કરાર

આ બેઠકમાં કુલ 5 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વધુમાં હાઇડ્રોકાર્બનના સ્પલાય, આઇટી પાર્ક્સ, સ્પેસ, જોડાય, યુએન રિફોર્મ, આતંકવાદ અને ખાતર જેવા મુદ્દા પર પણ બન્ને દેશો વચ્ચે ચર્ચા થઇ.

મોદી હેપ્પી બર્થ ડે કહ્યું

મોદી હેપ્પી બર્થ ડે કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ નજરબાયેવને તેમના 75માં જન્મ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી.

યોગ મામલે મોદીના થયા વખાણ

યોગ મામલે મોદીના થયા વખાણ

તો બીજી તરફ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ આંતરાષ્ટ્રિય યોગ દિવસને સફળ બનાવવા અને તે માટે યુએનમાં આહ્વાહન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિરદાવ્યા.

દ્રિપક્ષીય બેઠક

દ્રિપક્ષીય બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બન્ને દેશો વચ્ચે દ્રિપક્ષીય બેઠક થઇ.

મોદીની ભેટ

નરેન્દ્ર મોદીએ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ એન. નજરબાયેવને ભારતમાં જન્મ પામેલા ધર્માના સંબંધિત પુસ્તકોની ભેટ પણ આપી. જેમાં પરસિયન ભાષામાં લખેલ રામાયણનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

દ્રિપક્ષીય બેઠક પહેલા મુલાકાત

દ્રિપક્ષીય બેઠક પહેલા મુલાકાત

જો કે બન્ને દેશોના વડા દ્રિપક્ષીય બેઠકની શરૂઆત કરવા પહેલા મળ્યા હતા. જે તેમણે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

રાષ્ટ્રપતિ ભવનનો નજરો

રાષ્ટ્રપતિ ભવનનો નજરો

રાષ્ટ્રપતિ ભવનથી કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાનો આ ભવ્ય નજારો.

ગાર્ડ ઓફ ઓનર

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ નજરબાયેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં ગાર્ડ ઓફ ઓનર આપ્યું.

મેક ઇન ઇન્ડિયા

મેક ઇન ઇન્ડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના જાણીતા ઉદ્યોગપતિઓ જોડે બેઠક કરી તેમને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું.

યુરેશિયા રાષ્ટ્રિય યુનિવર્સિટીની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંની યુરેશિઆ રાષ્ટ્રિય યુનિવર્સિટીમાં સેન્ટર ફોર એક્સિલેન્સનું ઉદ્ધાટન કર્યું.

English summary
PM Modi invites Mauritius PM for Indo-Africa Summit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X