For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બાદ સૌથી વધુ શીખ સાંસદોના દેશ, કેનેડામાં પહોંચ્યા મોદી

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દેશોની વિદેશ યાત્રાના અંતિમ પડાવ પર, બુધવારે સવારે ચાર વાગ્યે કેનેડાની રાજધાની ઓટાવા પહોંચ્યા. નોંધનીય છે પાછલા 42 વર્ષમાં પહેલી વાર કેનેડાની ધરતી પર કોઇ ભારતીય વડાપ્રધાન વિદેશ યાત્રા માટે પહોંચ્યા છે.

કેનેડામાં મોટી સંખ્યામાં શીખ અને ભારતીય સમુદાયનો લોકો રહે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેનેડાની રાજધાની ઓટાવામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આજના કાર્યક્રમ મુજબ નરેન્દ્ર મોદી કેનેડાના પ્રમુખ સ્ટીફન હાર્પરની સાથે બપોરનું ભોજ લેશે. જેમાં બન્ને દેશોના વડા ઉર્જા, રોકણ અને લશ્કરી જોડાણ અને મેક ઇન ઇન્ડિયા જેવા વિષયો પર ચર્ચા કરશે.

ત્યારબાદ મોદી કેનેડાના અધિકૃત પેનશન ફંડના અધિકારીઓને મળશે અને ભારતમાં રોકણ પર તેમની જોડે ચર્ચા કરશે. વધુમાં મોદી ટેરેન્ટોમાં ભારતીય સમુદાયના લોકોને પણ આજે સંબોધશે.

ત્યારે મોદીની કેનેડા યાત્રાના કેટલીક ખાસ પળો તસવીરોના માધ્યમથી અમે આજે દિવસ ભર તમને જણાવતા રહીશું. આ પેઝને રિફ્રેશ કરતા રહેજો જેથી તમે મોદી વિદેશ યાત્રાની પળ પળની ખબર મેળવી શકો. જુઓ આ સ્લાઇડર.

મોદી પહોંચ્યા કેનેડા

મોદી પહોંચ્યા કેનેડા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દેશોની વિદેશ યાત્રાના અંતિમ પડાવ પર બુધવારે વહેલી સવારે કેનેડાની રાજધાની ઓટાવા પહોંચ્યા.

મોદીનું ભવ્ય સ્વાગત

મોદીનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓટાવા પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ભારતીય સમુદાયને મળ્યા મોદી

ભારતીય સમુદાયને મળ્યા મોદી

મોદીનું પ્લેન બગડ્યું

મોદીનું પ્લેન બગડ્યું

નોંધનીય છે કે બર્લિનથી નીકળ્યા બાદ વડાપ્રધાનના અધિકૃત હવાઇ જહાજ, એર ઇન્ડિયા વનમાં થઇ ટેકનિકલ ખામી. આ પ્લેનનું એન્જિન બગડતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈકલ્પિત વિમાન દ્વારા કેનેડા પહોંચ્યા

કેનેડાના વડાપ્રધાન ટ્વિટ કરી આવકાર્યા

કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરે ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેનેડામાં કર્યું ભાવભર્યું સ્વાગત. તેમણે ટ્વિટમાં કહ્યું કે "તમામ કેનેડાવાસીઓ તરફ હું અધિકૃત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરું છું".

42 વર્ષ બાદ

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેનેડાનો આ પ્રવાસ છે ખાસ. 42 વર્ષ પછી કોઇ ભારતીય વડાપ્રધાન કેનાડાની અધિકૃત મુલાકાત પર આવી રહ્યા છે. જે ભારત અને કેનેડાના સંબંધોમાં નવા પ્રાણ ફૂંકશે. આ મામલે ભારતના વિદેશ પ્રવક્તા સૈયદ અક્બરુદ્દીને ટ્વિટ કરી માહિતી આપી હતી.

ટોરેન્ટોમાં થશે મેડિસન સ્કેવરની યાદો તાજી

નોંધનીય છે કે 15મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોરેન્ટોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધશે. જેમાં અંદાજે 10,000 ભારતીય લોકો મોદીનું ભાષણ સાંભળશે. ત્યારે મોદીની આ સ્પીચ ન્યૂયોર્કના મેડિસન સ્કેવરની યાદો ફરી તાજી કરાવે તો નવાઇ નહીં.

યુરેનિયમ સ્પલાય પર ચર્ચા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર વચ્ચે યુરેનિયમ સ્પલાઇ કરવા માટે આજે થઇ મહત્વની ચર્ચા.

English summary
PM Modi reaches Canada; to focus on energy, investments, ties, bilateral, make in india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X