• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી ઇન મલેશિયા: શું મોદીના વિદેશ પ્રવાસથી ભારતનો ફાયદો થાય છે?

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મલેશિયાના વિદેશ પ્રવાસ પર છે. તે અહીં કોલાલ્મપુરમાં એશિયન સંમેલનમાં ભાગ લેવા ગયા છે. અહીં એશિયન સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે તે ભારતને મેનીફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે. વધુમાં મોદીએ કહ્યું કે ભારતમાં તમામ દેશો માટે સોનેરી તક છે.

ત્યારે બ્રિટન પ્રવાસના થોડા દિવસ બાદ તરત જ મોદી મલેશિયાના વિદેશ પ્રવાસ પર જવા ઉપડી જતા સોશ્યલ મીડિયા અને લોકોમાં ફરી એક વાર કેટલાક એક સવાલ ઊભો થયો છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આટલા વિદેશ પ્રવાસથી ભારતને કોઇ ફાયદો થઇ રહ્યો છે. ધણા લોકો તો રમૂજમાં તે પણ કહી રહ્યા છે કે મોદી વડાપ્રધાન નથી વિદેશ પ્રધાન છે.

ત્યારે આ મુદ્દા અંગે અને તેના સારા નાસારા પાસા વિષે અમે થોડીક જાણકારી મેળવી છે. સુત્રો મુજબ માહિતી મળી તે મુજબ મોદી તેવા પહેલા વડાપ્રધાન નથી જેમણે તેમના કાર્યકાળમાં મોટી સંખ્યામાં વિદેશ પ્રવાસ કર્યા હોય. આ પહેલા મનમોહન સિંહે પણ એક વર્ષની અંદર જ 14 દેશોનો પ્રવાસ કર્યો હતો અને 42 દિવસના વિદેશ પ્રવાસ પર ગયા હતા.

ત્યારે મોદીના વિદેશ પ્રવાસથી શું શું ફાયદા ભારત થયા છે અને ક્યાં ભારતને નુક્શાન થયું છે તે વિષે અમે જાણવાનો પ્રયાસ કર્યો છે. અને તેમાંથી થોડાક મુદ્દા નીચે મુજબ છે...

રોકાણ

રોકાણ

તે વસ્તુ નકારી શકાય તેમ નથી કે મોદીના વિદેશ પ્રવાસથી વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે. તેમણે સારા પાયે ભારતમાં રોકાણ કર્યું છે. જાપાને 35 બિલિયન ડોલર, અમેરિકા 41 બિલિયન ડોલર, આવી રીતે અનેક દેશોએ ભારતમાં રોકાણ કરવામાં રસ બતાવ્યો છે. એફીડી આઇ પણ વધ્યું છે. જે સારી વાત છે.

UNSC મેમ્બરશીપ

UNSC મેમ્બરશીપ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદની મેમ્બરશીપ માટે ભારત પાછલા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. મોદીના વિદેશપ્રવાસથી આને પ્રાણવાયુ મળ્યો છે તેવું કહેવું અતિશ્યોક્તિ નથી. અમેરિકા, બ્રિટન જેવા મોટા દેશોએ આ અંગે સહમતિ વ્યક્ત કરી છે તો બીજી તરફ મોદી તેવા અનેક નાના દેશાના વડાપ્રધાનને પણ મળી રહ્યો છે જે આપણા વતી વોટ નાંખી આપણને આ સીટ મેળવવા માટે મોટો નંબર આપી શકે. તેમને આ કૂટનિતી સરાહનીય છે.

ન્યૂક્લિયર પાવર

ન્યૂક્લિયર પાવર

ભારત જેવા મોટા દેશમાં વિજળી એક મોટો પ્રશ્ન છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા સાથે આપણા યુરેનિયમ કરારો થયા છે. જેનાથી આવનારા સમયમાં વિજળીના પ્રશ્ન હળવો થશે. પણ આની પૂરી કેડિટ મોદીને સાથે તેની પહેલાની સરકારના શરૂઆતી પ્રયાસને પણ જાય છે.

પોઝિટવ ઇન્ડિયા

પોઝિટવ ઇન્ડિયા

વિદેશમાં ભારતની છબી સુધરી છે. એક સારા પ્રવક્તા તરીકે મોદીએ ભારતની છબી વિદેશીમાં સુધરવામાં મોટા ફાળો આપ્યો છે. કહેવાય છેને કે જ્યાં સુધી આપણે આપણા વખાણ નહીં કરીએ ત્યાં સુધી બીજા આપણા વખાણ નહીં કરે બસ કંઇક એવું જ મોદી કરી રહ્યા છે.

વિદેશ કૂટનીતિ

વિદેશ કૂટનીતિ

નેપાળ સાથે ભારતના સંબંધો સુધર્યા છે. નેપાળના ભૂકંપ વખતે ભારતની મદદને વિશ્વ બિરદાવ્યું હતું. ત્યાં જ યમનથી ભારતીય સાથે 41 વિવિધ દેશોના લોકોને પણ સહી સલામત ભારત લાવવામાં આવ્યા હતા. જે એક સારી વિદેશ કૂટનીતિ કહી શકાય. પણ આનો જેટલો શ્રેય મોદીને જાય છે તેનાથી ડબલ ધણો ભારતીય સેનાને પણ જાય છે કારણ કે મોદીજી તો કહીને છૂટી ગયા પણ યમન અને નેપાળમાં ભારતનું માથું ગર્વથી ઊંચુ કરવા પાછળ ભારતીય સેનાનો પણ મોટો હાથ છે.

રફાલ ફાઇટર જેટ ડિલ

રફાલ ફાઇટર જેટ ડિલ

મોદીએ ફ્રાંસ પ્રવાસ વખતે ફ્રાંસના 36 રફાલ જેટ વિમાની ની ખરીદી ડાયરેક્ટ કરી. તેનાથી વાયુ સેનાને બૂસ્ટ મળ્યું. વળી ડાયરેક્ટ ખરીદી થવાથી વચેટિયા અને કમિશનબાજોને નુક્શાન થયું અને ભારતને ફાયદો.

ચિંતાનો વિષય

ચિંતાનો વિષય

ત્યારે જોવાનું તે રહ્યું કે આટલા વિદેશી રોકાણ બાદ ભારતનો વિકાસ થાય છે કે વચેટિયાઓનો? સાથે જ તે પણ જોવાનું કે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા પડોશી જોડે લાંબા ગાળે પણ સારા સંબંધો બની રહે છે કેમ? આવા કંઇ કેટલાય સવાલો છે જેનો ઉત્તર ખાલી આવનારો સમય જ આપશે.

English summary
PM Modi’s foreign Visit: what we got?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X