For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Modi in UAE : ક્રાઉન પ્રિંસએ મોદીને કહ્યું આને તમારું બીજું ઘર સમજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત અરબ અમીરાત પ્રવાસમાં ક્રાઉન પ્રિંસે, મોદી અને ભારત વિષે શું કહ્યું જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઇ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સૌથી પહેલા અબુ ધાબીમાં શહીદ સ્થળ વાહત અલ કરામા પર જઇને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તે પછી તે ઓપેરા હાઉસમાં ઇન્ડિયન કમ્યુનિટીને સંબોધિત કર્યું હતું. ત્યાં જ અબુ ધાબીના ક્રાઉન પ્રિંસે પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું અને તેમને પોતાના મિત્ર જણાવતા કહ્યું હતું કે આને તમે પોતાનું બીજું ઘર સમજજો. અબુ ધાબીમાં મીડિયાથી વાતચીત કરતા વિદેશ સચિવ વિજય ગોખલેએ આ અંગે જણાવ્યું હતું. વિદેશ સચિવે કહ્યું કે આ તમામમાં સૌથી મહત્વની વાત એ છે કે તેમણે અનેક વાર કહ્યું કે યુએઇને બનાવવામાં ભારતીયોનું યોગદાન ખાસ છે. અને તે વાતની અબુ ધાબીનો દરેક નાગરિક પ્રશંસા કરે છે. ગોખલેએ કહ્યું કે ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને કહ્યુ કે ભારતીયો કઠણ પરિશ્રમ અને વિશ્વાસ પર આ દેશને બનાવ્યો છે.

modi in uae

ક્રાઉન પ્રિંસ કહ્યું કે ભારતીય પર વિશ્વાસ કરી શકાય છે. ગોખલે કહ્યું કે પીએમ મોદીના સ્વાગત માટે ક્રાઉન પ્રિંસ સ્વયંમ એરપોર્ટ પર આવ્યા અને તેમનું સ્વાગત કર્યું. ભારત અને યુએઇની વચ્ચે 14માંથી 5 મુખ્ય કરાર પર હસ્તાક્ષર થવાના છે. નોંધનીય છે કે બંન્ને દેશો વચ્ચે સ્પેસ ટેકનોલોજી, સ્કિલ ડેવલોપમેન્ટ, નાણાંકીય મામલા અને સુરક્ષા સંબંધી વિષણો પર કરાર થવાના છે. જેના પર બંને દેશોની નજર ટકી છે. વધુમાં બંને દેશો વચ્ચે આંતકવાદ મામલે પણ મહત્વના કરાર થાય તેમ ચર્ચા છે. આ સિવાય બંને દેશ ફાઇનેન્સિયલ ઇન્ટેલિજીન્સને સમેત હવાલા, મની લોન્ડ્રિંગ અને ટેરર ફડિંગને રોકવા માટે પણ પગલાં લેશે તેમ જાણવા મળ્યું હતું.

English summary
PM Modi In UAE: Abu Dhabi Crown Prince describes PM Modi as a friend. Read more on this news here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X