For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ModiinUAE: યુએઇમાં નરેન્દ્ર મોદી ગુજરાતીમાં લખ્યો સંદેશ અને કર્યા હસ્તાક્ષર

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સંયુક્ત અરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાત પર છે. હાલ તેમણે અહીંની હાઇટેક સિટી મસ્દરની મુલાકાત લઇને અહીંના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. સાથે જ મોદીએ આ ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા માટે અપીલ કરી.

અબુધાબી ઇનવેસ્ટમેન્ટ એથોરિટીના મહાનિર્દેશક હામિદ બિન જાયદ અલ નાહ્યાને મોદીના સન્માનમાં રવિવારે રાત્રે ખાસ રાત્રીભોજ આપ્યો હતો. જે માયે શુદ્ઘ શાકાહારી ભોજન બનાવવા માટે ભારતના જાણીતા શેફ સંજીવ કપૂરને ખાસ ભારતની બોલવવામાં આવ્યા હતા.

સાથે જ મોદી અહીંના ભારતીય મૂળના લોકોને પણ મળશે. યુએઇ પહોંચ્યા બાદ મોદીએ અરબી ભાષામાં ટ્વિટ કરીને કહ્યું કે તે તેમની આ યાત્રાને લઇને ખૂબ જ આશાવાદી છે. અને તેમણે ભારત અને યુએઇના સારા સંબંધો માટે પણ આશા સેવી હતી.

વળી રવિવારે પ્રોટોકોલ તોડીને હવાઇ મથક પર અબુધાબીના પ્રિંસ શેખ મુહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન અને તેમના પાંચ ભાઇઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સત્કાર કર્યો હતો. ત્યારે મોદીની આ યાત્રાની કેટલીક ખાસ તસવીરો અને આ યાત્રાની પળે પળની માહિતી જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મોદી પહોંચ્યા દુબઇ, દુબઇના શાસક એચ.એચ. શેખ મહોમ્મદને મળ્યા મોદી મોદી પહોંચ્યા દુબઇ

મોદી પહોંચ્યા દુબઇ, દુબઇના શાસક એચ.એચ. શેખ મહોમ્મદને મળ્યા મોદી મોદી પહોંચ્યા દુબઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઇ પહોંચી ગયા છે. જ્યાં તેમણે દુબઇના શાસક તેવા એચ.એચ. શેખ મહોમ્મદ સાથે મુલાકાત કરી. જે બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ભલે બે દેશ અલગ અલગ હોય પણ સ્વાગત બન્ને દેશોમાં સમાન ગર્મજોશીથી કરાય છે.

કાઉન પ્રિન્સને મળ્યા મોદી

કાઉન પ્રિન્સને મળ્યા મોદી

જતા પહેલા ફરી એક વાર મોદી કાઉન્સ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ ઉલ નાહયનને મળ્યા હતા. જેમણે મોદીના સન્માનમાં ભોજ આપ્યું હતું.

પ્રમુખ ઉદ્યોગપતિથી મુલાકાત

પ્રમુખ ઉદ્યોગપતિથી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇમાં આજે તેમની બીજા દિવસની મુલાકાતમાં યુએઇના હાઇટેક શહેર મસ્દરની મુલાકાત લીધી અને અહીંના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી.

વિજ્ઞાન જીવન છે

વિજ્ઞાન જીવન છે

મસ્દરના હાઇટેક શહેરની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ડિઝિટલ હસ્તાક્ષર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે "વિજ્ઞાન જ જીવન છે."

હાઇટેક સીટી મસ્દરની મુલાકાત

હાઇટેક સીટી મસ્દરની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના પ્રવાસના બીજા દિવસે યુએઇના હાઇટેક શહેર મસ્દરની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે અહીંના ઉદ્યોગપતિઓ જોડે વાતચીત કરીને હતી

યુએઇના છાપામાં છવાયા મોદી

યુએઇના છાપામાં છવાયા મોદી

તો વળી મોદીની મુલાકાતના બીજા દિવસે મોદીજી અહીંના તમામ મુખ્ય અખબારોના મુખ્ય પેઝ પર છવાયેલા જોવા મળ્યા. આ તમામ છાપામાં યુએઇ અને ભારતના સારા સંબંધોની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સંજીવ કપૂર બનાવ્યું મોદી માટે ભોજ

સંજીવ કપૂર બનાવ્યું મોદી માટે ભોજ

અબુધાબી ઇનવેસ્ટમેન્ટ એથોરિટીના મહાનિર્દેશક હામિદ બિન જાયદ અલ નાહ્યાને મોદીના સન્માનમાં રવિવારે રાત્રે ખાસ રાત્રીભોજ આપ્યું હતું. જે માટે ભારતથી જાણીતા શેફ સંજીવ કપૂરને બોલવામાં આવ્યા હતા. જેમણે મોદી માટે ખાસ શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું હતું.

ઇલેક્ટ્રિક કારની સવારી

ઇલેક્ટ્રિક કારની સવારી

યુએઇના હાઇટેક શહેર મસ્દરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇલેક્ટ્રોનિક કારની સવારી કરી.

યુએઇમાં બનશે મંદિર

રવિવારે, સંયુક્ત અરબ અમીરાતે ભારતીય સમુદાયને તેમની રાજધાનીમાં મંદિર બનાવવા માટે જમીન ફાળવી. જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઇ નેતૃત્વનો આભાર માન્યો.

શેખ જાયદ મસ્જિદ

શેખ જાયદ મસ્જિદ

સાથે જ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંની પ્રસિદ્ધ મસ્જિદ શેખ જાયદની મુલાકાત લીધી. 1.8 લાખ વર્ગ ફીટમાં ફેલાયેલી આ મસ્જિદ મક્કા મદીના બાદ દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદ છે.

મોદીનો સંદેશ

મોદીનો સંદેશ

ત્યારે આ મસ્જિદની નોંધપોથીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ મસ્જિદ શાંતિ, દયા અને ભાઇચારાનું પ્રતીક બનશે.

મોદીની સેલ્ફી કૂટનીતિ

મોદીની સેલ્ફી કૂટનીતિ

ત્યારે આ મસ્જિદની મુલાકાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મસ્જિદના બેકગ્રાઉન્ડ સાથે શેખ પરિવાર સાથે સેલ્ફી પડવાનો મોકો નહતો છોડ્યો.

ભારતીય મજૂરોથી મુલાકાત

ભારતીય મજૂરોથી મુલાકાત

તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં રહેતા મજૂરના નિવાસ શિબિરની મુલાકાત લઇને તેમના હાલચાલ પણ પૂછ્યા હતા. નોંધનીય છે કે અહીં લગભગ 28 હજાર ભારતીય મજૂરો રહે છે.

બીઆરટી નહીં પીઆરટી

વડાપ્રધાન મોદીએ મસદરમાં પોતાના અનુભવો વિષે જણાવતા ટ્વિટર લખ્યું કે તમે બીઆરટી વિષે જાણતા હશો પણ પીઆરટી (પ્રાઇવેટ રેપિડ ટ્રાંજિટ) વિષે અહીં આવીને જાણવા મળ્યું.

English summary
The UAE wants to scale new friendly ties with India, said Shaikh Mohammed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi and Deputy Supreme Commander of the UAE Armed Forces said after meeting visiting Prime Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X