For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: શા માટે પીએમ મોદી લખશે ઓબામાને પત્ર?

|
Google Oneindia Gujarati News

ભારતીય પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે સોમવારે ન્યૂયોર્કમાં એક ખાસ મુલાકાત થશે. માત્ર એક વર્ષની અંદર બંને નેતા વચ્ચે આ ત્રીજી મુલાકાત હશે.

આ મુલાકાત દરમ્યાન બંને નેતા અનેક મુદ્દે વાતચીત કરશે. પરંતુ તે પહેલા સમાચાર મળી રહ્યાં છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીવાળીના સંદર્ભમાં એક પત્ર અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને લખશે. પીએમ મોદીએ અમેરિકન પોસ્ટલ સર્વિસ તરફથી દિવાળી પર ટપાલ ટિકીટ જાહેર કરવાના સંદર્ભમાં એક રીકવેસ્ટ કરતો પત્ર રાષ્ટ્રપતિ બરાક ઓબામાને લખવા માટે સહમતિ બનાવી લીધી છે.

તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા પહેલા એવા અમેરિકી રાષ્ટ્રપતિ છેકે જેઓ દર વર્ષે વ્હાઇટ હાઉસમાં દીવાળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે.

પીએમ મોદીને રજૂઆત કરવામાં આવી

પીએમ મોદીને રજૂઆત કરવામાં આવી

પીએમ મોદીને ઓબામાને પત્ર લખવાની રજૂઆત ન્યૂયોર્કમાં વસતા ભારતીય અમેરિકી દંપતી રંજૂ અને રવિ બત્રાએ કરી હતી. મોદી સાથે તેમની મુલાકાત શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં થઇ હતી.

ઘણાં સમયથી આ અંગે અભિયાન ચાલી રહ્યું છે

ઘણાં સમયથી આ અંગે અભિયાન ચાલી રહ્યું છે

એક મિડીયા રીપોર્ટ દ્રારા જાણકારી મળી હતી કે દીવાળી સ્ટેમ્પ પ્રોજેક્ટના અધ્યક્ષા રંજૂએ મોદીને આ અંગે અવગત કરાવ્યા હતા. રંજૂ દિવાળી પર આધારિત ટપાલ ટિકિટ અંગે લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે.

પીએમ મોદીએ આ અંગે પત્ર લખવાની આપી સહમતિ

પીએમ મોદીએ આ અંગે પત્ર લખવાની આપી સહમતિ

આપણે સૌ જાણીએ છેકે અમેરિકામાં ભારતીયોનો એક મોટો સમૂહ વસવાટ કરે છે. દિવાળી ભારતીયોનો સૌથી મોટો તહેવાર છે. આ સમગ્ર વાતોને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ તે વાતની સંમતિ આપી દીધી છેકે તેઓ આ સંદર્ભમાં પીએમ મોદીને પત્ર લખીને રજૂઆત કરશે.

રાષ્ટ્રપતિ બરાક ઓબામા ઉજવે છે દિવાળી

રાષ્ટ્રપતિ બરાક ઓબામા ઉજવે છે દિવાળી

મહત્વપૂર્ણ છેકે રાષ્ટ્રપતિ બરાક ઓબામા પહેલા એવા અમેરિકી રાષ્ટ્રપતિ છેકે જેઓ દર વર્ષે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવે છે.

બરાક ઓબામા અને પીએમ નરેન્દ્ર મોદી

બરાક ઓબામા અને પીએમ નરેન્દ્ર મોદી

સમાચારોના માધ્યમથી અને પાછલા એક વર્ષમાં જેવી રીતે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પીએમ નરેન્દ્ર મોદીની નિકટતાની વાતો વિશ્વ આખુ કરી રહ્યું છે, ત્યારે જો દિવાળીના સંદર્ભમાં ટપાલ ટિકીટની મંજૂરી મળી જશે તો તે દરેક ભારતીય માટે મોટી જીત બની રહેશે.

English summary
PM Narendra Modi will write to US President Barack Obama on Diwali stamp. An Indian couple living in New York has requested to PM Modi for this purpose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X