For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WEF2018 : મોદીએ કહ્યું કે ત્યારે જ સાચો વિકાસ થશે જ્યારે બધા સાથે મળીને ચાલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં પોતાનું સંબોધન શરૂ કર્યું. અને આ સાથે જ આ કાર્યક્રમની શરૂઆત થઇ. જાણો પીએમ મોદીએ તેમના સંબોધનમાં શું કહ્યું અહીં.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ ઇકોનોમીક ફોરમની 48મી બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવોસ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક જગતના આ મહાકુંભની દુનિયામાં આજે વિવિધ દેશોના નેતાને સંબોધિત કર્યું હતું. નોંધનીય છે કે WEFનું 48માં સંમેલનનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ઉદ્ધાટનથી જ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું આ સંબોધન હિન્દીમાં શરૂ કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં તેમણે અહીં બોલવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે બોલીવૂડના શહેનશાહ શાહરૂખ ખાન અને ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણી પણ શ્રોતગણમાં બેસીને આ ભાષણ સાંભળી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ તેમના આ ભાષણમાં શું કહ્યું વિગતવાર જાણો અહીં...

modi
  • છેલ્લે જ્યારે ભારતના વડાપ્રધાન દાવોસમાં આવ્યા હતા ત્યારે 1997ની સાલ ચાલી રહી હતી. દેવગૌડાજી તે વખતે આવ્યા હતા. તે વખતે અમારી જીડીપી 400 મિલિયન ડોલરથી થોડી વધુ હતી અને હવે તે છ ગણી વધી ગઇ છે. 1997માં પક્ષીઓ ટ્વિટ કરતા હતા હવે માણસો ટ્વિટ કરે છે. ત્યારે જો તમે એમેઝોન ઇન્ટરનેટ પર નાંખતા તો નદીઓ અને જંગલની તસવીરો આવતી હતી. તે સમય કરતા હાલ ધણું બદલાઇ ગયું છે. આજે ડેટા સૌથી મોટી સંપદા બની ગયું છે. ડેટા ગ્લોબ ફ્લોનું સૌથી મોટું અવસર અને સૌથી મોટી મુશ્કેલી બની ગયું છે.
  • 1997માં યુરો નહતો, ના જ બ્રેક્સિટ, ના જ લાદેન અને ના જ હતો હેરી પોટર. 1997માં ના હતું ગૂગલ અને ના હતું એમેઝોન ત્યારે ટ્વિટ કરવું પક્ષીઓનું કામ હતું.
    આ વર્ષે ફોરમનો વિષય હતો Building the newtwork society. આજે 21 વર્ષ પછી ટેકનોલોજી અને ડિજીટલ એપની ઉપલબ્ધિઓને દેખતા 1997વાળા વિષય એવું લાગે છે કે જાણે સદીઓ જૂની વાત હોય.
  • વિશ્વમાં હાલ સોશ્યલ મીડિયા અનેક વસ્તુઓ તોડવા અને જોડવા માટે સક્ષમ છે. પણ અમે જોડવામાં માનીએ છીએ. ભારત આદિકાળથી શાંતિ અને વસુધૈવ કુટુંબકમની ધારામાં માનતું આવ્યું છે.
  • આપણી આવનારી પેઢી સામે અનેક પડકારો છે. સૌથી પહેલું તો પર્યાવરણનું પરિવર્તન. માનવ અને પ્રકૃતિ વચ્ચે જાણે કે યુદ્ધ ચાલી રહ્યું છે. પર્યાવરણ પરિવર્તન માટે દેશો વચ્ચે સહમતી નથી થઇ. બીજી તરફ ગ્લેશિયર ઘટી રહ્યા છે અને બરફ પીગળી રહ્યા છે.
  • મહાત્મા ગાંધીથી લઇને ભગવાન બુદ્ધે જેટલું જોઇએ તેટલું જ વાપરો અને લાલચથી દૂર રહો તેવો સંદેશો આપ્યો છે.
  • ત્યારે જ સાચો વિકાસ થશે જ્યારે બધા સાથે મળીને ચાલશે
  • આજે આપણે ખાલી નેટવર્ક સોસાયટી જ નથી પણ બિગ ડેટા અને આર્ટીફિશ્યલ એટેલીજન્સીની દુનિયામાં જીવી રહ્યા છીએ.
    માનવ સભ્યતા સામે છે ત્રણ મુસીબતો
    1. જલવાયુ પરિવર્તન, હવામાનમાં અચાનક જ તીવ્ર બદલાવ આવી રહ્યા છે.
    2. આતંકવાદ- ભારતની આ ચિંતાથી આખી દુનિયા પરિચિત છે. આતંકવાદ જેટલું જ ખતરનાક છે ગુડ ટેરેરિઝમ અને બેડ ટેરેરિઝમ. આજે ભણેલા ગણેલા લોકો પણ આતંકવાદમાં સામેલ થઇ રહ્યા છે.
    3. વધુને વધુ દેશો આત્મકેન્દ્રિત થઇ રહ્યા છે. આ મુસીબત ઉપરોક્ત બંન્ને મુસીબતો જેટલી મહત્વપૂર્ણ છે. ગ્લોબલાઇઝેશનની ચમક ફીકી થઇ રહી છે. અને વૈશ્વિક સંસ્થાઓના કામકાજ અને પ્રક્રિયામાં સમીક્ષાની જરૂર ઊભી થઇ છે.

modi

નોંધનીય છે કે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની ટોપ બિઝનેસમેન કંપનીઓના સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ભારતનો મતલબ જ વેપાર છે. ભારતે પોતાના ગ્રોથની વાર્તા બધાને બતાવી છે. નોંધનીય છે કે વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું આ સંબોધન ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. આ પ્રસંગે ભારત સરકારનો પ્રયાસ રહેશે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ વધુમાં વધુ વૈશ્વિક કંપનીઓ ભારતમાં રોકાણ કરે.

English summary
PM Narendra Modi addresses the Plenary Session of the World Economic Forum in Davos. Read here more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X