For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથ સિટી વોલમાં મોદીનું કરાયું "શાહી સ્વાગત"

|
Google Oneindia Gujarati News

ગત મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દેશોની યાત્રા શરૂ કરી. જે અંતર્ગત તે આજે ચીન પહોંચ્યા. શાન્શીમાં એરપોર્ટ પરથી મોદીના ભવ્ય સ્વાગતની શરૂઆત થઇ ગઇ. શાન્શીમાં તેમના આગમન સાથે જ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને મોટા મોટા હોર્ડિંગ દ્વારા મોદીને આવકારવામાં આવ્યા.

અહીં વડાપ્રધાન, ટેરાકોટ્ટા મ્યુઝિમમાં ગયા અને ત્યારબાદ શિંગ શાગ મંદિર. નોંધનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ પહેલીવાર રાજધાની બેઇજિંગની બહાર કોઇ વિદેશી અતિથિનો સત્કાર કરી રહ્યા છે. જો કે મોદીએ પણ તેમનો આવો જ સત્કાર કર્યો હતો અને તે પણ મોદીની આ મુલાકાતને યાદગાર બનાવા માટે તત્પર છે.

ત્યારે મોદીની આ તમામ ખબરોથી અમે તમને આજે દિવસ ભર માહિતગાર અને અપટેડ કરતા રહીશું. જે માટે તમે આ પેઝને રિફ્રેશ કરતા રહેશો.
તો જુઓ ચીનમાં મોદીનો અત્યાર સુધીનો કાર્યક્રમ તસવીરોમાં...

પ્રાચીન તાંગ રાજવંશની રીતે મોદીનું કરાયું સ્વાગત

ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગના શહેર શિયાનમાં મોદીનું સ્વાગત પ્રાચીન રીતે કરાયું. ત્યાંના તાંગ રાજવંશમાં જે રીતે નૃત્ય કરીને રાજકીય મહેમાનનું સ્વાગત કરાય છે તે રીતે મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.

બે રાજનેતાઓએ કરી એકાંતમાં વાતો

બીગ વાઇલ્ડ ગુઝ પેગોડામાં બન્ને રાજનેતાઓએ એકાંતમાં થોડાક સમય વીતાવ્યો.

મોદીએ આપી ગીફ્ટ

બીગ વાઇલ્ડ ગુઝ પેગોડામાં મોદીએ બૌદ્ધ સાધુ ક્યુઆન ઝાંગના મઠને આપી અનોખી ભેટ. તેમણે બોધીના પ્રસિદ્ધ વૃક્ષના બીજથી અંકુરિત થયેલ એક નાનકડો છોડ અહીં અર્પણ કર્યો. માનવામાં આવે છે કે ક્યુઆન ઝાંગ અહીંથી જ ચાઇનામાં બૌદ્ધ ધર્મને લઇ ગયા હતા.

મોદી આજે રાજકીય ભોજમાં શું ખાશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાકાહારી છે જેને કારણે આજે રાષ્ટ્રપતિ જિંનપિંગ દ્વારા તેમને આપવામાં આવેલ રાજકીય ભોજમાં ખાસ શાકાહારી ભોજનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુઓ આ મેનૂ.

મોદી અને જિનપિંગ પેગેડાની મુલાકાતે

મોદી અને જિનપિંગ પેગેડાની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રતિનિધિની બેઠક પૂરી કરીને ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ સાથે બીગ વાઇલ્ડ ગુઝ પેગોડાની મુલાકાત પર નીકળ્યા છે.

શિયાનમાં પ્રતિનિધિ મંડળની બેઠક શરૂ

શિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ વચ્ચે પ્રતિનિધિ મંડળની બેઠક શરૂ થઇ. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને બન્ને દેશો વચ્ચે કરાર થવાની શક્યતા છે.

નરેન્દ્ર મોદી મળ્યા ચીનના રાષ્ટ્રપતિ

શિયાન પહોંચ્યા ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ.જ્યાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. નોંધનીય છે કે પહેલી વાર ચીનના રાષ્ટ્રપતિ ચીનની રાજધાની બેઇજીંગની બહાર કોઇ વિદેશી વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા છે.

મોદીએ ચીનને કહ્યું

મોદીએ ચીનને કહ્યું "હું તમારો આભારી છું"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બન્ને દેશોના પ્રતિનિધિ મંડળની બેઠકમાં ચીનની આગતા સ્વાગતના ભારે વખાણ કર્યા અને તેમણે ચીનને આ માટે આભાર વ્યક્ત કર્યો.

મોદી કહ્યું

મોદી કહ્યું "આવજો"

ગત મોડી રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી તેમની ત્રણ દિવસની વિદેશ યાત્રાને શરૂ કરી. વડાપ્રધાન આ દરમિયાન ચીન, મંગોલિયા અને દક્ષિણ કોરિયાના દેશોની મુલાકાત લેશે.

Ni Hao! ચાઇના

વડાપ્રધાન વહેલી સવારે ચીનના ઐતિહાસિક શહેર શાન્શી પહોંચ્યા. જ્યાં ચીને તેમની માટે લાલ જાજમ બીછાવીને રાખી હતી. મોદીએ અહીં ચીનને કહ્યું "Ni Hao!" એટલે કે "Hi" કહ્યું.

ઐતિહાસિક શહેરમાં ઐતિહાસિક સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઐતિહાસિક શહેર શાન્શીમાં ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું. મોટા હોર્ડિંગ, નાચ ગાનના રંગારંગ કાર્યક્રમ દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત કરાયું.

નાનકડી છોકરીએ કર્યું મોદીનું સ્વાગત

નાનકડી છોકરીએ કર્યું મોદીનું સ્વાગત

શાન્શી શહેરના એરપોર્ટ પર મોદીને એક નાનકડી ચીની છોકરીએ બુકે આપ્યો. મોદીએ આ છોકરી જોડે થોડિક પ્રાસંગિક વાત કરી અને તેના માથે હાથ મૂકીને તેને વ્હાલ કર્યું.

ટેરાકોટા મેમોરિયલની મુલાકાત

ટેરાકોટા મેમોરિયલની મુલાકાત

શાન્શીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિયાન ગયા જ્યાં તેમણે વિશ્વની આઠ અજાયબીમાંથી એક એવા ટેરાકોટો મ્યુઝિયમની મુલાકાત લીધી

મોદીનું બારીક અવલોકન

મોદીનું બારીક અવલોકન

આ ટેરોકોટા મેમોરિયલમાં મોદીમાં તમામ વસ્તુઓનું બારીકાઇથી અવલોકન કર્યું.

મોદી થયા ઈમ્પ્રેસ

ટેરોકોટા મેમોરિયલની નોંધપોથીમાં મોદીએ ચીનના ભરપેટ વખાણ કર્યા તેમણે કહ્યું કે ખૂબ જ મહેનતથી આ મેમોરિયલ મ્યુઝિયમને સાચવી રાખવામાં આવ્યું છે.

દા શિંગશાંગ ટેમ્પલ

મોદીએ દા શિગશાંગ ટેમ્પલમાં કરી ટાઇમ ટ્રાવેલ. તેમણે 2જી સદીમાં બનેલા બૌદ્ધ મંદિરની મુલાકાત લીધી. અને આ પૌરાણિક મંદિરમાં પૂજા કરી.

ચીનનું ગુજરાત કનેક્શન

જિયાનથી 590 સદીમાં પ્રસિદ્ધ બૌદ્ધ શિક્ષક ધર્માગુપ્તા ગુજરાત આવ્યા હતાં. જ્યાં તેમણે 12 સંસ્કૃતિ લેખનનોનું ચીની ભાષામાં અનુવાદન કર્યું હતું. આ ઐતિહાસિક લેખની પણ મોદીએ મુલાકાત લીધી.

મોદીને જોઇને ચીની થયા ક્રેઝી

શિયાનમાં નરેન્દ્ર મોદી મંદિરની બહાર ઊભેલી મોટી ભીડને મળવા પહોંચી ગયા. ત્યાંના લોકોને પણ મોદી માટે હતું ભારે અચરજ. લોકો મોદીને જોવા માટે કરવા લાગ્યા પડાપડી.

જ્યારે વાજપાઇ ગયા હતા ચીન

નોંધનીય છે કે મોદી, NDA સરકારના એવા બીજા વડાપ્રધાન છે જે ચીનની મુલાકાત પર છે. આ પહેલા 1979માં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ પણ ચીન ગયા હતા.

મોદી સંગ જોડાયા આનંદી બહેન અને ફડવીશ

મોદી સંગ જોડાયા આનંદી બહેન અને ફડવીશ

આજે ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બહેન પટેલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ચીન યાત્રામાં જોડાશે. આ ઉપરાંત અંબાણી, વિશાલ સિક્કા, દિલીપ સાંધવી જેવા જાણીતી કંપનીના સીઇઓ પણ મોદીની યાત્રામાં ભાગ લેશે.

20 મે સુધી આનંદીબેન ચીનમાં

20 મે સુધી આનંદીબેન ચીનમાં

આનંદબેન 20 મેના રોજ ચીનથી પરત ફરશે. અને આ દરમિયાન તે ચીનના વિવિધ શહેરોની મુલાકાત લઇને એનર્જી, ટેક્સટાઇલ્સ, મેનીફેક્ચરીંગ જેવા સેક્ટરમાં ચીન જોડે નવા કરાર કરશે.

ચીનમાં મોદીનો ગુજરાતીમાં સંદેશ

દા શિંગશાંગ ટેમ્પલની નોંધપોથીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં લખ્યો સંદેશ.

મંદિરે મોદીને આપી ભેટ

2જી સદીમાં બનેલા દા શિંગશાંગ મંદિરે કે જ્યાંના બૌદ્ધ સાધુઓ ગુજરાત પણ અનેક સદી પહેલા આવી ચૂક્યા છે તેવા મંદિરે મોદીને બૌદ્ધ સાધુની પ્રતિમા અને એક ચિત્ર ભેટમાં આપ્યું. મોદીએ તેમની ટ્વિટ પર લખ્યું કે તે આ યાદને હંમેશા યાદ રાખશે.

ચીનમાં પોપ્યુલર છે "યોગા"

ચીનના શિયાન શહેરમાં જ્યાં હાલ મોદી વિદેશયાત્રા પર છે ત્યાં પણ યોગ છે પોપ્યુલર. ચીનની પ્રાચીન પદ્ધતિ "તાઇ ચી" કરતા પણ યુવાનોને, યોગ વધુ પસંદ કરી રહ્યા છે.

વિદેશ સચિવે આપ્યું નિવેદન

બન્ને દેશો વચ્ચે થયેલી પ્રતિનિધિ મંડળની બેઠકમાં સીમા સુરક્ષા, સીમા વિવાદો સાથે જ નેપાળ ભૂકંપ અને યુએન સિક્યોરિટી કાઉન્સીલ મામલે વિવિધ ચર્ચા કરવામાં આવી તેવી માહિતી વિદેશ સચિવ એસ.જયશંકરે આપી.

મોદીએ જિંનપિંગને આપી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગને પૌરાણિક પથ્થરથી બનાવેલી બૌદ્ઘની મૂર્તિ અને એક પથ્થરનું બોક્સ ભેટમાં આપ્યું.

English summary
Prime Minister Narendra Modi on Thursday reached the Chinese city of Xi'an on the first leg of his three-nation tour that will see him visiting China, Mongolia and South Korea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X