થાઇલેંડ અને મલેશિયાના વડાપ્રધાનને મળ્યા નરેન્દ્ર મોદી
મ્યાંમાર, 12 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં મ્યાંમારના પ્રવાસ પર છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે અને આજે જ વડાપ્રધાન મોદી આસિયાન
દેશોના સંમ્મેલનને સંબોધિત પણ કર્યું હતું. પરંતુ તેના પહેલા અને બાદમાં તેમનો ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ છે અને ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ પોતાના દિવસના કાર્યક્રમની શરૂઆતમાં મલેશિયાના વડાપ્રધાન નજીબ રઝાકથી મુલાકાત કરી. આ અવસરે તેમણે મલેશિયાઇ વડાપ્રધાનને ગવર્નેંસ અને અર્થવ્યવસ્થાને લઇને ઉઠાવવામાં આવેલ ક્રાંતિકારી પગલા માટે શુભેચ્છા આપી. આ દરમિયાન નજીબ રઝાકે ઇચ્છા વ્યક્ત કરી કે ભારતીય કંપનીઓએ મલેશિયામાં અવસર તલાશવી જોઇએ. મલેશિયાઇ વડાપ્રધાને વડાપ્રધાન મોદીને પોતાના દેશ આવવાનું નિમંત્રણ આપ્યું. હાઉસિંગ સેક્ટરમાં મલેશિયાઇ સરકારના કામની સરાહના કરતા મોદીએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય 2022 સુધી દરેક ભારતીયના ઘરે ઉપલબ્ધ કરાવવાનું છે. આ દિશામાં મલેશિયાની કંપનીઓ સારું કામ કરી શકે છે.
PM @narendramodi meeting the PM of Malaysia Mr. Najib Razak. pic.twitter.com/Db7qBi95jv
— PMO India (@PMOIndia) November 12, 2014
મેક ઇન ઇન્ડિયાના કાયલ થયા થાઇલેન્ડના વડાપ્રધાન
વડાપ્રધાને થાઇલેન્ડના વડાપ્રધાન ચાન-ઓ-ચાને મળ્યા. મોદીએ તેમને વડાપ્રધાન બનવા માટે શુભેચ્છા આપી અને આશા વ્યક્ત કરી કે ભારત-થાઇલેન્ડના સંબંધો વધુ સારા બનશે. આવનારા દિવસોમાં થાઇલેંડ સંસ્કૃત કોંફ્રેન્સનું આયોજન કરવાનું છે, જેમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ભાગ લેવાના છે. આ જાણકારી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી. થાઇલેંડના વડાપ્રધાને નરેન્દ્ર મોદીના 'મેક ઇન ઇન્ડિયા' યોજનાના ભારે વખાણ કર્યા. તેમણે આશા વ્યક્ત કરી કે આર્થિક વિકાસને ધ્યાનમાં રાખતા આ યોજનાને થાઇલેંડમાં પણ લાગુ કરવામાં આવશે. વડાપ્રધાને ચાન-ઓ-ચાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.
PM @narendramodi meets the PM of Thailand. pic.twitter.com/S4lumDZjjH
— PMO India (@PMOIndia) November 12, 2014
બપોરે પોણા એક વાગ્યે મોદી આસિયાન સંમ્મેલનમાં ભાષણ આપશે. ત્યારબાદ પણ ઘણા દેશોના નેતાઓ સાથે મળવાનો કાર્યક્રમ છે. સાંજે 5 વાગ્યે મોદી મ્યાંમારની વિપક્ષી નેતા આંગ સાન સૂની સાથે મુલાકાત કરશે. અને છેલ્લે સાંજે 7 વાગ્યાથી રાતના 8.30 વાગ્યાની વચ્ચે ડિનરનો કાર્યક્રમ છે.