For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ઉપડ્યા આયરલેન્ડ અને અમેરિકાની યાત્રા પર

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની આયરલેન્ડ અને અમેરિકાની વિદેશયાત્રા માટે રવાના થયા છે. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી 23થી 28 સપ્ટેમ્બર સુધી આયરલેન્ડ અને અમેરિકાના આ પ્રવાસ પર રહેશે.

ત્યારે આજે મોદી આયરલેન્ડમાં આયરલેન્ડના વડાપ્રધાન એન્ડા કેનીને મળશે. નોંધનીય છે કે 60 વર્ષોમાં પહેલી વાર ભારતનો કોઇ વડાપ્રધાન આયરલેન્ડ જઇ રહ્યો છે. તો વળી મોદીનો આ વિદેશ પ્રવાસ આયરલેન્ડ અને ભારતના સંબંધોને મજબૂત કરશે તેવી આશા સેવાઇ રહી છે.

narendra modi

આ ઉપરાંત નરેન્દ્ર મોદી આયરલેન્ડના ભારતીય સમુદાયને પણ મળશે. જે બાદ તે 24 સપ્ટેમ્બરે અમેરિકા જવા નીકળશે. નોંધનીય છે કે મોદી ન્યૂયોર્કમાં થનારી સંયુક્ત રાષ્ટ્રની 70મી વર્ષગાંઠમાં પણ જોડાશે. અને આ સંમેલનને સંબોધિત પણ કરશે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા આયોજીત શાંતિ સ્થાપનામાં પર એક બેઠકમાં પણ હાજરી આપશે.

ત્યારે ભારતીય સમય મુજબ નરેન્દ્ર મોદી બપોરે 3 વાગ્યા જેવા આયરલેન્ડના ડબલિન પહોચશે. જે બાદ તે ત્યાં 5 થી 6 કલાક જેવા રહેશે અને ત્યાં રાજકીય નેતાને મળશે. ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગે તે ભારતીય સમુદાયને સંબોધિત કરી તે બાદ ન્યૂયોર્ક જવા નીકળશે.

English summary
Prime Minister Narendra Modi on Wednesday left on a visit to Ireland and the US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X