સ્પેન પહોંચ્યા PM મોદી, હોટલની બહાર થયું જોરદાર સ્વાગત

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોની પોતાની યાત્રા હેઠળના છઠ્ઠા દિવસે સ્પેનની રાજધાની મેડ્રિડ પહોંચ્યા હતા. મેડ્રિડ પહોંચતા જ હોટલ પર પીએમ મોદીની જોરદાર સ્વાગત થયું હતું. તો સામે પક્ષે મોદીએ પણ લોકોનું અભિવાદન જીલ્યું હતું. ઉલ્લેખનીય છે કે 30 વર્ષ પછી કોઇ ભારતીય વડાપ્રધાનને સ્પેનની ધરતી પર પગ મૂક્યો છે. સ્પેન પહોંચતા જ મોદીએ ટ્વિટરમાં સ્પેનિશ અને અંગ્રેજીમાં એક મેસેજ લખ્યો હતો. અને જણાવ્યું હતું કે તેના આ પ્રવાસ દરમિયાન સ્પેનની મુલાકાત મહત્વપૂર્ણ છે. સ્પેન સાથે તે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો સારા કરવા માંગે છે.

modi

ઉલ્લેખનીય છે કે 1988માં ભારતીય વડાપ્રધાન સ્પેન આવ્યા હતા. ત્યારે પીએમ મોદી આજે સ્પેશિન વડાપ્રધાન મારિયાનો રેજોયની સાથે આજે મુલાકાત લેશે. સાથે જ સ્પેનના રાજા ફિલિપ ષષ્ઠમને પણ મોદી મળશે. નોંધનીય છે કે હાલ સ્પેશિન કંપનીઓ મોટા પ્રમાણમાં ભારતમાં વેપાર કરે છે પણ આવનારા સમયમાં આ વેપાર ડબલ થાય તે માટે પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ છે. આ પહેલા પીએમ મોદીએ જર્મનીની મુલાકાત લીધી હતી અને સ્પેન પછી રશિયા અને ફ્રાંસની મુલાકાત પણ પીએમ નરેન્દ્ર મોદી લેશે.

English summary
Prime Minister Narendra Modi has reached Madrid, Spain on the second leg of his six-day European tour. He meets people outside the hotel in Madrid.
Please Wait while comments are loading...