સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ
પીએમ મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી અવોર્ડ મળ્યો છે. પીએમ મોદીને ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ બિલ ગેટ્સે આપ્યો. પુરસ્કાર મળવા પર પીએમ મોદીએ કહ્યુ કે આ સમ્માન મારુ નહિ પરંતુ એ કરોડો ભારતીયોનુ જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને ન માત્ર સિદ્ધ કર્યુ પરંતુ પોતાના રોજિંદા જીવનમાં ઢાળ્યુ પણ છે. મહાત્માં ગાંધીની 150મી જન્મજયંતિ પર મને આ અવોર્ડ આપવો મારા માટે વ્યક્તિગત રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. આ એ અંગેનુ પ્રમાણ છે કે જો 130 કરોડ લોકોની જનશક્તિ, કોઈ એક સંકલ્પ પૂરો કરવામાં લાગી જાય તો કોઈ પણ પડકાર પર જીત મેળવી શકાય છે.

આ સમ્માન ભારતીયોને સમર્પિત કરુ છુ
અવોર્ડ મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યુ કે હું આ સમ્માન એ ભારતીયોને સમર્પિત કરુ છુ જેમણે સ્વચ્છ ભારત મિશનને એક જનઆંદોલનમાં બદલ્યુ, જેમણે સ્વચ્છતાને પોતાની દૈનિક જિંદગીમાં સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી શરૂ કરી. તેમણે કહ્યુ કે હાલમાં કોઈ દેશમાં આવુ અભિયાન સાંભળવા કે જોવા નથી મળ્યુ. આ અભિયાન શરૂઆતમાં ભલે અમારી સરકારે કર્યુ હતુ પરંતુ આની કમાન જનતાએ પોતે પોતાના હાથોમાં લીધી હતી. હું માનુ છુ કે સ્વચ્છ ભારત મિશનની સફળતા, કોઈ પણ આંકડાથી ઉપર છે. આ મિશનને જો સૌથી વધુ લાભ કોઈએ કર્યો હોય તો તે દેશના ગરીબને, દેશની મહિલાઓને. તેમણે કહ્યુ કે શૌચાલય ન હોવાના કારણે અનેક બાળકીઓને પોતાની શાળાનો અભ્યાસ વચમાં જ છોડવો પડતો હતો. અમારી દીકરીઓ ભણવા ઈચ્છે છે પરંતુ શૌચાલયની ઉણપ તેમને શાળા છોડીને ઘરે બેસવા માટે મજબૂર કરી રહી હતી. દેશની ગરીબ મહિલાઓ, દીકરીઓને આ સ્થિતિમાંથી બહાર કાઢવી મારી સરકારની ફરજ હતી અને અમે એ પૂરી શક્તિથી નિભાવ્યુ, પૂરી ઈમાનદારીથી નિભાવ્યુ. પીએમે કહ્યુ કે આજે મારા માટે એ બહુ સંતોષની વાત છે કે સ્વચ્છ ભારત મિશન, લાખો જિંદગીઓ બચાવવાનુ માધ્યમ બન્યુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો રિપોર્ટ છે કે સ્વચ્છ ભારતના કારણે 3 લાખ જિંદગીઓ બચાવવાની સંભાવના બની છે.
|
સપનુ જોયુ હતુ તે હવે સાકાર થવા જઈ રહ્યુ છે
મને જણાવવામાં આવ્યુ છે કે બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના એક રિપોર્ટમાં પણ આવ્યુ છે કે ભારતમાં ગ્રામીણ સ્વચ્છતા વધવાથી બાળકોમાં હ્રદય સંબંધિત બિમારીઓ ઘટી છે અને મહિલાઓના બૉડીમાસ ઈન્ડેક્સમાં પણ સુધારો આવ્યો છે. આજે મને એ વાતની ખુશી છે કે મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનુ જે સપનુ જોયુ હતુ તે હવે સાકાર થવા જઈ રહ્યુ છે. ગાંધીજી કહેતા હતા કે એક આદર્શ ગામ ત્યારે જ બની શકે છે જ્યારે તે સંપૂર્ણપણે સ્વચ્છ હોય. આજે અમે ગામને નહિ આખા દેશને સ્વચ્છતા મામલે આદર્શ બનવા તરફ આગળ વધી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ, ‘સ્વચ્છ ભારત મિશને માત્ર ભારતના કરોડો લોકોના જીવનને બહેતર બનાવ્યુ છે એટલુ જ નહિ તેમની ગરિમાની પણ રક્ષા કરી છે અને સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોને મેળવવા પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. સ્વચ્છ ભારત મિશનનો વધુ એક પ્રભાવ છે જેની ચર્ચા બહુ ઓછી થઈ છે. આ અભિયાન દરમિયાન બનાવવામાં આવેલા 11 કરોડથી વધુ શૌચાલયોએ ગ્રામીણ સ્તરે આર્થિક ગતિવિધિઓનો એક નવો દ્વાર પણ ખોલી દીધો. લોકતંત્રનો સીધો અર્થ છે કે વ્યવસ્થાઓ અને યોજનાઓના કેન્દ્રમાં લોક એટલે કે સામાન્યજન રહેવા જોઈએ. એક સશક્ત લોકતંત્ર એ જ હોય છે જે જનતાની જરૂરિયાતનને કેન્દ્રમાં રાખીને નીતિઓનુ નિર્માણ કરે છે.'
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ભૂકંપનો કહેર, 5 લોકોનાં મોત 50થી વધુ ઘાયલ
|
વિશ્વને અમારો પરિવાર માન્યો
મોદીએ કહ્યુ કે સ્વચ્છ ભારત મિશનની સફળતા, બંધારણની એક વ્યવસ્થાને પણ જીવંત કરવાનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે કહ્યુ કે દુનિયા માટે ભારતના આ યોગદાનથી મને એટલા માટે પણ ખુશી થાય છે કારણકે અમે વિશ્વને અમારો પરિવાર માન્યો છે. હજારો વર્ષોથી અમને એ શીખવવામાં આવ્યુ છે કે ઉદાર ચરિતાનામ તુ વધુધૈવ કુટંમ્બકમ. એટલેકે મોટા વિચારવાળા માટે, મોટા દિલવાળા માટે આખા ધરતી એક પરિવાર છે. અમે અમારા અનુભવે, અમારી વિશેષતાઓને, દુનિયાના બીજા દેશો સાથે શેર કરવા માટે તૈયાર છે. ભારતે વર્ષ 2022 સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિનુ અભિયાન પણ ચલાવ્યુ છે. આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છુ ત્યારે પણ ભારતના અનેક ભાગોમાં પ્લાસ્ટિક વેસ્ટને એકઠુ કરવાનુ કામ ચાલી રહ્યુ છે. એવા અનેક જનઆંદોલન આજે ભારતમાં ચાલી રહ્યા છે. મને 1.3 અબજ ભારતીયોના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે સ્વચ્છ ભારત અભિયાનની જેમ બાકી મિશન પણ સફળ રહેશે.