For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગેડૂ નીરવ મોદીની જામીન અરજી પર સુનાવણી પૂરી, યુકે કોર્ટ આજે ફેસલો સંભળાવશે

ભાગેડૂ નીરવ મોદીની જામીન અરજી પર સુનાવણી પૂરી, યુકે કોર્ટ આજે ફેસલો સંભળાવશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરી દેશ છોડીને ભાગી ગયેલ હીરા વેપારી નીરવ મોદીની જામીન અરજી પર યુકેની કોર્ટ બુધવારે ફેસલો સંભળાવશે. ભાગેડૂ નીરવ મોદીએ બ્રિટનની હાઈકોર્ટમાં જામીન અરજી માટે અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી પૂરી થઈ ચૂકી છે. યુકેની કોર્ટ બુધવારે સવારે 10 વાગ્યે નીરવ મોદીની જામીન અરજી પર પોતાનો ફેસલો સંભળાવશે.

nirav modi

અગાઉ સુનાવણી દરમિયાન નીરવ મોદીના વકીલે દલીલ કરી હતી કે નીરવ મોદી નીરવ મોદી વ્યવસાયે વેપારી છે. જ્યારે સીપીએસ દ્વારા આ મામલે કહેવામાં આવ્યું કે તે ભાગી જશે. મામલાની સુનાવણી કરી રહેલ જજે કહ્યું કે બની શકે છે કે તેમની ઈચ્છા ન હોય, પરંતુ શક્ય છે. આ મામલે ભારત સરકારનો પક્ષ ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસ રાખી રહી છે.

સીપીએસે કહ્યું કે નીરવ મોદી ફરાર થઈ શકે છે જેના પર હીરા વેપારીના વકીલે દલીલ આપી હતી કે વાઈટ કોલર ગુનામાં ભાગવાના કિસ્સા બહુ ઓછા છે. કોર્ટમાં નીરવ મોદીના વકીલે કહ્યું કે સ્વિત્ઝરલેન્ડ અને અન્ય સ્થાનો પર તેમની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી છે. 13700 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપી નીરવ સાઉથ-વેસ્ટ લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે.

નીરવ મોદીની જામીન અરજીને કોર્ટે ત્રણ વખત રદ્દ કરી હતી. ચીફ મેજિસ્ટ્રેટ એમા આર્બૂથનૉટે વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ત્રીજી સુનાવણી દરમિયાન નીરવ મોદીને જમાનત આપવાથી ઈનકાર કરી દીધો હતો. આ સુનાવણી મે મહિનાની શરૂઆતમાં થઈ હતી. હવે આ મામલે સુનાવણી પૂરી થઈ ચૂકી છે જેના પર બુધવારે ફેસલો આવશે.

ઉલ્લેખનીય છે કે પીએનબી સાથે 13700 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં દેશમાંથી ફરાર થયેલ નીરવ મોદી લંડનમાં જોવા મળ્યો હતો. આ મામલામાં કેસ નોંધાયા બાદ સીબીઆઈએ તેની તલાશ શરૂ કરી દીધી, જે બાદ માલુમ પડ્યું કે નીરવ મોદી લંડનમાં છે. આ મામલામાં લાંબા સમયથી કાર્યવાહી ચાલી રહી છે. તેના પ્રત્યર્પણ માટે ભારત સરકાર સંપૂર્ણ કોશિશો કરી રહી છે.

આ પણ વાંચો- અંતરિક્ષમાં દુશ્મનોને જવાબ આપવા માટે હથિયાર તૈયાર રહેશે, મોદી સરકારે મંજૂરી આપી

English summary
PNB Scam: uk court's judgement of bail plea of nirav modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X