ઠંડીમાં થીજાયું અમેરિકા, મંગળ ગ્રહ કરતા પણ વધારે ઠંડીનો વર્તારો

Posted By:
Subscribe to Oneindia News

શિકાગો, 8 જાન્યુઆરી: આર્કટિક ક્ષેત્રથી આવનારા ઠંડા પવનોના પગલે અમેરિકામાં ઠંડી એટલી વધી ગઇ છે કે પૃથ્વીની તુલના મંગળ ગ્રહ સાથે કરવામાં આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં કેટલાંક દિવસોમાં જે રીતે ઠંડીમાં વધારો થયો છે તે મંગળ ગ્રહ કરતા પણ વધારે નોંધવામાં આવી છે. અમેરિકામાં ઠંડીથી 21 લોકોના મોત થયા છે.

કડક ઠંડીએ વર્ષોના રેકોર્ડ તોડી પાડ્યા છે. મોનટાનામાં તાપમાન માઇનસ 52 ડિગ્રી સેલ્સિયશ સુધી પહોંચી ગયું છે. જ્યારે માઇનસ 40થી 50 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેનું તાપમાન ઇન્ડિયાના, લોવા, મિશિગન, મિનીસોટા, નોર્થ ડકોટા, ઓહિયો, વર્ઝિનિયા અને અન્ય સ્થાનો પર રહ્યું. મિનિસોટાના બ્રિમસનમાં તાપમાન શૂન્યથી 40 ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચી ગયું, જે આક્રટિકની ખાડીમાં સ્થિત કેનેડાના લઘુત્તમ તાપમાન શૂન્યથી 35 ડિગ્રી સેલ્સિયસ નીચેથી પણ ઓછું છે.

બ્રાઉનવિલે, ટેક્સાસ અને મધ્ય ફ્લોરિડામાં આવનારા દિવસોમાં વધુ ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે મધ્ય તથા ઉત્તરી અમેરિકામાં તાપમાન શૂન્યથી 51 ડિગ્રી નીચે રેકોર્ડ કરાયું છે. અધિકારીક સૂચના અનુસાર ઇલિનિયોસમાં 7 અને ઇન્ડિયાનામાં 6 લોકોના ઠંડીના કારણે મોત થયા છે. જુદા જુદા વિસ્તારોમાં અત્યાર સુધી કુલ 21 લોકોના મોત થયા છે.

હાડ થીજાવથી ઠંડીના કારણે હજારો ફ્લાઇટને રદ કરવામાં આવી. તમામ સ્કૂલ અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાન બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં છેલ્લા બે દાયકાઓનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું છે. શિકાગો સહીતના પ્રદેશોમાં ગઇકાલથી જ શાળા બંધ છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ ક્યુમોએ આને આપાતની સ્થિતિ જાહેર કરી છે.

તેમણે જણાવ્યું કે ભારે ઠંડીના કારણે પશ્ચિમી ન્યૂયોર્કના કેટલાંક ભાગોને બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીક સૂત્રો અનુસાર ખરાબ હવામાનના કારણે અત્યાર સુધી ચાર હજાર 392 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.

શિકાગો એરપોર્ટ
  
શિકાગો એરપોર્ટ

શિકાગો એરપોર્ટ બરફમાં લીન. અધિકારીક સૂત્રો અનુસાર ખરાબ હવામાનના કારણે અત્યાર સુધી ચાર હજાર 392 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.

અમેરિકામાં ઠંડી એટલી વધી ગઇ
  
અમેરિકામાં ઠંડી એટલી વધી ગઇ

આર્કટિક ક્ષેત્રથી આવનારા ઠંડા પવનોના પગલે અમેરિકામાં ઠંડી એટલી વધી ગઇ છે કે પૃથ્વીની તુલના મંગળ ગ્રહ સાથે કરવામાં આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં કેટલાંક દિવસોમાં જે રીતે ઠંડીમાં વધારો થયો છે તે મંગળ ગ્રહ કરતા પણ વધારે નોંધવામાં આવી છે. અમેરિકામાં ઠંડીથી 21 લોકોના મોત થયા છે.

અમેરિકા બન્યુ ફ્રિઝર
  
અમેરિકા બન્યુ ફ્રિઝર

કડક ઠંડીએ વર્ષોના રેકોર્ડ તોડી પાડ્યા છે. મોનટાનામાં તાપમાન માઇનસ 52 ડિગ્રી સેલ્સિયશ સુધી પહોંચી ગયું છે. જ્યારે માઇનસ 40થી 50 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેનું તાપમાન ઇન્ડિયાના, લોવા, મિશિગન, મિનીસોટા, નોર્થ ડકોટા, ઓહિયો, વર્ઝિનિયા અને અન્ય સ્થાનો પર રહ્યું. મિનિસોટાના બ્રિમસનમાં તાપમાન શૂન્યથી 40 ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચી ગયું, જે આક્રટિકની ખાડીમાં સ્થિત કેનેડાના લઘુત્તમ તાપમાન શૂન્યથી 35 ડિગ્રી સેલ્સિયસ નીચેથી પણ ઓછું છે.

વૃક્ષોની એક એક ડાળ થીજી ગઇ
  
વૃક્ષોની એક એક ડાળ થીજી ગઇ

બ્રાઉનવિલે, ટેક્સાસ અને મધ્ય ફ્લોરિડામાં આવનારા દિવસોમાં વધુ ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે મધ્ય તથા ઉત્તરી અમેરિકામાં તાપમાન શૂન્યથી 51 ડિગ્રી નીચે રેકોર્ડ કરાયું છે. અધિકારીક સૂચના અનુસાર ઇલિનિયોસમાં 7 અને ઇન્ડિયાનામાં 6 લોકોના ઠંડીના કારણે મોત થયા છે. જુદા જુદા વિસ્તારોમાં અત્યાર સુધી કુલ 21 લોકોના મોત થયા છે.

English summary
A deep freeze spread from the US Midwest to the East and South, setting record low temperatures from Boston to Birmingham, and leaving 21 people dead, authorities said.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.