• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: માનવ કરશે અવકાશમાં સેક્સ, સ્પેસમાં બનશે પોર્ન ફિલ્મ

|
Google Oneindia Gujarati News

લંડન, 12 જૂન: માનવી રોજ વિકાસની તરફ એક પગલુ વધારી રહ્યો છે. નવી નવી શોધ અને સંશોધન થઇ રહ્યા છે. આવું જ એક મોટું પગલું ભરવા જઇ રહ્યો છે માનવી. જે જરા વિચિત્ર છે હવે બે લોકો સ્પેસમાં સેક્સ કરવાની તૈયારી કરી રહ્યા છે.

માનવ ઇતિહાસમાં આવું પહેલીવાર થવા જઇ રહ્યું છે, જ્યારે બે લોકો કોઇ ખાસ ઉદ્દેશ્યથી સ્પેશમાં સેક્સ કરવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ ચોંકશો નહીં આ બધું એક પોર્ન ફિલ્મ બનાવવાની યોજના હેઠળ થઇ રહ્યું છે. માનવી પહેલીવાર અવકાશમાં પોર્ન ફિલ્મ બનાવવાની યોજના પર કામ કરી રહ્યો છે. આ યોજનાને વિશાળ પોર્ન ઇંડસ્ટ્રી માટે પોર્નહબ વેબસાઇટ ફંડ કરી રહી છે.

બ્રિટિશ અખબાર ધ ઇંડિપેંડેટની રિપોર્ટ અનુસાર આ વેબસાઇટ 2016માં આ મિશન સ્પેશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. પૃથ્વીના લોઅર ઓર્બિટમાં આ ફિલ્મ શૂટ કરવા માટે વેબસાઇટ સંપૂર્ણ તૈયારીમાં લાગી ગઇ છે. વેબસાઇટને આ ફિલ્મના નિર્માણ માટે રોકાણકારો પાસે 3.4 મિલિયન ડોલની માંગ કરી છે. પોર્નહબ આ ફિલ્મ પર થનારા તમામ ખર્ચાનું વહન ખુદ કરશે.

આ મિશન પાછળ પોર્નહબનો દાવો છે કે તેની ઇચ્છા સેક્સ અને સાયન્સ પ્રત્યેનો તેનો પ્રેમ પ્રકટ કરવાનો છે. તેઓ જોવા અને દુનિયાને દેખાડવા માગે છે કે ઝીરો ગ્રેવિટીમાં કઇ રીતે સીન ફિલ્માવી શકાય છે. વેબસાઇટે આ મિશનને 'સેક્સપ્લોરેશન' નામ આપ્યું છે.

આપને જણાવી દઇએ કે પોર્નહબ એડલ્ટ એંટરટેનમેન્ટની દુનિયામાં જાણીતું નામ છે. આ સાઇટ પર એક વર્ષમાં 16 અરબ વિજિટર્સ આવે છે. એવામાં તેને આશા છે કે તે ફિલ્મ નિર્માણ માટે રૂપિયા એકત્રિત કરી લેશે. વેબસાઇટે પોર્ન એક્ટર્સ ઇવા લોવિયા અને જોની સિન્સને આ ફિલ્મ માટે લેવામાં આવ્યા છે. તેમને મિશન લોન્ચ પહેલા 6 મહિનાની કડક ટ્રેનિંગ આપવામાં આવશે.

English summary
Pornhub, the largest pornography site, has revealed plans to film the first sex tape in space.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X