સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ ‘સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલને સંબોધિત કરી. આ કાર્યક્રમ ફાઈનાન્સ સાથે જોડાયેલ ટેકનોલોજી પર આધારિત છે. અહીં પીએમ મોદીએ ભારતમાં તેમની સરકાર તરફથી ઈ-બિઝનેસ અંગે ઘણી ખાસ વાતો વિશે જણાવ્યુ. મોદી 14 અને 15 નવેમ્બર એમ બે દિવસ માટે સિંગાપુરમાં છે. અહીં તે આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટને સંબોધિત કરવાના છે. પીએમ મોદીએ અહીં કહ્યુ કે ભારતમાં અત્યારે એક નાણાંકીય ક્રાંતિ ચાલી રહી છે અને તેમની સરકાર આ ક્રાંતિમાં 130 કરોડ લોકોના જીવન બદલવાનું કામ કરી રહી છે.
આ પણ વાંચોઃ ભાજપને ખતરનાક કહેનાર રજનીનો યુટર્ન, 'એકની સામે બધા એકજૂટ તો તાકાતવાન કોણ?'

ભારત બન્યુ નાણાંકીય ટેકનોલોજીમાં અગ્રણી દેશ
પીએમ મોદીએ આ દરમિયાન એપિક્સ પણ લોન્ચ કર્યુ, કે જે એક ઓનલાઈન માર્કેટ છે. ફેસ્ટિવલમાં બોલતા પીએમ મોદીએ કહ્યુ, ‘આજે અસાધારણ શોધ સામાન્ય લોકોના જીવન બદલી રહ્યુ છે અને આપણે આ ફેરફાર જોઈ રહ્યા છે. પરંતુ હજુ ઘણુ બધુ કરવાનું બાકી છે. આપણુ ધ્યાન વિકાસ પર હોવુ જોઈએ. હું અહીં બધી ફિનટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપને અનુરોધ કરવા ઈચ્છુ છુ કે ભારત તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે.' મોદીએ કહ્યુ કે ભારતમાં હાલમાં નાણાંકીય ટેકનોલોજીમાં નવી નવી શોધો થઈ રહી છે અને આના પર આધારિત નવા ઉદ્યોગો પણ આવી રહ્યા છે. તેમણે કહ્યુ કે આ બધી શોધોના કારણે ભારત હવે દુનિયામાં નાણાંકીય ટેકનોલોજી અને સ્ટાર્ટઅપમાં એક અગ્રણી દેશ બની ચૂક્યો છે.

મોદીએ કર્યો ભીમ અને રુપેનો ઉલ્લેખ
સિંગાપુરમાં બોલતા મોદીએ રુપે અને ભીમ એપનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે રુપે અને ભીમ એપના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં હવે ફિનટેક ઈન્ડસ્ટ્રી 4.0 સામે આવી રહી છે. ભારતમાં 128 બેંક યુપીઆઈ સાથે જોડાયેલ છે. વળી, યુપીઆઈથી ગયા 24 મહિનામાં 1500 વાર લેવડ દેવડ કરવામાં આવી. પીએમે કહ્યુ કે દર મહિને 30 ટકાના દરે ટ્રાન્ઝેક્શનમાં વધારે થઈ રહ્યો છે. 130 કરોડ ભારતીયોની નાણાંકીય ક્રાંતિ હવે એક હકીકત બની ચૂકી છે. દેશમાં 130 કરોડ લોકો માટે બાયોમેટ્રિક આધારિત ઓળખપત્ર એટલે કે આધાર જાહેર થઈ ચૂક્યા છે અને તે પણ અમુક વર્ષોની અંદર.

નાણાંકીય ક્રાંતિના કારણે પૂર્ણ થયુ એક મિશન
પીએમ મોદીએ કહ્યુ કે તેમની સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી હતી. તે સમયે સરકારે પોતાના માટે એક મિશન બનાવ્યુ હતુ જેમાં દેશના દરેક નાગરિકના જીવનને વિકાસ દ્વારા બદલવાની હતી. પછી ભલે તે દેશના કોઈ પણ સૂમસામ ભાગમાં ભલે કેમ ન રહેતા હોય. તે મિશન માટે નાણાંકીય ક્રાંતિની જરૂર હતી અને ભારતના આકારને જોતા આ કામ એટલુ સરળ નહોતુ. ફિનટેક ફેસ્ટિવલને ભારતના પ્રધાનમંત્રી તરીકે સંબોધિત કરવાને પ્રધાનમંત્રીએ પોતાના માટે એક ગૌરવશાળી પળ ગણાવી. તેમણે કહ્યુ કે આ ફેસ્ટિવલ એ વાતની ઓળખ આપે છે કે કેવી રીતે નાણાંકીય ક્રાંતિએ 130 કરોડ લોકોના જીવન બદલ્યા છે.
આ પણ વાંચોઃ મોદી સરકારની મુશ્કેલીઓ વધી, 4 લાખ સૈન્ય કર્મચારીઓ મોટી હડતાળની તૈયારીમાં